ગેંગસ્ટર મુખ્તાર અંસારીને ફટકો, એમપી-એમએલએ કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી, 5 લાખનો દંડ પણ ફટકાર્યો

Mukhtar Ansari : મુખ્તાર અંસારીની સાથે સોનુ યાદવને પાંચ વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે

Mukhtar Ansari : મુખ્તાર અંસારીની સાથે સોનુ યાદવને પાંચ વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Mukhtar Ansari | Gangsters Act case

ગસ્ટર મુખ્તાર અંસારી (ફાઇલ ફોટો)

Mukhtar Ansari Gangsters Act case : માફિયા મુખ્તાર અંસારીને મોટો ઝટકો લાગ્યો છે. ગાજીપુરની એમપી-એમએલએ કોર્ટે ગેંગસ્ટર કેસમાં 10 વર્ષની સજા સંભળાવી છે. આ સાથે કોર્ટે 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ગાઝીપુરના કરંડા પોલીસ સ્ટેશનમાં મુખ્તાર અંસારી વિરુદ્ધ કપિલદેવ સિંહની હત્યાનો કેસ નોંધાયો હતો. જેનાપર એમપી-એમએલએ કોર્ટના જજ અરવિંદ કુમાર મિશ્રાની કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. મુખ્તારની સાથે સોનુ યાદવને પાંચ વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Advertisment

આ પહેલા અન્ય એક ગેંગસ્ટર કેસમાં પણ 10 વર્ષની સજા થઇ ચૂકી છે. મુખ્તાર અંસારીની મુશ્કેલી ઓછી થવાની નથી કારણ કે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયના ભાઈ અવધેશ રાયની હત્યાના કેસમાં પણ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હાલ મુખ્તાર બાંદા જેલમાં બંધ છે.

સુનાવણી માટે મુખ્તારને બાંદા જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, ચુકાદો સાંભળ્યા બાદ તેના ચહેરા પર અજીબોગરીબ બેચેની જોવા મળી હતી. તે તણાવમાં હતો. 2009માં મુખ્તાર અંસારી પર કરંડા વિસ્તારના સબુઆના રહેવાસી કપિલદેવ સિંહની હત્યા અને મુહમ્મદાબાદના આમિર હસનની હત્યાના પ્રયાસના આરોપમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 17 ઓક્ટોબરે કોર્ટમાં બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ હતી. કોર્ટે ગુરુવારે બંનેને દોષી ઠેરવ્યા હતા.

આ પણ વાંચો - કતરમાં ફાંસીની સજા મેળવનાર પૂર્વ નૌસૈનિકોને શું મોદી સરકાર બચાવી શકે છે?

Advertisment

ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં પણ મુખ્તાર અંસારી પર ગેંગસ્ટર એક્ટ લગાવવામાં આવ્યો હતો. આ કેસમાં 29 એપ્રિલ 2023ના રોજ એમપી-એમએલએ કોર્ટે મુખ્તાર અંસારીને 4 લાખ રૂપિયાના દંડની સાથે 10 વર્ષની સજા સંભળાવી હતી.

ઉત્તર પ્રદેશ ક્રાઇમ ન્યૂઝ દેશ