scorecardresearch

ગંગા વિલાસ ક્રૂઝને PM મોદી આપી લીલી ઝંડી : વારાણસી-ડિબ્રૂગઢ ક્રૂઝ પર્યટકોને શું ખાસ મળશે?

Ganga Vilas cruise latest news: એમવી ગંગા વિલાસ ક્રૂઝ વારણસીથી રવાના થઈને 51 દિવસ બાદ 3200 કિલોમિટરનું અંતર કાપીને અસમના ડિબ્રૂગઢમાં પોતાની યાત્રા પુર્ણ કરશે.

MV ganga vilas cruise
વડાપ્રધાન મોદી ગંગા વિલાસ ક્રૂઝને આપશે લીલી ઝંડી

Ganga Vilas cruise Prime minister narendra modi : ગંગા વિલાસ ક્રૂઝ લોન્ચ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 જાન્યુઆરી શુક્રવારે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીથી ગંગા નદી પરના ગંગા વિલાસ ક્રૂઝને લીલી ઝંડી આપી હતી. ગંગા વિલાસ ક્રૂઝની 51 દિવસીય મુસાફરી વિશ્વની સૌથી લાંબી મુસાફરી પૈકીની એક છે. ગંગા વિલાસ ક્રૂઝ 1 માર્ચે અસમના ડિબ્રૂગઢમાં પોતાના અંતિમ સ્થળ સુધી પહોંચશે. ગંગા વિલાસ ક્રૂઝ એની બનાવટ, મુસાફરી, સુવિધા સહિત બાબતે અનોખું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી લાંબા ક્રૂઝને આપી લીલી ઝંડી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (13 જાન્યુઆરી, 2023) વારાણસીથી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ MV ગંગા વિલાસ ક્રૂઝને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કર્યું હતું. કાશીથી બોગીબીલ સુધીની 3200 કિમીની રોમાંચક યાત્રામાં સ્વિત્ઝર્લેન્ડના 32 પ્રવાસીઓ આ ક્રૂઝમાં સામેલ થશે. પ્રસ્થાન પ્રસંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ વારાણસીના રવિદાસ ઘાટ પર હાજર રહ્યા હતા.

ગંગા વિલાસ ક્રૂઝનો માર્ગ

ક્રૂઝ જહાજ, એમવી ગંગા વિલાસ વારણસીથી રવાના થઈને 51 દિવસ બાદ 3200 કિલોમિટરનું અંતર કાપીને અસમના ડિબ્રૂગઢમાં પોતાની યાત્રા પુર્ણ કરશે. આ યાત્રામાં ક્રૂઝ 27 નદીઓ અને અનેક રાજ્યોને પાર કરશે. આ યાત્રા વિશ્વ વિરાસત સ્થળો, રાષ્ટ્રીય ઉદ્યાનો, નદી ઘાટો અને બિહારમાં પટના, ઝારખંડમાં સાહિબગંજ, પશ્વિમ બંગાળણાં કોલકાત્તા, બાંગ્લાદેશમાં ઢાકા અને અસમમાં ગુવાહાટી જેવા પ્રમુખ શહેરો સહિત 50 પર્યટન સ્થળોની યાત્રા પુરી કરશે.

પ્રથમ સફરમાં સ્વિટ્ઝર્લૅન્ડના 32 પ્રવાસીઓ મુસાફરી કરશે

આ સારનાથના બૌદ્ધ સ્થળ વારાણસીમાં પ્રસિદ્ધ ગંગા આરતીને કવર કરવા માટે પિટ-સ્ટોપ બનાવશે. પર્યટકો બિહાર યોગ વિદ્યાલય અને વિક્રમશિલા વિશ્વવિદ્યાલ પણ જશે. ક્રૂઝ બંગાળ ડેલ્ટાની ખાડીમાં સુંદરવનની સાથે સાથે કાંઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનથી પસાર થશે.

બંદર, નોવહન અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આ જહાજ પર્યટન પરિયોજનાનું સંચાલન કરવામાં આવશે. કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ ભારત અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સીમાઓથી યાત્રા કરનાર પર્યટકોની સુરક્ષા ઉપર જણાવતા કહ્યું હતું કે પર્યટકો માટે દરેક પ્રકારની સુવિધા અને સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ભારત સરકાર દેશમાં ક્રૂઝ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં ઉઠાવી રહી છે.

ક્રૂઝ લાઇનર

જહારમાં ત્રણ ડેક છે, બોર્ડ પર 36 પર્યટકોની ક્ષમતાની સાથે 18 સુઇટ્સ, દરેક લક્ઝરી સુવિધાઓથી સજ્જ છે. પહેલી યાત્રામાં સ્વિટ્ઝરલેન્ડના 32 પર્યટક આખી યાત્રા માટે જોડાશે. આ યાત્રમાં પ્રતિ વ્યક્તિ પ્રતિદિન લગભગ 25,000 રૂપિયા ખર્ચ થશે.

આ જહાજમાં ત્રણ ડેક છે, 36 પ્રવાસીઓની ક્ષમતા સાથે 18 સ્યુટ બોર્ડ પર છે, જેમાં તમામ વૈભવી સુવિધાઓ છે.

ઓપરેટરે ધ ઇન્ડિય એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેમણે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એમવી ગંગા વિલાસની આગામી યાત્રાની યોજના પહેલાથી જ બનાવી લીધી છે. અને બુકિંગ પણ ટૂંક સમયમાં શરૂ થશે. ટિકિટ અંતરા નદી પરિભ્રમણની વેબસાઇટથી બૂક કરાવી શકાશે.

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 13 જાન્યુઆરી ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ ભારતીય રાકેશ શર્માનો જન્મદિન

નદી પર્યટન

દેશમાં નદી ક્રૂઝ પર્યટનને વિકસિત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડતા કેન્દ્રીય નૌવહન અને પોર્ટ મંત્રી સર્બાનંદ સોનોવલેએ જણાવ્યું હતું કે આ એક અંદરના વિસ્તારોમાં રોજગારના અવરસ ઊભા કરશે. તેમણે કહ્યું કે દેશમાં આ વિસ્તારમાં વધારે પ્રદર્શન અને ઝડપથી વિકાસ માટે નદી પર્યટન સર્કિટને અત્યારની પર્યટન સર્કિટ સાથે વિકસિ અને એકીકૃ કરવામાં આવશે.

51 દિવસ બાદ 3200 કિલોમિટરનું અંતર કાપીને અસમના ડિબ્રૂગઢમાં પોતાની યાત્રા પુર્ણ કરશે

સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોલકાત્તા અને વારાણસી વચ્ચે આઠ નદી ક્રૂઝ જહાજ ચાલી રહ્યા છે. જ્યારે ક્રૂઝ આંદોલન રાષ્ટ્રીય જળમાર્ગ 2 પર ચાલી રહ્યા છે. ભારત સરકારે દેશના ક્રૂઝ પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં ભર્યા છે. જેમાં માળાકીય ઢાંચાને સરખું કરવું, પોર્ટ ફીનું યુક્તિકરણ, નિષ્કાસન શુલ્કને હટાવવું, ક્રૂઝ જહાજો માટે પ્રાથમિક્તાવાળી બર્થિંગ અને ઇ વીઝા સુવિધાઓને પ્રાવધાનનો સમાવેશ છે. ભારતનું લક્ષ્ય ક્રૂઝ યાત્રી યાતાયાતને વર્તમાનમાં 0.4 મિલિયનથી વધારીને 4 મિલિયન કરવાનું છે. આવનારા વર્ષોમાં ક્રૂઝ પર્યટનની આર્થિક ક્ષમતા 110 મિલિયન ડોલરથી 5.5 બિલિયન ડોલર સુધી વધારવાની આશા છે.

Web Title: Mv ganga vilas cruise prime minister narendra modi green flag today booking route

Best of Express