/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/UP-News-1.jpg)
ઉત્તર પ્રદેશમાં માતાનો દીકરીના લગ્નમાં ડાન્સ દુ:ખનું કારણ બન્યો
Uttar Pradesh News : લગ્નમાં ડાન્સ ન રાખવામાં આવે એવું તમે ક્યારેક જોયું હશે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈના ડાન્સના કારણે વરરાજાએ લગ્ન કરવાની ના પાડી દીધી હોય? પરંતુ, ઉત્તર પ્રદેશના સંભલમાં આવી જ એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક વરરાજાએ તેની સાસુને ડાન્સ કરતી જોઈને લગ્ન કરવાની ના પાડી દીધી. સાથે જ વરના ભાઈએ દુલ્હનની માતા પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે.
દીકરીના લગ્નમાં માતાએ દે ધના-ધન કર્યો ડાન્સ, વરરાજાએ લગ્ન કરવાની ના પાડી
આ મામલો હયાતનગર પોલીસ સ્ટેશનના સરયાત્રીન ટાઉનનો છે, જ્યાં એક ઘર સુધી જાનનો વરઘોડો આવ્યો હતો. લગ્ન પહેલાની બધી વિધી પૂર્ણ થઈ ગઈ હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ આ દરમિયાન કન્યાની માતા ડીજે પર ડાન્સ કરવા લાગી. જાનૈયાઓને માતાનો ડાન્સ જોઈને નવાઈ લાગી. સંબંધીઓએ મહિલાને રોકવાની કોશિશ કરી પરંતુ તે ના માની અને તેના ડાન્સ પાર્ટનર સાથે ડાન્સ કરવાનું ચાલુ જ રાખ્યું.
વરરાજાના સંબંધીઓએ ગંભીર આક્ષેપો કર્યા
બીજી તરફ, વરરાજાના સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે, દુલ્હનની માતાએ દારૂ પીધો હતો અને તેણે આખા વરઘોડામાં ડાન્સ કર્યો હતો. તેમણે સિગારેટના ધુમાડા પણ ઉડાવ્યા. આ બધું જોઈને વરરાજાએ લગ્ન કરવાની ના પાડી દીધી. દુલ્હનની માતા સગાં-વહાલાં સાથે પોતાના ઘરે પરત ફરી અને જાન પણ પાછી ફરી.
#sambhal सास की हरकतें देखर दूल्हे ने लगाया दुल्हन के बारे में अंदाजा और वरमाला से पहले ही शादी से कर दिया इंकार. मामला उत्तर प्रदेश से संभल का, सास ने कुछ इस तरह किया था डांस और पी रखी थी शराब, दुल्हन ने भी वरमाला से पहले सबको दिया फ्लाइंग kiss और मिलाया था हाथ #UttarPradeshpic.twitter.com/cv6pWUtTPQ
— Archana Sharma Shukla (@archanasharmas6) July 2, 2023
વરરાજાના ભાઈએ કહ્યું કે, કન્યાની માતા બારાતીઓ સાથે હાથ મિલાવતી હતી અને બધાને ફ્લાઈંગ કિસ આપી રહી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જ્યારે વરમાલા વિધિ કરવામાં આવી રહી હતી, ત્યારે કન્યાની માતા નૃત્યમાં વ્યસ્ત હતી.
આ પણ વાંચો - અમિતાભ બચ્ચને સોનિયા ગાંધીના એક મહાન જ્યોતિષ પાસે ‘જન્માક્ષર’ બનાવ્યા, રાજકારણમાં ન જવાની સલાહ આપી
તો, આ લગ્ન તૂટવાનું કારણ દુલ્હનની માતા બની હતી, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો કહે છે કે, મા બિન્દાસ થઈ ડાન્સ કરે તો શું ગુનો છે, પાપ છે? તો ત્યાં કેટલાક લોકોએ કહ્યું છે કે, માતાએ દીકરીના લગ્નમાં આવું ન કરવું જોઈએ. માતા પર મોટી જવાબદારી હોય છે. જો તે નશામાં રહે છે અને નૃત્યમાં વ્યસ્ત રહે છે, તો દુલ્હો નારાજ થાય જ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us