સમાજવાદી પાર્ટીના સ્થાપક અને દેશની રાજનીતિના મજબૂત નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન રાજકારણ માટે પીડાદાયક છે. મુલાયમ સિંહનો પુત્ર અને યૂપીના પૂર્વ મૂખ્યમંત્રી અખિલેશ યાદવે તેમના પિતાના નિધનના સમાચાર આપતા ટ્વિટ કર્યું હતું કે, મારા પિતા અને બધાના નેતા નથી રહ્યાં. ત્યારબાદ મુલાયમ સિંહના નિધન પર રાજકીય નેતાઓ તેમને શ્ર્દ્ધાજંલિ અર્પણ કરી રહ્યાં છે.
પીએમ મોદી થયા ભાવુક
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થતાં નજર આવ્યાં છે. તેમણે એક બાદ એક ટ્વિટ કરીને મુલાયમ સિંહ યાદવ વિશે ખુબ સારી વાત લખી છે. આ સાથે તેમણે મુલાયમ સિંહ સાથેની તેમની કેટલીક તસવીર પણ ટ્વિટ કરી જૂની યાદો તાજા કરી છે. પીએમ મોદીએ તેના ટ્વિટમાં લખ્યું છે કે, મુલાયમ સિંહ યાદવ એક અનોખું વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે એક વિનમ્ર અને જમીન સાથે જોડાયેલા નેતાના સ્વરૂપમાં વ્યાપકપણે પ્રશંસા મેળવી છે. તેઓ લોકોની સમસ્યાઓ પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહ્યા હતાં.
મુલાયમ સિંહ યાદવે હંમેશા લગન સાથે લોકોની સેવા કરી: PM મોદી
મુલાયમ સિંહ યાદવે હંમેશા લગન સાથે લોકોની સેવા કરી છે. તેમણે લોકનાયક જયપ્રકાશ તથા ડો. લોહિયાના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે તેનું જીવન સમર્પિત કરી દીધું હતું. મુલાયમ સિંહ યાદવએ યૂપી અને રાષ્ટ્રીય રાજનીતિમાં તેની અલગ ઓળખ સ્થાપિત કરી હતી. તેઓએ ઇમજન્સીના સમયમાં લોકતંત્ર માટે એક પ્રમુખ સૈનિકની ફરજ બજાવી હતી. રક્ષામંત્રીના રૂપમાં તેમણે એક મજબૂત ભારત બનાવવા માટે કામ કર્યું. તેમજ તેમના સંસદમાં હસ્તક્ષેપ વ્યવહારિક હતા. કારણ કે તેમના મુદ્દાઓ અને હસ્તક્ષેપ રાષ્ટ્રીય હિતને આગળ વધારવા માટે પ્રેરણા આપતા હતા.
‘હું હંમેશા તેમના વિચારો સાંભળવા માટે તત્પર રહેતો’
પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે, જ્યારે અમે અમારા રાજ્યોમાં મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી ત્યારે મુલાયમ સિંહ યાદવજી સાથે મારી ઘણી વાતચીત થઇ હતી તેમજ અમારી વચ્ચે આ સિલસિલો ચાલતો રહ્યો હતો. હું હંમેશા તેમના વિચારો સાંભળવા માટે તત્પર રહેતો હતો. ત્યારે તેમના નિધનના સમાચાર મારા માટે પીડા આપાનારા છે. તેમના પરિવાર અને લાખો સમર્થકો પ્રત્યે સંવેદના |શાંતિ’.
રક્ષામંત્રી રાજનાથ સિંહે યાદ કર્યા
રક્ષામંત્રી રાજનાથ સિંહએ મુલાયમ સિંહ યાદવને યાદ કરતા ટ્વિટમાં લખ્યું હતું કે, રાજકીય વિરોધી હોવા છતાં મુલાયમ સિંહ યાદવ સાથે સૌથી સારા સંબંધ હતા. જ્યારે પણ એમની સાથે મુલાકાત થતી હતી ત્યારે તેઓ ખુલ્લા મનથી તેમના વિચારો અને વિષય પર વાત કરતા હતાં. તેમની સાથે વાતચીત કરવાના ઘણા અવસરો મળ્યા હતાં. ત્યારે તેમની એ યાદો હંમેશા મારી યાદોમાં તાજા રહેશે. દુ:ખની આ ક્ષણે તેમના પરિજનો અને સમર્થકોને મારી સંવેદના.
ગૃહમંત્રી અમિત શાહએ અર્પી શ્રદ્ધાજંલિ
ગૃહમંત્રી અમિત શાહએ તેના ટ્વિટમાં લખ્યું હતું કે, મુલાયમ સિંહ યાદવજી તેમના રાજકારણમાં ધરાવતા કૌશલ્યને લીધે દાયકાઓ સુધી રાજનીતિમાં સક્રિય રહ્યાં. ઇમજન્સીના સમયમાં તેમણે લોકશાહીની પુન:સ્થાપના કરવા માટે બુલંદ અવાજ ઉઠાવ્યો હતો. મુલાયમ સિંહ યાદવને હંમેશા જમીનથી જોડાયેલા જનનેતાના રૂપમાં યાદ કરવામાં આવશે. તેમનું નિધન ભારતીય રાજનીતિના એક યુગનો અંત છે. ત્યારે દુ:ખની આ ક્ષણે તેમના પરિજનો અને સમર્થકો પ્રતિ હું સંવેદના વ્યક્ત કરું છું. ઇશ્વર દિવગંત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
બસપા સુપ્રીમો માયાવતીએ અર્પી શ્રદ્ધાજંલિ
મુલાયમ સિંહ યાદવના નિધન પર બસપા સુપ્રીમો માયાવતીએ તેમને શ્ર્દ્ધાજંલિ અર્પણ કરી છે. તેમણે શ્રદ્ધાજંલિ અર્પણ કરતા ટ્વિટમાં લખ્યું છે કે, સમાજવાદી પાર્ટીના વયોવૃદ્ધ નેતા તેમજ યૂપીના પૂર્વ મુખ્યમંત્રી શ્રી મુલાયમ સિંહ યાદવજીના નિધનના સમાચાર ખુબ જ દુ:ખદાયક છે. તેમનો પરિવાર અને બધા શુભચિંતકો પ્રત્યે મારી ઉંડી સંવેદવના. કુદરત તે બધાને આ દુ:ખ સહન કરવાની હિંમત આપે.
સીએમ યોગીએ અર્પી શ્રદ્ધાજંલિ
સીએમ યોગી આદિત્યનાથે મુલાયમ સિંહના નિધન પર ત્રિદવસીય રાજકીય શોકની ઘોષણા કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી મુલાયમ સિંહ યાદવજીનું નિધન અત્યંત દુ:ખદાયી છે. તેમના નિધનથી સમાજવાદના એક મુખ્ય સ્તંભ એટલે કે સંઘર્ષશીલ યુગનો અંત થયો છે. ઇશ્વરને દિવગંત આત્માની શાંતિની કામના તેમજ શોકમાં ગરકાવ તેમના પરિવાર અને સમર્થકો પ્રતિ હું સંવેદના વ્યક્ત કરું છું. મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર પૂરા રાજકીય સમ્માન સાથે કરવામાં આવશે.