મોદી સરનેમ કેસમાં સજા સામે આજે હાઇકોર્ટમાં જશે રાહુલ ગાંધી, બંગલા અંગે લીધો આ નિર્ણય

rahul gandhi defarmation case : રાહુલ ગાંધી આ મામલે આજે રાહુલ ગાંધી હાઇકોર્ટમાં પડકાર ફેંકશે. નીચલી અદાલતે રાહુલ ગાંધીને માનહાનિ મામલે બે વર્ષની સજા ફટકારી હતી.

Written by Ankit Patel
April 21, 2023 10:51 IST
મોદી સરનેમ કેસમાં સજા સામે આજે હાઇકોર્ટમાં જશે રાહુલ ગાંધી, બંગલા અંગે લીધો આ નિર્ણય
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (ફોટો - સોશિયલ મીડિયા)

મોદી સરનેમ વાળા નિવેદન સાથે જોડાયેલા ફોજદારી માનહાનિ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુજરાતની સુરત સેશન્સ કોર્ટે ફટકો લગાવ્યો હતો. સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીએ દોષી કરાર આપીને સ્ટે કરતી અરજીને ફગાવી દીધી હતી. રાહુલ ગાંધી આ મામલે આજે રાહુલ ગાંધી હાઇકોર્ટમાં પડકાર ફેંકશે. નીચલી અદાલતે રાહુલ ગાંધીને માનહાનિ મામલે બે વર્ષની સજા ફટકારી હતી. જો સેશન્સ કોર્ટથી રાહુલ ગાંધીને રાહત મળતી તો લોકસભાના સભ્યબદને ફરીથી પાછું મળી શકતું હતું.

કાલ સુધી ખાલી કરશે બંગલો

સેશન્સ કોર્ટથી રાહલ ન મળ્યા બાદ હવે રાહુલ ગાંધી બંગલાને લઇને નિર્ણય બદલી દીધો છે. તે શનિવાર સુધી બંગલો સંપૂર્ણ પણે ખાલી કરી દેશે. તેમણે પોતાનો વધારાનો સામાન પોતાની માતા સોનિયા ગાંધીના બંગલામાં પહેલાથી જ શિફ્ટ કરી દીધો છે. બંગલામાં સંપૂર્ણ પણ ખાલી કરવા માટે સૂર કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા.

રાહુલ ગાંધીએ 27 માર્ચે બંગલો ખાલી કરવાની નોટિસ મળી હતી. લોકસભા હાઉસિંગ પેનલ દ્વારા રાહુલ ગાંધી માટે ઘર ખાલી કરવાની સમય સીમા રવિવાર સુધી નિર્ધારિત કરી છે. રાહુલ ગાંધીને આ બંગલો 2005માં મળ્યો હતો. પાછલા 19 વર્ષમાં આ બંગલામાં રહી રહ્યા હતા. રાહુલ ગાંધી હવે 10 જનપથમાં પોતાની માતા સોનિયા ગાંધીના બંગલામાં રહેશે.

શું વિકલ્પ બાકી

આ મામલે રાહુલ ગાંધીનો વકીલોએ 3 એપ્રિલે સૂરતના સેશંસ કોર્ટમાં બે અપીલ દાખલ કરી હતી. આ અરજીમાં એક સજની રોક માટે બીજી અપીલના નિર્ણય સુધી દોષી ઠેરવવા પર સ્ટે લગાવવા માટે હતી. રાહુલ ગાંધીની ધરપકડ કરવાના નિર્ણય પર 3 મે સુધી રોક લગાવવામાં આવી છે. કોર્ટે તેમને આગોતરા જામી આપ્યા છે. રાહુલને મળેલી જામીન ત્યાં સુધી રહેશે જ્યાં સુધી સજા પર રોક લગાવવાની અરજી પર નિર્ણય ન આવી જાય. હવે સેશન્સ કોર્ટના નિર્ણયથી રાહુલ આ મામલે હાઇકોર્ટમાં અપીલ કરશે.

રાહુલ ગાંધી માટે મુશ્કેલ વાત એ છે કે લોક પ્રહરી અને ભારત ચૂંટણી પંચના કેસોમાં સંભળાવવામાં આવેલા નિર્ણય પ્રમાણે રાહુલ ગાંધી ત્યાં સુધી સાંસદ ન બની શકે જ્યાં સુધી તેમનો દોષ સિદ્ધિ પર સ્ટે ન લાગી જાય. હવે રાહુલ ગાંધી તરફથી હાઇકોર્ટમાં બંને અરજીઓ દાખલ કરવામાં આવી શકે છે. જેમાં સજા પર રોક અથવા સ્ટેની માંગની સાથે સાથે દોષસિદ્ધિ પર રોક અથવા કન્વિક્શન પર સ્ટેની અપિલ કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ