/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/Modhera-Sun-Temple-Vadnagar-Unakoti-added-to-tentative-list-of-UNESCO-heritage-sites-Archaeological-Survey-of-India.jpg)
યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની એક કામચલાઉ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ભારતના ત્રણ સ્થળો - ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલું સુપ્રસિદ્ધ સૂર્યમંદિર, ઐતિહાસિક નગર વડનગર શહેર અને ત્રિપુરામાં ઉનાકોટીના પહાડોને કાપીને બનાવેલી મૂર્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (Archaeological Survey of India) એ મંગળવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની એક કામચલાઉ યાદીમાં ભારતના ત્રણ નવા ઐતિહાસિક સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મોઢેરાનું લગભગ 900 વર્ષ જૂનું ઐતિહાસિક સૂર્ય મંદિર, ગુજરાતનું ઐતિહાસિક વડનગર શહેર અને ત્રિપુરાના ઉનાકોટી ખડકોની મૂર્તિઓનો સમાવેશ થાય છે.
ભારતના કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ યુનેસ્કોની આ કામચલાઉ યાદી અંગે માહિતી આપવા ત્રણેય હેરિટેજ સાઇટ્સના ફોટા સાાથે ટ્વિટ કર્યું હતુ.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/Modhera-Sun-Temple-Vadnagar-UNESCO-heritage-sites-Archaeological-Survey-of-India.jpg)
યુનેસ્કોની વેબસાઈટ એક કામચલાઉ યાદીને "તેવી સંપત્તિની યાદી તરીકે વર્ણવે છે જેને દરેક સરકાર નોમિનેશન માટે વિચારણા કરવાની ઇચ્છા ધરાવે છે".
કેન્દ્રીય મંત્રીએ ટ્વિટમાં જણાવ્યુ કે, “ભારતને અભિનંદન! યુનેસ્કોની કામચલાઉ યાદીમાં ભારતના વધુ ત્રણ સ્થળોનો સમાવેશ કરાયો છે. પ્રથમ, ગુજરાતનું બહુસ્તરીય ઐતિહાસિક શહેર વડનગર, બીજું મોઢેરા ખાતેનું સૂર્ય મંદિર અને તેની આસપાસના સ્મારકો અને ત્રીજું ઉનાકોટી જિલ્લાની ઉનાકોટી પહાડોમાં આવેલ પથ્થરની શિલ્પો.
Congratulations India!
India adds 3 more sites to @UNESCO’s Tentative List:
01 Vadnagar- A multi-layered Historic town, Gujarat
02 Sun Temple, Modhera and its adjoining monuments
03 Rock-cut Sculptures and Reliefs of the Unakoti, Unakoti Range, Unakoti District pic.twitter.com/CAarM4BfnE— G Kishan Reddy (@kishanreddybjp) December 20, 2022
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ પણ તેમનું ટ્વીટ શેર કર્યું અને લખ્યુ કે, આ પગલાથી ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન મળશે.
આ પણ જૂઓઃ ગુજરાતનું મોઢેરા બન્યું ભારતનું પ્રથમ સોલાર વિલેજ
ASIએ જણાવ્યું હતું કે, “મોઢેરાનું સૂર્ય મંદિર અને તેની આસપાસના સ્મારકો, ઉનાકોટીના શિલાઓ અને બહુસ્તરીય શહેર વડનગર યુનેસ્કોની કામચલાઉ યાદીમાં ઉમેરવામાં આવેલી ત્રણ નવી સ્થળોમં સામેલ છે. આનાથી ભારતના સાંસ્કૃતિક વારસાને ઘણું પ્રોત્સાહન મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us