scorecardresearch

મુલાયમ સિંહ યાદવનું નિધનઃ જ્યારે મુલાયમ સિંહે લોકસભામાં પીએમ મોદીને આપ્યા હતા વિજયી ભવઃના આશિર્વાદ

Mulayam Singh Yadav Passes Away: પીએમ નરેન્દ્ર મોદીની નીતિઓના કટ્ટર વિરોધી રહેલા નજીકના લોકોનો પણ ઉલ્લેખ થતો હતો. 2019ની લોકસભા ચૂંટણી પહેલા જ મુલાયમ સિંહ યાદવે વડાપ્રધાન મોદીને ફરીથી ચૂંટણી જીતવાના આશિર્વાદ આપ્યા હતા.

મુલાયમ સિંહ યાદવનું નિધનઃ જ્યારે મુલાયમ સિંહે લોકસભામાં પીએમ મોદીને આપ્યા હતા વિજયી ભવઃના આશિર્વાદ
વડાપ્રધાન મોદી અને મુલાયમ સિંહ યાદવની ફાઇલ તસવીર

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ એક એવા વ્યક્તિ હતા જે વિપક્ષ અને સત્તા પક્ષ બંનેના નેતાઓની નજીક રહેતા હતા. મનમોટાવ હોવા છતાં પણ જ્યારે મુલાયમ સત્તા પક્ષના નેતાઓ સાથે મળતા હતા ત્યારે તેમનો મિજાજ દિલખુશ રહેતો હતો. પીએમ નરેન્દ્ર મોદીની નીતિઓના કટ્ટર વિરોધી રહેલા નજીકના લોકોનો પણ ઉલ્લેખ થતો હતો. 2019ની લોકસભા ચૂંટણી પહેલા જ મુલાયમ સિંહ યાદવે વડાપ્રધાન મોદીને ફરીથી ચૂંટણી જીતવાના આશિર્વાદ આપ્યા હતા.

મોદીને આશિર્વાદ

2019ની ફેબ્રુઆરીની વાત છે. લોકસભામાં મુલાયમ સિંહ યાદવ બોલી રહ્યા હતા. તેમની બાજુમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી બેઠાં હતાં. મુલાયમે કહ્યું હતું કે ‘અમે પ્રધાનંત્રીને શુભેચ્છા પાઠવવા માંગીએ છીએ કે આપે મળીને કામ કર્યું છે. એ સત્ય છે કે જ્યારે જ્યારે અમે તને કોઈ કામ કહ્યું છે ત્યારે તમે એ જ સમયે આદેશ આપી દીધા હતા. આ માટે અમે તમારું સમ્માન કરીએ છીએ.’ મુલાયમ સિંહે વધુમાં કહ્યું હતું કે ‘ હું કહેવા માંગુ છું કે બધા સભ્યો ફરીથી જીતીને આવે. હું કહેવા માંગુ છું કે અમે આટલી બહુમતી લાવી શકતા નથી તો તમે જ વડાપ્રધાન બનો.’ આ નિવેદન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથજોડીને આભાવ વ્યક્ત કર્યો હતો અને સદનમાં પાટલી થપથપાવીને મુલાયમ સિંહ યાદવની વાતને સમર્થન આપ્યું હતું.

મુલાયમ- મોદીના સારા સંબંધો

મુલાયમ અને મોદીના સારા સંબંધો નવી વાત નથી. વડાપ્રધાન મોદી મુલાયમ સિંહના પૌત્રના તિલક સમારોહમાં હાજર થવા માટે સૈફઈ ગયા હતા. મુલાયમ સિંહે એક વખત 2016માં નરેન્દ્ર મોદી માટે લખ્યું હતું કે ‘વડાપ્રધાન મોદીને જુઓ, તેઓ મહેનત અને ધગશથી વડાપ્રધાન બન્યા છે. તેઓ એક ગરીબ પરિવારથી આવે છે. તેઓ પોતાની માતાને પણ છોડી શકતા નથી’.

પીએમ મોદીએ મુલાયમની સાથે સંબંધને યાદ કર્યા

પીએમ મોદીએ મુલાયમના નિધન ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ દુઃખદ પ્રસંગે તેમણે પોતાના જૂના સંબંધોને યાદ કર્યા હતા. પીએમ મોદીએ મુલાયમ સિંહ યાદવ સાથે પોતાની તસવીરો ટ્વીટ કરતા કહ્યું હતું કે જ્યારે અમે બંને પોત-પોતાના રાજ્યના મુખ્યમંત્રીઓ હતા ત્યારે મારી મુલાયમ સિંહ યાદવ સાથે અનેક વખત મુલાકાત થઈ હતી. હું હંમેશા તેમની વાતો અને વિચારો સાંભળવાની કોશિશ કરતો હતો. તેમના નિધનથી મને ખુબ જ દુઃખ થયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાયત સિંહ યાદવના નિધન ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે “મુલાયમ સિંહ યાદવજી એક વિલક્ષણ વ્યક્તિત્વના ધની હતા. તેઓ એક વિનમ્ર અને જમીન સાથે જોડાયેલા નેતાના રૂપમાં વખણાયેલા છે. તેઓ લોકોની સમસ્યાઓ પ્રતિ સંવેદનશીલ હતા. તેમણે સાચા મનથી લોકોની સેવા કરી અને લોકનાયક જેપી અને ડો. લોહિયાના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.

મુલાયમ સિંહ યાદવજીએ ઉત્તર પ્રદેશ અને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેઓ કટોકટી સમય લોકતંત્ર માટે એક પ્રમુખ સૈનિક હતા. રક્ષામંત્રીના રૂપમાં તેમણે એક મજબૂત ભારત માટે કામ કર્યું અને તેમણે સંસદીય હસ્તક્ષેપ વ્યવાહારિક અને રાષ્ટ્રીય હિતને આગળ વધારવા માટે ભાર આપ્યો હતો.”

Web Title: Mulayam singh yadav passes away prime minister modi lokshabha election

Best of Express