Mumbai Sayan Railway Station Accident Video : મુંબઈના સાયન રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ નજીવી બાબતે પોતાનો જીવ ગુમાવ્યો છે. વીડિયો જોઈને તમારો પણ આત્મા કંપી જશે. જણાવવામાં આવી રહ્યું છે કે, દંપતી અને એક વ્યક્તિ વચ્ચે નાની વાત પર ઝઘડો થયો હતો. ત્યારબાદ, ધક્કો વાગતા વ્યક્તિ પાટા પર પડી ગયો અને ત્યારે જ ટ્રેન આવી, અને યુવકનું કચડાઈ જતા મોત નિપજ્યું.
મહિલાએ સ્ટેશન પર પુરુષને માર માર્યો
આ ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે જ એક સ્ત્રી પુરુષને જોરથી થપ્પડ મારે છે. બાદમાં પતિ પણ થપ્પડ લગાવે છે, થપ્પડને કારણે વ્યક્તિએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને તે પ્લેટફોર્મ પરથી રેલવે ટ્રેક પર પડી ગયો.
વ્યક્તિનું મોત, દંપતીની ધરપકડ
ટ્રેક પર પડ્યા બાદ તે વ્યક્તિ ઉભો થઈ પોતાની જાતને બચાવી શકે તે પહેલા જ, ટ્રેન આવી અને તે વ્યક્તિ ટ્રેનની અડફેટે આવી ગયો. જો કે સ્ટેશન પર હાજર લોકોએ ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ ઘટનામાં વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે પતિ-પત્નીની ધરપકડ કરી લીધી છે.
VIDEO
સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી પ્રતિક્રિયાઓ
એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘આપણે ભારતીયોને ગુસ્સા પર નિયંત્રણની ગંભીર સમસ્યા છે. એક નાનકડી બબાલોતી ઘણા પરિવારોની જિંદગી બરબાદ કરી દીધી.” કમલ કુમારે લખ્યું, “ટૂંકો ગુસ્સો, ન જાણે કેટલા પરિવારો પરેશાન કર્યા.” મનોજ યાદવ નામના ટ્વિટર યુઝરે લખ્યું, “સ્ટેશન પર કોઈની સાથે બબાલમાં ન પડવું જોઈએ, લોકો પાગલ થઈ રહ્યા છે, ખબર નથી પડતી કે ક્યારે શું કરવું.’ બીજાએ લખ્યું, ‘આજે લોકો નાની નાની બાબતો પર વધુ ઉશ્કેરાઈ જાય છે.’
આ પણ વાંચો – Jamnagar News : રિવાબા જાડેજા, પૂનમ માડમ અને મેયર બીના રાઠોડ વચ્ચે ‘ચપ્પલ’ને લઇને જાહેરમાં તૂ તૂ મૈ મૈ…
@cute_montu ટ્વિટર યુઝરે લખ્યું, ‘કોઈ નાની વાત પર મારવા લાગે છે અને કોઈ પિસ્તોલ કાઢી લે છે. કેટલાક મારી પણ નાખે છે. લોકો સહન કરવાની ક્ષમતા ગુમાવી રહ્યા છે.’ અન્ય એકે લખ્યું, ‘જાહેર સ્થળોએ લડાઈ અને લડાઈ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સ્ટેશન પર લડાઈ-ઝઘડા કરનારાઓ સાથે કડક કાર્યવાહી થવી જોઈએ.





