મુકેશ અંબાણી ફરી દાદા બન્યા, આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ પુત્રીને જન્મ આપ્યો

Akash ambani Shloka born baby girl : મુકેશ અંબાણીના ઘરે ફરી ખુશીનો માહોલ છે. તેમના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા અંબાણીએ આજે પુત્રીને જન્મ આપ્યો છે.

Akash ambani Shloka born baby girl : મુકેશ અંબાણીના ઘરે ફરી ખુશીનો માહોલ છે. તેમના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા અંબાણીએ આજે પુત્રીને જન્મ આપ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Akash ambani Shloka Ambani

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ ડિસેમ્બર 2020માં પહેલીવાર માતાપિતા બન્યા હતા. (ફાઇલ)

મુકેશ અંબાણીના ઘરે નવા સભ્યનું આગમન થયું છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ફરી દાદા-દાદી બન્યા છે. તેમના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા અંબાણીએ આજે પુત્રીને જન્મ આપ્યો છે. નોંધનિય છે કે, મુંબઇમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે અંબાણી પરિવારની મોટી પુત્રવધુ બેબી બમ્પ સાથે દેખાતા તેઓ બીજી વાર માતા બનવાના સમાચાર વહેતા થયા હતા. તમને જણાવી દઇયે કે આકાશ અને શ્લોકા અંબાણીને એક પુત્ર છે અને તેનું નામ પૃથ્વી અંબાણી છે.

Advertisment

આકાશ-શ્લોકાના 2019માં લગ્ન બંધનમાં બંધાયા

મુકેશ અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતા 9 માર્ચ, 2019 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા. તો ડિસેમ્બર 2020માં શ્લોકા અંબાણીએ પુત્ર પૃથ્વીને જન્ આપ્યો હતો. આકાશ અને શ્લોકા સ્કૂલના સમયથી સાથે છે અને બંને બાળપણથી એકબીજાને ઓળખે છે અને તેમનું અફેર લાંબા સમય સુધી ચાલ્યું અને બાદમાં બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.

publive-image
આ નેકલેસની કિંમત કરોડો રૂપિયામાં છે.

અંબાણી અને મહેતા પરિવારને જ્યારે આકાશ અને શ્લોકા વચ્ચેના પ્રેમ સંબંધની જાણ થી તો તેઓ બહુ ખુશ થયા હતા.

isha ambani ajay piramal

નોંધનીય છે કે, થોડાંક મહિના અગાઉ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીએ જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. તમને જણાવી દઇયે કે આકાશ અને ઇશા પણ જુડવા ભાઇ - બહેન છે. ઇશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ આનંદ પિરામલ સાથે થયા હતા.

Advertisment
ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities બિઝનેસ મુકેશ અંબાણી દેશ