એક વ્યક્તિનું મૃત્યુ, વાંદરો અર્થીને ગળે લગાવી રડ્યો, અંતિમ સંસ્કારમાં પણ લીધો ભાગ! VIDEO જોઈ તમે પણ ઈમોર્શનલ થઈ જશો

Monkey Selfless Love video viral : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના અમરોહા (Amroha) થી એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વાંદરો (Monkey) એક વ્યક્તિના મૃત્યું (Man Death) પર દુ:ખી થઈ તેની અર્થી પાસે ચોંટી રડે છે, અને અંતિમસંસ્કાર (funeral) માં પણ ભાગ લે છે. લોકો પ્રાણી અને મનુષ્યનો પ્રેમ જોઈ ભાવવિભોર થઈ રહ્યા.

Written by Kiran Mehta
October 13, 2023 16:46 IST
એક વ્યક્તિનું મૃત્યુ, વાંદરો અર્થીને ગળે લગાવી રડ્યો, અંતિમ સંસ્કારમાં પણ લીધો ભાગ! VIDEO જોઈ તમે પણ ઈમોર્શનલ થઈ જશો
ઉત્તર પ્રદેશના અમરોહાથી વાંદરાના નિઃસ્વાર્થ પ્રેમનો વીડિયો વાયરલ (ફોટો - વાયરલ વીડિયો ગ્રેબ)

કહેવાય છે કે, મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેની મિત્રતા ઘણી ઊંડી હોય છે. આના અનેક ઉદાહરણો સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના અમરોહાથી આવા જ એક સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક વ્યક્તિ રોજ વાંદરાને રોટલી ખવડાવતો હતો. આ પછી બંને વચ્ચે એવી મિત્રતા થઈ કે, વાંદરાએ તેની અંતિમ ક્ષણોમાં પણ માણસનો સાથ ન છોડ્યો. જ્યારે તે વ્યક્તિનું મૃત્યુ થયું, ત્યારે વાંદરો માત્ર દુઃખી જ થયો નહીં પરંતુ અર્થીને વળગીને રડી પડ્યો તથા અંતિમ સંસ્કારમાં પણ ભાગ લીધો.

ઉત્તર પ્રદેશના અમરોહાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક લાશ છે, પરિવારના સભ્યો નજીકમાં બેઠા છે અને તેમની વચ્ચે એક વાંદરો પણ છે, જે વ્યક્તિના મૃત્યુથી દુઃખી છે. જોયા વિસ્તારના રહેવાસી રામ કુંવર સિંહ પાસે એક વાંદરો વારંવાર આવતો અને બેસતો, તે વાંદરાને ખાવા માટે કંઈક આપતો. ધીમે ધીમે આ રોજ થવા લાગ્યું અને વાંદરો અને રામ કુંવર સિંહ વચ્ચે સારી મિત્રતા બંધાઈ ગઈ.

લાશ પાસે બેસીને વાંદરો રડ્યો!

કહેવામાં આવી રહ્યું છે કે, રામ કુંવર સિંહનું 10 ઓક્ટોબરના રોજ અચાનક અવસાન થયું હતું. જ્યારે વાંદરો તેમના ઘરે પહોંચ્યો ત્યારે ત્યાં લોકોની ભારે ભીડ હતી. વાંદરો રામ કુંવરના મૃતદેહ પાસે પહોંચ્યો અને ત્યાં માથું નમાવીને બેસી ગયો. લોકોનું કહેવું છે કે, આ દરમિયાન વાંદરાની આંખોમાં આંસુ હતા. આ પછી જ્યારે રામ કુંવરને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા, ત્યારે પણ વાંદરો તેમના શરીર પર ચોંટી રહ્યો હતો.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વાંદરો રામકુંવર સિંહના મૃતદેહને વળગીને બેઠો છે. જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાં સુધી તેઓ 40 કિમી ચાલીને ગયા હતા. રામ કુંવર સિંહ પ્રત્યે વાંદરાનો લગાવ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. કેટલાક લોકો કહે છે કે, આ પ્રાણીઓ માણસો કરતા સારા છે, તેઓ તમને કોઈ પણ સંજોગોમાં છોડતા નથી.

લોકોની પ્રતિક્રિયાઓ

રાણા યશવંતે વિડિયો શેર કર્યો અને લખ્યું, ‘નિઃસ્વાર્થ પ્રેમનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે. એક વ્યક્તિ દરરોજ આ વાંદરાને ખવડાવતો હતો, તે વ્યક્તિના મૃત્યુ પર આ વાંદરો ખૂબ રડ્યો. ઘરથી લઈને ઘાટ સુધીની તમામ વિધિઓમાં સામેલ હતો. અનુરાગ વર્માએ લખ્યું, ‘પ્રેમની જીભ અવાજ વગરના માણસો કરતાં વધુ સારી રીતે સમજે છે.’ બીજાએ લખ્યું, ‘માત્ર પ્રાણીઓ જ ખરેખર નિઃસ્વાર્થ પ્રેમ કરે છે, આપણે માણસો ફક્ત પોતાના સ્વાર્થ માટે જીવીએ છીએ.’

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ