scorecardresearch

RSS કાર્યકર્તાઓને એક જ જેવો વેશ ધારણ કરાવી કેરળની કોર્ટમાં સાક્ષીઓની સામે ઊભા રખાયા, હત્યાકાંડમાં 11ને ઉમરકેદ

Kerala RSS Workers Convicted: નારાયણન નાયરની હત્યા તેના પરિવાર સામે જ કરવામાં આવી હતી. હત્યાની ઘટનાના નવ વર્ષ બાદ નેય્યાટ્ટિનકરા એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીઓને દોષી ઠેરવીને સજા ફટકારી હતી.

RSS કાર્યકર્તાઓને એક જ જેવો વેશ ધારણ કરાવી કેરળની કોર્ટમાં સાક્ષીઓની સામે ઊભા રખાયા, હત્યાકાંડમાં 11ને ઉમરકેદ
પ્રતિકાત્મક તસવીર

RSS Workers Convicted: કેરળની એક સેશન્સ કોર્ટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 11 કાર્યકર્તાઓને ઉમરકેદની સજા ફટકારી છે. આ ચૂકાદો વર્ષ 2013માં થયેલા અનાવૂર નારાયણન નાયરની હત્યાના મામલામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નારાયણન નાયરની હત્યા તેના પરિવાર સામે જ કરવામાં આવી હતી. હત્યાની ઘટનાના નવ વર્ષ બાદ નેય્યાટ્ટિનકરા એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીઓને દોષી ઠેરવીને સજા ફટકારી હતી.

આ કેસમાં ઉમરકેદની સજાની સાથે નેય્યાટ્ટિનકરા કોર્ટના ન્યાયાધીશ કવિા ગંગાધરને દોષિઓ પર એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 11 નવેમ્બરે સજા ફટકારવામાં આવી હતી. પરંતુ કોર્ટે વિસ્તૃત આદેશ અત્યારે ઉપલબ્ધ થઈ શક્યો નથી.

ઉલ્લેખનીય છે કે એલાન પહેલા કોર્ટમાં દરેક આરોપીઓને એક જેવા કપડા અને એક જેવી હેર સ્ટાઈલમાં પહોંચ્યા હતા. સાક્ષીઓને ભ્રમિત કરવા માટે ટકલા લોકો જેવી વિગ લગાવી હતી.

શું છે આખો મામલો?

વર્ષ 2013માં પાંચ નવેમ્બરે નાયરના પુત્ર શિવપ્રસાદ ઉપર હુમલો કરવા માટે આરએસએસ કાર્યકર્તા તેમના ઘરમાં ઘૂસ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સમયે શિવ પ્રસાદ સીપીએમના વિદ્યાર્થી વિંગ શાખા સ્ટૂડટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અથવા એસએફઆઈના ક્ષેત્ર સચિવ હતા. હુમલા દરમિયાન શિવ પ્રસાદના પિતા નાયર દ્વારા બચાવવા જતાં હુમલાખોરોએ નાયરની હત્યા કરી નાંખી હતી. આ સમયે તેમની પત્ની અને બે પુત્રો પણ હાજર હતા. આ હુમલામાં શિવ પ્રસાદ અને તેમના ભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રિપોર્ટ પ્રમાણે હુમલો રાજનીતિક ઝઘડાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ- કર્ણાટકમાં એક બસ સ્ટેશનને બીજેપી સાંસદે ગણાવી મસ્જિદ, કહ્યું- ના તોડ્યું તો તે પોતે જેસીબી લઇને જશે

દોષીઓના નામ

સેશન્સ કોર્ટ દ્વારા દોષી ઠેરવવામાં આવેલા કેએસઆરટીસી કર્મચારી સંઘના રાજ્ય સચિવ વેલ્લમકોલી રાજશે (47), અજયન (33), બીનૂ (43), ગિરીશ (48), પ્રેમ કુમાર (36), પ્રસાદ કુમાર (35), આરએસએસ પ્રચારક અનિલ (32), ગિરીશ કુમાર (41), અરુણ કુમાર (36), બૈજૂ (42), સાજિકુમાર (43)ના સમાવેશ થાય છે.

Web Title: Murder case the kerala sessions court sentenced rrs activists to life imprisonment

Best of Express