scorecardresearch

મુલાયમ સિંહ યાદવનું નિધનઃ જ્યારે મુલાય સિંહ યાદવ અને કાશીરામ રાણાએ મળીને બીજેપીને આપી હતી ધોબી પછાડ, વાંચો આખો કિસ્સો

Mulayam Singh Yadav Passes Away: વર્ષ 1990ના એક કિસ્સા અંગે વાત કરીએ તો જ્યારે મુલાયમ સિંહ યાદવે દલિત નેતા અને બીએસપીના સંસ્થાપક કાશીરામની સાથે મળીને બીજેપીના વિજય રથને રોક્યો હતો.

મુલાયમ સિંહ યાદવનું નિધનઃ જ્યારે મુલાય સિંહ યાદવ અને કાશીરામ રાણાએ મળીને બીજેપીને આપી હતી ધોબી પછાડ, વાંચો આખો કિસ્સો
મુલાયમ સિંહ યાદવ અને કાશિરામ રાણાની ફાઈલ તસવીર

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું સોમવારે સવારે નિધન થયું છે. મુલાયમ સિંહ યાવદ સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ છે. વર્ષ 1990ના એક કિસ્સા અંગે વાત કરીએ તો જ્યારે મુલાયમ સિંહ યાદવે દલિત નેતા અને બીએસપીના સંસ્થાપક કાશીરામની સાથે મળીને બીજેપીના વિજય રથને રોક્યો હતો. મુલાયમ સિંહ યાદવ અને કાશીરામ રાણાનું એક થવું સરળ ન્હોતું. પરંતુ એ સમયે જાણિતા ઉદ્યોગપતિ જ્યંત મલ્હોત્રાએ બંને નેતાઓને સાથે લાવવાની મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઉલ્લેખનીય છે કે 1990ના દાયકામાં રામ જન્મભૂમિ આંદોલન પોતાની ચમરસીમા ઉપર હતું. ઉત્તર પ્રદેશમાં બીજેપીની સરકાર હતી. મુલાયમ સિંહ યાદવ અને કાશીરામ બંને નેતાઓ બીજેપીને સત્તથી ઉથલાવવા નીકળ્યા હતા. આ વચ્ચે 6 ડિસેમ્બર 1992માં બાબરી મસ્જીદ તોડવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશને રદ કરવાની હતી. પરંતુ કલ્યાણ સિંહે પહેલા રાજીનામું આપી દીધું હતું. જેના કારણે બીજેપીની સરકાર પડી ભાંગી.

BJPની સરકાર પડી ભાંગ્યા બાદ ચૂંટણી થવાની હતી. જનતાના મૂડને જોતા કોઈપણ પક્ષ માટે એકલા બીજેપીને રોકવી મુશ્કેલ હતી. ઉદ્યોગપતિ જ્યંત મલ્હોત્રાએ મુલાયમ સિંહ યાદવની મુલાકાત કરી હતી. અશોકા હોટલમાં પોતાના રૂમમાં કાશીરામ અને મુલાયમ સિંહ યાદવની મુલાકાત કરાવી હતી. બંને મુલાકાત સફળ રહી હતી. આવનારી વિધાનસભા ચૂંટણીમાં બંને નેતા ગઠબંધન કરવા માટે રાજી થયા હતા. જોકે, ત્યારબાદ સમાજવાદી પાર્ટી અને બીએસપી વચ્ચે ગઠબંધન થયું હતું.

જોકે, ગઠબંધન ક્યારેય વૈચારિક ન્હોતું. આ માત્ર રણનીતિક ગઠબંધન હતું. જેનો હેતુ બીજેપીને સત્તામાં આવવાથી રોકાવાનો હતો. પરંતુ મુલાયમ સિંહ યાદવ અને કાશીરામ બંન નેતાઓએ એક બીજાને આશ્વસ્ત કર્યા કે વોટ ટ્રાન્સફર હશે. કાશીરામે ઈટાવાથી ચૂંટણી લડી જ્યારે મુલાયમ સિંહ યાદવે જસવંત નગર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી. 1993ની વિધાનસભા ચૂંટણી સપા અને બસપા ગઠબંધનને કુલ 176 સીટો મળી હતી. જોકે, ચૂંટણીમાં બંને પક્ષોના ગઠબંધનને બહુમતી ન મળી. જોકે, અપક્ષ અને નાના પક્ષોની મદદથી પ્રદેશમાં સરકાર બનાવી હતી. બીજેપીને રોકવાનો ઇરાદો બંને નેતાઓમાં પુરો દેખાઈ રહ્યો હતો.

આ ગઠબંધનથી માયાવતીને દૂર રાખ્યા હતા. કાશીરામની બેઠકોમાં ભાગ લેતા હતા. માયાવતીએ માત્ર એ સમય પશ્વિમી ઉત્તર પ્રદેશના એ વિસ્તારમાં જ પ્રચાર કર્યો જ્યાં દલિતોની સંખયા વધારે હતી. બીબીસીના એક રિપોર્ટ અનુસાર અજય બોસ માયાવતીની જીવનીમાં લખ્યું હતું કે ‘લખનઉમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન સરકારનો અર્થ કાશીરામ, મુલાયમ સિંહ યાદવ અને માયાવતી માટે અલગ અલગ હતો.’ કાશીરામ માટે એક દલિતો, પછાત જાતી અને મુસલમાનોને એક મંચ ઉપર લાવવાના અભિયાનને પુરો કરવાની દિશામાં આ એક લાંબી છલાંગ હતી.

જ્યારે માયાવતી ગઠબંધનમાં હસ્તક્ષેપ કરવા લાગી તો ત્યારબાદ મુલાયમ સિંહ અસહજ મહેસૂસ કરવા લાગ્યા હતા. બીએસપીના નેતાઓને લાગતું હતું કે સમાજવાદી પાર્ટી અને મુલાયમ સિંહ યાદવ તેમના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એપણ કહેવામાં આવે છે કે કાશીરામ પણ અટલ બિહારી વાજપેયીના સંપર્કમાં હતા જેથી મુલાયમ સિંહ યાદવને સત્તામાંતી હટાવી શકાય.

સમાજવાદી પાર્ટીના નેતા માને છે કે કાશીરામ અને માયાવતીએ મુલાયમ સિંહ યાદવ સામે એવો પ્રસ્તાવ રાખ્યો જે મંજૂર કરવો તેમના માટે શક્ય ન્હોતો અને આ ગઠબંધ તૂટી ગયું હતું.

Web Title: Mulayam singh yadav passes away kashiram rana together gave the bjp a washout