/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/India-rain-news.jpg)
દેશમાં વરસાદની આફત
દેશમાં સત્તાવાર રીતે ચોમાસું બેશી ગયું છે. ત્યારે વરસાદે દેશના કેટલાક રાજ્યોમાં હાહાકાર મચાવી દીધો છે. પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદની દસ્તકની સાથે જ પૂરની પરિસ્થિતિ પેદા થઈ છે. આ સમયે આસામમાં પૂરની પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના શિમલામાં વાદળ ફાટ્યું હતું. સતત ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. મુંબઈમાં વરસાદના કારણે બે લોકોના મોત નીપજ્યા છે.
હિમાલચમાં વદળ ફાટ્યું
રવિવારે હિમાચલના શિમલામાં વાદળ ફાટ્યા બાદ સ્થિતિ ખુબજ બગડી ગઈ હતી. ભારે માત્રામાં કાટમાળ રસ્તાઓ ઉપર આવી ગયો હતો. ઠેરઠેર પાણી ભરાયાની સ્થિતિ ઊભી થઈ હતી. શિમલાના સરપરા ગામમાં વાદળ ફાટ્યું હતું. જે વીડિયો સામે આવી રહ્યા છે તેમાં વાદળ ફાટવાના કારણે એક મકાન ક્ષતિગ્રસ્ત થયું હતું. વાદળ ફાટ્યા પહેલા હિમાચલમાં ભારે વરસાદ પડી રહ્યો હતો.
#WATCH | Himachal Pradesh: Cloudburst & heavy rain reported in Sarpara village in Rampur tehsil of Shimla. pic.twitter.com/fyQDPamDd1
— ANI (@ANI) June 25, 2023
હિમાચલમાં ચોમાસાનો પહેલો વરસાદ પડી રહ્યો છે પરંતુ આ વરસાદે અનેક રેકોર્ડ તોડી દીધા છે. શિમલામાં જે પ્રકારે શનિવારે સતત પાંચ કલાક સુધી મુશળધાર વરસાદ પડ્યો હતો તેણે 15 વર્ષનો રેકોર્ડ તોડી દીધો હતો. મંડીમાં વરસાદના કારણએ બે લોકોના મોત નીપજ્યાના સમાચાર આવ્યા છે. જગ્યાએ જગ્યાએ કાટમાળ પડવાના કારણે ભારે નુકસાન પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ-ઓડિશામાં ગમખ્વાર અકસ્માત, બે બસો વચ્ચે સીધી ટક્કરથી 10 લોકોના મોત, 8ની હાલત ગંભીર
મુંબઈમાં વરસાદના કારણે બે લોકોના મોત
આ વખતે મુંબઈ અને દિલ્હીમાં વરસાદે એક સાથે દસ્તક દીધી હતી. આ એટલા માટે મહત્વનું છે કારણ કે 62 વર્ષ પહેલા આવો જ સંજોગ બન્યો હતો. જ્યારે બંને જગ્યાએ ચોમાસાએ દસ્તક દીધી હતી. એકવાર ફરથી આવું થયું છે. ફરક એ છે કે મુંબઈમાં પહેલો વરસાદે હાલત ખરાબ કરી દીધી હતી. મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં ભારે વરસાદના કારણે બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી ધયો હતો. આ દુર્ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા હતા અને એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈમાં ઠેરઠેર પાણી ભરાયા હોવાની સ્થિતિ ઊભી થઈ છે. અહમદનગરના પારનેરમાં સ્થિતિ ખુબ જ ખરાબ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
#WATCH | Uttarakhand: Heavy rain results in waterlogging in Haridwar. pic.twitter.com/9ABoVdPcKj
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 25, 2023
ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ
આ સમયે ઉત્તરાખંડમાં પણ સતત વરસાદનું જોર ચાલું છે. હરિદ્વાર અને દહેરાદૂનમાં તો લોકોને રસ્તા ઉપર ચાલવું પણ મુશ્કેલ થઇ ગયું છે. હવામાન વિભાગ પ્રમાણે હરિદ્વારમાં 78 મિની અને દહેરાદૂનમાં 33.2 મિમી વરસાદ થઈ ચૂક્યો છે. ઉત્તરકાશીમાં વરસાદના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. હવામાન વિભાગ અનુસાર આગામી કેટલાક દિવસો સુધી વરસાદ ચાલું રહેશે.
આસામમાં આવ્યું પૂર, લાખો લોકો અસરગ્રસ્ત
આસામમાં પૂરની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. અત્યાર સુધીમાં 4.88 લાખથી વધારે લોકો આ પૂરના કારણે પ્રભાવિત થયા છે. 3 લોકોના મોત નીપજ્યા છે. હવામાન વિભાગ તરફથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ અને તૂફાનની ચેતવણી આપી છે. રાજ્યભરમાં પ્રમુખ નદીઓ ઉફાન પર છે. સૌથી વધારે પ્રભાવીત બજાલી ઉપમંડલ થયો છે. જ્યાં 2.67 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. નળબાડી અને બારપેટા જિલ્લા પણ ગંભીર રૂપથી પ્રભાવીત થયા છે જ્યાં લગભગ 80,000 અને 73,000 લોક પ્રભાવિત છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us