Pratip Acharya : મુંબઈ સિવિક બોડી : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બે વર્ષથી મુંબઈ સિવિક બોડીની ચૂંટણીઓ અટકી છે. આ દરમિયાન મુંબઈ સિવિક બોડીએ મુંબઈના અપગ્રેડેશન માટે 500 કરોડ રૂપિયા આપ્યા છે. જેમાં બધા સત્તાધારી ભાજપ-સેના (શિંદે)ના ધારાસભ્યોને મળ્યા છે. વિપક્ષને કશું જ મળ્યું નથી. આ માહિતી ધ ઈન્ડિયન એક્સપ્રેસની તપાસમાં બહાર આવી છે.
મુંબઈ સિવિક બોડી : મુંબઈમાં 36 ધારાસભ્યો છે
મુંબઈમાં કુલ 36 ધારાસભ્યો છે. જેમાં સત્તાધારી ભાજપ-શિંદે શિવસેના ગઠબંધનના 21 અને વિપક્ષના 15 છે. ફેબ્રુઆરી 2023ની નીતિ હેઠળ ધારાસભ્યોને નાગરિકોના કામો માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) પાસેથી ભંડોળ માંગવાની મંજૂરી આપે છે. શાસક ગઠબંધનના 21 ધારાસભ્યોમાંથી દરેકે ડિસેમ્બર 2023 સુધી ભંડોળ માંગ્યું અને મળ્યું છે.
તેનાથી વિપરિત વિપક્ષના 15 ધારાસભ્યો (ઉદ્ધવ બાલ ઠાકરે શિવસેના અને કોંગ્રેસના)માંથી એકને પણ પૈસા મળ્યા નથી. જેમાં 11 જેટલાએ ભંડોળ માંગ્યું હતું. ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા માહિતી અધિકાર કાયદા હેઠળ સત્તાવાર રેકોર્ડ મેળવ્યો હતો અને આ તપાસ કરી છે.
ઈન્ડિયન એક્સપ્રેસે આ મામલે વિપક્ષના 15 ધારાસભ્યોમાંથી દરેક સાથે વાત કરી છે કે શું તેમણે ફંડ માટે અરજી કરે છે અને BMCએ તેને મંજૂરી આપી છે. BMC કમિશનર IS ચહલે મેઇલ પર મોકલવામાં આવેલી પ્રશ્નાવલીનો જવાબ આપ્યો ન હતો.
આ એવા કામો છે જે BMCના ચૂંટાયેલા 227 કોર્પોરેટરો સામાન્ય રીતે કરે છે. પરંતુ દેશની સૌથી ધનાઢ્ય સિવિક બોડી લગભગ બે વર્ષથી ચૂંટાયેલી સંસ્થા વિના કામ કરી છે. 16 ફેબ્રુઆરી 2023ના રોજ BMCએ એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે શહેરને ચલાવવા માટેના ભંડોળને મુંબઈના 36 ધારાસભ્યોને આપવામાં આવશે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 માટે સમાજવાદી પાર્ટીએ જાહેર કર્યા 16 ઉમેદવાર, ત્રણ યાદવ પરિવારના સભ્યો
ફેબ્રુઆરી 2023ના ઠરાવને અનુસરતી મંજૂરીની નોંધમાં કહેવામાં આવ્યું છે કે વિવિધ વિકાસ કાર્યો, માળખાકીય કાર્યો, બ્યુટિફિકેશન વગેરે માટે તેમના સંબંધિત મતવિસ્તારમાં ભંડોળ પૂરું પાડવા માટે ધારાસભ્યો/સાંસદો તરફથી મોટી સંખ્યામાં પત્રો પ્રાપ્ત થયા છે. તેથી 16 ફેબ્રુઆરી 2023ના રોજ એડમિનિસ્ટ્રેટર દ્વારા આ નવી જોગવાઈ માટે મંજૂરી આપવામાં આવી હતી.
મુંબઈ સિવિક બોડી ધારાસભ્યને વધુમાં વધુ 35 કરોડ રૂપિયાની માંગણી કરવાનો અધિકાર હતો
આ જોગવાઈ મુજબ નાગરિક સંસ્થાએ 36 ધારાસભ્યોના મતવિસ્તારમાં નાગરિક કાર્યો કરવા માટે 1,260 કરોડ રૂપિયા, BMC બજેટના લગભગ 2.5 ટકા – અલગ રાખ્યા છે. દરેક ધારાસભ્યને વધુમાં વધુ 35 કરોડ રૂપિયાની માંગણી કરવાનો અધિકાર હતો.
જોકે ફેબ્રુઆરી 2023થી 31 ડિસેમ્બર 2023 વચ્ચેના 10 મહિનામાં મ્યુનિસિપલ કમિશનર અને એડમિનિસ્ટ્રેટર આઈ એસ ચહલે 500.58 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું હતું, જે તમામ ભાજપ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના 21 ધારાસભ્યોને આપવામાં આવ્યા હતા. જ્યારે વિપક્ષના ધારાસભ્યોને કશું આપવામાં આવ્યું નથી.