મોદી સરકાર 9 વર્ષ: જાણો દેશમાં ગરીબી અને ગરીબોની સ્થિતિ ક્યાં

modi government 9 years : મોદી સરકારને નવ વર્ષ થઈ ગયા, આ મામલે ભાજપ (BJP) દ્વારા તેમના કાર્યક્રાળમાં કરેલા કામોનો પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે જોઈએ દેશમાં ગરીબી (poverty in india) અને ગરીબોની (poor in india) સ્થિતિ ક્યાં છે, શું કહે છે આંકડા.

Written by Kiran Mehta
Updated : May 30, 2023 17:50 IST
મોદી સરકાર 9 વર્ષ: જાણો દેશમાં ગરીબી અને ગરીબોની સ્થિતિ ક્યાં
મોદી સરકાર નવ વર્ષ - દેશમાં ગરીબો અને ગરીબી

modi government 9 years : નરેન્દ્ર મોદીએ સરકાર ચલાવવાના નવ વર્ષ પૂર્ણ કર્યા છે. તેઓ તેમના બીજા કાર્યકાળના છેલ્લા વર્ષમાં પ્રવેશ્યા છે. આ સાથે ત્રીજી ટર્મ માટે પણ ગિયર ચુસ્ત કરી દેવામાં આવ્યું છે. જ્યારે તેઓ સત્તામાં આવ્યા ત્યારે તેમણે ‘અચ્છે દિન’ લાવવાનું વચન આપ્યું હતું અને ‘સબકા સાથ, સબકા વિકાસ’નું સૂત્ર પણ આપ્યું હતું. લોકોની આવક વધારવા અને ગરીબી ઘટાડવાના સંદર્ભમાં આ વચન અને સૂત્રની સત્યતાની કસોટી કરીએ. આને ચકાસવા માટે, આપણે ગરીબીનો ગ્રાફ ક્યાં ગયો, લોકોની આવક કેટલી વધી, અમીર અને ગરીબ વચ્ચેનું અંતર કેટલું ઘટ્યું તેના પર કેટલાક પ્રશ્નોનો આધાર રાખીએ છીએ?

પહેલા વાત કરીએ ગરીબીની

સરકારે 2011 થી ગરીબીના કોઈ સત્તાવાર આંકડા આપ્યા નથી. ઘણા સંશોધકોએ પોતાના સ્તરે આ મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ દરેકના પોતાના પાયા અને જુદા જુદા તારણો છે. આવી સ્થિતિમાં, અમે ફક્ત વિશ્વ બેંકના નવીનતમ અહેવાલની વાત કરીએ છીએ. આ રિપોર્ટ ઓક્ટોબર 2022માં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ભારતમાં સૌથી વધુ ગરીબોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વર્લ્ડ બેંકના અનુસાર, 2019માં ભારતમાં 13.70 કરોડ લોકો રોજના 46 રૂપિયાની આવક પર જીવી રહ્યા હતા અને 61.2 કરોડ લોકો એવા હતા, જેઓ 78 રૂપિયા પ્રતિ દિવસની આવક પર જીવતા હતા. આ ડેટા 2019નો છે. કોરોના મહામારી આવી તે પહેલા. મહામારી દરમિયાન પરિસ્થિતિ વધુ વણસી હતી.

અમીર અને ગરીબ વચ્ચેનું અંતર કેટલું વિશાળ છે?

એક આંતરરાષ્ટ્રીય અહેવાલ (વર્લ્ડ ઇક્વાલિટી રિપોર્ટ 2022) અનુસાર, આર્થિક સમાનતાના સંદર્ભમાં પણ ભારતની સ્થિતિ સારી નથી. જેમાં બતાવવામાં આવ્યું છે કે, સૌથી અમીર 10 ટકા લોકો પાસે જેટલી સંપત્તિ છે, જે સૌથી ઓછુ કમાનાર 50 ટકા લોકોની કુલ આવક કરતા પણ 22 ઘણી વધારે છે.

આ આંકડાઓથી ગરીબોનો અંદાજ પણ લગાવી શકાય છે

સરકાર દ્વારા ગરીબો માટે ચલાવવામાં આવતી યોજનાઓ અને તેના લાભાર્થીઓની જે સંખ્યા જણાવવામાં આવે છે, તે રીતે ગરીબી માપવામાં આવે તો ચિત્ર આનાથી પણ વધુ ખરાબ દેખાય છે. કેટલાક ઉદાહરણો જુઓ:

પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું.

અસંગઠિત મજૂર પોર્ટલ પર 28.85 કરોડ મજૂરો નોંધાયા હતા.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન (અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પેન્શન) યોજના હેઠળઅસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા 49.29 લાખ કામદારો નોંધાયા હતા.

આયુષ્માન ભારત યોજના, જે ઓછી આવક ધરાવતા લોકોની આરોગ્ય સુરક્ષા માટે ચલાવવામાં આવી રહી છે, આ અંતર્ગત સરકારે 50 કરોડ ગરીબ લોકોને લાભ આપવાનું લક્ષ્ય રાખ્યું છે.

હવે વાત આમ આદમીની આવક વિશે

2013-14માં માથાદીઠ જીડીપી (સરેરાશ આવક) 78,348 રૂપિયા હતી. વર્ષ 2022-23માં તે 1,15,490 રૂપિયા થઈ ગઈ. એટલે કે તેમાં 47 ટકાનો વધારો થયો છે. આ વર્ષોમાં એકંદર જીડીપીમાં 63 ટકાનો વધારો થયો છે, જ્યારે માથાદીઠ જીડીપી અથવા સરેરાશ આવકમાં 47 ટકાનો વધારો થયો છે. આ આંકડો આરબીઆઈ દ્વારા નોંધવામાં આવ્યો છે અને સતત કિંમતો (ફૂગાવાની અસરને દૂર કરવા)ના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના આંકડાઓ પર નજર કરીએ તો, 2023માં ભારતમાં માથાદીઠ આવક $2600 હોવાનું કહેવાય છે. તે બાંગ્લાદેશમાં $2,470, ચીનમાં $13,720, યુકેમાં $46,370, બ્રાઝિલમાં $9,670 અને ઇન્ડોનેશિયામાં $5,020 હતું.

IMF જણાવે છે કે, 2014 અને 2023 ની વચ્ચે ભારતની માથાદીઠ આવકમાં 67 ટકાનો વધારો થયો છે, જે 2004 અને 2014 ની વચ્ચે 145 ટકા હતો. યુક્રેનમાં યુદ્ધને કારણે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડવાના કારણે તે ભારત કરતા પાછળ ધકેલાઈ ગયું છે. આ મોર્ચે બાંગ્લાદેશે 2019માં જ ભારતથી બઢત મેળવી લીધી હતી. અને આઈએમએફનું અનુમાન છે કે, આગામી પાંચ વર્ષમાં ફરી બાંગ્લાદેશ ભારતને પાછળ છોડી દેશે.

આ પણ વાંચો‘દિલ’ વાલી નહી ‘દિલ દહલાને’ વાલી દિલ્લી’! દેશની મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત રાજધાની, પોલીસના તમામ દાવાઓ હવામાં

સરકારના દાવા

સરકારી યોજના સાથે જોડાયેલા આંકડા

modi government 9 years : મોદી સરકારને નવ વર્ષ થઈ ગયા, આ મામલે ભાજપ (BJP) દ્વારા તેમના કાર્યક્રાળમાં કરેલા કામોનો પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે જોઈએ દેશમાં ગરીબી (poverty in india) અને ગરીબોની (poor in india) સ્થિતિ ક્યાં છે, શું કહે છે આંકડા.
સરકારી યોજના સાથે જોડાયેલા આંકડા

ઉપરોક્ત આંકડાઓને કેન્દ્ર સરકારની નવ વર્ષની સિદ્ધિઓ તરીકે ભાજપ પુસ્તિકા રૂપે પ્રચાર કરી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ