ભારતના પ્રખ્યાત રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલીને ‘અમૃત ઉદ્યાન’ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રવિવારે (29 જાન્યુઆરી, 2023) અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન કરશે. સાથે જ મુગલ ગાર્ડનનું નામ બદલવા ઉપરાંત અમૃત ઉદ્યાનમાં પણ અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. આ વખતે બગીચાઓ (હર્બલ ગાર્ડન, બોંસાઈ ગાર્ડન, સેન્ટ્રલ લૉન, લોંગ ગાર્ડન અને સર્ક્યુલર ગાર્ડન) લગભગ બે મહિના સુધી ખુલ્લા રહેશે. આ ઉદ્યાન મંગળવારે (31 જાન્યુઆરી, 2023) સામાન્ય લોકો માટે ખુલશે અને 26 માર્ચ, 2023 સુધી ખુલ્લો રહેશે. 28 માર્ચથી, બગીચા નીચેના દિવસોમાં સ્પેશિયલ કેટેગરીઓ માટે ખુલ્લા રહેશે-
ખેડૂતો અને દિવ્યાંગો માટે આ દિવસે ખુલ્લુ રહેશે ‘અમૃત ઉદ્યાન’:-
- 28 માર્ચે અમૃચ ઉદ્યાન ખેડૂતો માટે ખુલ્લુ રહેશે.
- દિવ્યાંગ વ્યક્તિઓ માટે ઉદ્યાન 29 માર્ચ ખુલ્લુ રહેશે.
- 30 માર્ચે સંરક્ષણ દળો, અર્ધલશ્કરી દળો અને પોલીસના જવાનો માટે ખુલ્લું મુકાશે.
- 31મી માર્ચના રોજ આદિવાસી મહિલા સ્વસહાય જૂથ સહિતની મહિલાઓ માટે ખુલ્લુ રહેશે.
વોક-ઇન વિઝિટરોને માટે પણ ઉદ્યાનમાં પ્રવેશ મળે તેવી શક્યતા છે. જો કે, તેઓએ સર્વિસ કાઉન્ટરોની સાથે સાથે રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 12 પાસેના સેલ્સ સર્વિસ કિઓસ્ક પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. મુલાકાતીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત વધારે ભીડથી બચવા અને સમય બચાવવા અગાઉથી તેમનો મુલાકાતનો સમય ઓનલાઈન બુક કરી લે. બધા મુલાકાતીઓ માટે અમૃત ઉદ્યોગનમાં એન્ટ્રી અને એક્ઝિટ નીકળો ગેટ નંબર-1 થી જ થશે.
અમૃત ઉદ્યાનમાં આ વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ:-
આ ઉદ્યોગની મુલાકાતે આવતા લોકોને ગાર્ડનની અંદર કોઈપણ બ્રીફકેસ, કેમેરા, રેડિયો/ટ્રાન્ઝિસ્ટર, બોક્સ, છત્રી, ખાદ્યપદાર્થો સાથે ન લાવવા અપીલ કરવામાં આવી છે. તેઓ બાળકો માટે મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ચાવી, પર્સ/હેન્ડબેગ, પાણીની બોટલ અને દૂધની બોટલ લઈ જઈ શકે છે.
મુગલ ગાર્ડનહવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે
આ વર્ષના ગાર્ડન ફેસ્ટિવલમાં ઘણા અન્ય આકર્ષણોની વચ્ચે મુલાકાતીઓ ખાસ ઉગાડવામાં આવેલી ટ્યૂલિપ્સની 12 અનોખી જાતો પણ જોઈ શકશે જે તબક્કાવાર ખીલવાની અપેક્ષા છે. લોકો મુલાકાત દરમિયાન કોઈ ચોક્કસ ફૂલ, છોડ અથવા વૃક્ષ વિશે વધુ માહિતી મેળવવા બગીચાઓમાં મૂકવામાં આવેલા QR કોડને સ્કેન કરી શકશે.
રાષ્ટ્રપતિ ભવનના બગીચા ઉપરાંત, લોકો રાષ્ટ્રપતિ ભવન સપ્તાહમાં પાંચ દિવસ (બુધવારથી રવિવાર) અને રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમની પણ અઠવાડિયામાં છ દિવસ (મંગળવારથી રવિવાર) મુલાકાત લઇ શકે છે તેમજ 20 ઓક્ટોબરે ચેન્જ-ઓફ-ગાર્ડ સમારોહની પણ જોઇ શકે છે.