ગુજરાતના મોરબીમાં 30 ઓક્ટોબરે કેબલ બ્રિજ દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનાના પગલે વિપક્ષી દળોએ વડાપ્રધાન મોદીની સાથે ગુજરાત સરકાર ઉપર અનેક પ્રકારના સવાલો ઉઠાવ્યા છે. આ જ વિષય ઉપર થઈ રહેલા એક ટીવી ડિબેટ દરમિયાન રાજનીતિક વિશ્લેષક અજય આલોકે ભારતીય જનતા પાર્ટીનો બચાવ કરતા કહ્યું કે લાશો ઉપર રાજનીતિ ન થવી જોઈએ. અજય આલોકના નિવેદન પર સોશિયલ મીડિયા યુઝર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જૂનો વીડિયો શેર કરીને કટાક્ષ કરવા લાગ્યા હતા.
અજય આલોકે કહ્યું કે લાશો ઉપર ન થવી જોઈએ રાજનીતિ
આજતક ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમ “દંગલ”માં પોતાની વાત રાખતા અજય આલોકે કહ્યું હતું કે “જ્યારે કોઈ તહેવાર પહેલા આ પ્રકારની દુર્ઘટના ઘટે છે ત્યારે એ મોટાભાગે તંત્રની બેદરકારી જ હોય છે. એક સાથે તેમણે કહ્યું કે લાશો ઉપર ક્યારે પણ રાજનીતિ ન થવી જોઈએ. આ કોઈપણ રાજકીય પક્ષને ન શોભે. તેમણે મોરબી ઘટના ઉપર રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ પોતે કહ્યું હતું કે લોકો મરી ગયા છે એટલા માટે તેમના ઉપર કંઈ કહેવું યોગ્ય નથી. એના ઉપર અહીં કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્મા 10 વાતો બોલી રહ્યા છે.”
અજય આલોકે કોંગ્રેસ ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે જો લાશો પર રાજનીતિની જગ્યાએ કોંગ્રેસ તરફથી કરવામાં આવેલી 10 ભૂલો પણ ગણવી જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ દેશમાં કોન્ટ્રાક્ટ પ્રથા કોણે શરૂ કરી હતી. અજય આલોકે આ ઘટના માટે સ્થાનિય પ્રશાસન માટે જવાબદાર ગણાવીને કહ્યું હતું કે તહેવારોમાં આ પ્રકારની ભીડ આવે છે. સ્થાનિક તંત્રએ આ પ્રકારનું ધ્યાન આપવું જોઈએ.
સોશિયલ મીડિયા યુઝર્સે મોદીનો વીડિયો કર્યો ટ્રોલ
અજય આલોક દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સોશિયલ મીડિયા યુઝર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જૂનો વીડિયો શેર કરીને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પશ્વિમ બંગાળમાં ચૂંટણીસભા સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં કોલકાત્તામાં વિવેકાનંદ રોડ ફ્લાઈઓવર દુર્ઘટના અંગે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જ ઉપર નિશાન સાધ્યું હતું.
આ પણ વાંચોઃ- મોરબી ઝુલતો પુલ દુર્ઘટના: ઇજાગ્રસ્તોને મળવા હોસ્પિટલ પહોંચ્યા પીએમ મોદી, ફોટા જોઇને લોકોએ કરી આવી કોમેન્ટ
એ સમયે તેમણે કહ્યું હતું કે આ દુર્ઘટના ચૂંટણી સમયે થઈ છે. જેથી કરીને લોકોને ખબર પડે કે તેમના ઉપર કયા પ્રકારની સરકાર શાસન કરી રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ઈશ્વરે એ સંદેશો મોકલ્યો છે કે આજે આ પુલ પડ્યો છે, કાલે તેઓ આખું બંગાળ ખતમ કરી નાંખશે.
આ પણ વાંચોઃ- મોરબી ઝુલતો પુલ દુર્ઘટના: PM નરેન્દ્ર મોદી અકસ્માત સ્થળે પહોંચ્યા, Oreva કંપનીનું બોર્ડ ઢંકાઈ ગયું
આ વીડિયોને શેર કરતા સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે આવી વાત વડાપ્રધાન મોદીને કેમ કહેવામાં આવતી નથી. કેશવ કુમાર સિંહ નામના એક યુઝર્સે લખ્યું છે કે “વાત બરોબર છે પરંતુ બંગાળની ચૂંટણી સમયે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર પણ આ પ્રકારની રાજનીતિ કરી નથી.” રાકેશ યાદવ નામના અન્ય યુઝર્સે કોમેન્ટ કરીને લખ્યું હતું કે લાશો ઉપર રાજનીતિ તો માત્ર બીજેપી અને તેમના લોકો જ કરી શકે.