Mulayam Singh Yadav Passes Away: સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. 82 વર્ષની ઉંમરે તેમણે ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ આઈસીયુમાં દાખલ હતા. સપા પ્રમુખ અખિલેશ યાદવે ખુદ મુલાયમ સિંહના નિધનની જાણકારી આપી હતી. અખિલેશ યાદવે સપાના ટ્વિટર હેન્ડલના માધ્યમથી કહ્યું હતું કે મારા આદરણિય પિતાજી અને સૌના નેતાજી રહ્યા નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાયત સિંહ યાદવના નિધન ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે “મુલાયમ સિંહ યાદવજી એક વિલક્ષણ વ્યક્તિત્વના ધની હતા. તેઓ એક વિનમ્ર અને જમીન સાથે જોડાયેલા નેતાના રૂપમાં વખણાયેલા છે. તેઓ લોકોની સમસ્યાઓ પ્રતિ સંવેદનશીલ હતા. તેમણે સાચા મનથી લોકોની સેવા કરી અને લોકનાયક જેપી અને ડો. લોહિયાના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
મુલાયમ સિંહ યાદવજીએ ઉત્તર પ્રદેશ અને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેઓ કટોકટી સમય લોકતંત્ર માટે એક પ્રમુખ સૈનિક હતા. રક્ષામંત્રીના રૂપમાં તેમણે એક મજબૂત ભારત માટે કામ કર્યું અને તેમણે સંસદીય હસ્તક્ષેપ વ્યવાહારિક અને રાષ્ટ્રીય હિતને આગળ વધારવા માટે ભાર આપ્યો હતો.”
વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં વધું લખ્યું હતું કે “જ્યારે અમે પોત પોતાના રાજ્યોના મુખ્યમંત્રીઓના રૂપમાં કામ કર્યું ત્યારે મુલાયમ સિંહ યાદવજી સાથે મારી અનેકવખત વાતચીત થઈ હતી. ઘનિષ્ટતા ચાલુ રહી અને મેં હંમેશા તેમના વિચારોને સાંભળવા માટે ઉત્સુક હતા. તેમના પરિવાર અને લાખો સમર્થકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ”