Myanmar Air Strike: મ્યાનમારે એર સ્ટ્રાઈક કરી, ભારતમાં પડ્યો એક બોમ્બ, મિઝોરમ બોર્ડરના ગામડાઓમાં ભય

Myanmar Air Strike Mizoram border : મ્યાનમાર દ્વારા એર સ્ટાઈક કરવામાં આવી છે, ભારતના મિઝોરમ બોર્ડર પર એર સ્ટાઈકને પગલે ભયનો માહોલ સર્જાયો હતો. ચંફઈ જિલ્લાના અધિકારીના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સરહદ નજીક નદીના કિનારે એક ટ્રકને નુકસાન થયું છે.

Written by Kiran Mehta
Updated : January 12, 2023 11:20 IST
Myanmar Air Strike: મ્યાનમારે એર સ્ટ્રાઈક કરી, ભારતમાં પડ્યો એક બોમ્બ, મિઝોરમ બોર્ડરના ગામડાઓમાં ભય
મ્યાનમારે એર સ્ટ્રાઈક કરી, ભારતમાં મિઝોરમ બોર્ડર પર પડ્યો એક બોમ્બ (Express photo by Tora Agarwala)

Myanmar Air Strike : મ્યાનમાર સેનાએ ભારતની મિઝોરમ સાથેની સરહદ પર બળવાખોર સંગઠનોના કેમ્પ પર એર સ્ટ્રાઈક કરી છે. આ હુમલામાં મ્યાનમારના વિદ્રોહી સંગઠનો સાથે જોડાયેલા કેટલાક લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. જો કે, ભારતની સુરક્ષા સાથે સંકળાયેલા સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, આ હવાઈ હુમલાથી ભારતની સરહદમાં કોઈ નુકસાન થયું નથી.

મિઝોરમ સાથેની ભારતની સરહદ પર મ્યાનમારનું એર સ્ટ્રાઈક

મંગળવારે, મ્યાનમારની સેનાએ મિઝોરમ સાથેની ભારતની સરહદ પર એક મુખ્ય બળવાખોર કેમ્પ પર બોમ્બમારો કર્યો હતો. હવાઈ ​​હુમલાથી રાજ્યના ચંફઈ જિલ્લામાં કેમ્પની નજીકના વિસ્તારોમાં ભય અને ગભરાટ ફેલાયો છે. હવાઈ ​​હુમલા દરમિયાન ઓછામાં ઓછો એક શેલ ભારત તરફ પડ્યો હતો. ચંફઈ જિલ્લાના અધિકારીના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સરહદ નજીક નદીના કિનારે એક ટ્રકને નુકસાન થયું છે.

ચિન રાજ્યના કેમ્પ વિક્ટોરિયા પર હવાઈ હુમલો

મ્યાનમારના અન્ય ભાગોમાં આવા હવાઈ બોમ્બ ધડાકાથી બાંગ્લાદેશ અને થાઈલેન્ડ સાથે તણાવ વધ્યો છે. મ્યાનમારની સૈન્યએ મંગળવારે (10 જાન્યુઆરી) બપોરે ચિન રાજ્યમાં કેમ્પ વિક્ટોરિયા પર હવાઈ હુમલો કર્યો અને તે રાત સુધી ચાલુ રહ્યો. ચિન હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, હુમલામાં પાંચ કેડર, જેમાં બે મહિલાઓ પણ માર્યા ગયા છે. બુધવારે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, મંગળવારે (10 જાન્યુઆરી) મ્યાનમારની સૈન્ય સરકારની સૂચના પર, ચિન નેશનલ આર્મી (CNA)ના વિક્ટોરિયા કેમ્પ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચિન નેશનલ આર્મીએ મ્યાનમારના સૈન્ય-શાસન વિરુદ્ધ બળવો શરૂ કર્યો છે. CNA નું મુખ્ય મથક ભારતના મિઝોરમના ઉત્તર-પૂર્વ રાજ્યમાં મ્યાનમારની સરહદે આવેલા વિક્ટોરિયા કેમ્પમાં છે. આ હેડક્વાર્ટર પર મ્યાનમારની સેનાએ તેના ફાઈટર જેટથી બોમ્બ ફેંક્યા છે.

ભારતની સરહદ પર ટ્રકને નુકસાન

મિઝોરમના ફરકોન ગામના રહેવાસીઓ, કેમ્પ વિક્ટોરિયાના 2 થી 5 કિમીની ત્રિજ્યામાં, ગોળીબારનો અવાજ સાંભળીને ગભરાઈ ગયા. બોમ્બનો અવાજ સાંભળીને ટિયાઉ નદીના ભારતીય બાજુના કામદારો તેમના ઘર તરફ ભાગી ગયા હતા. જોકે, આ હવાઈ હુમલા અંગે ભારત તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ભારતીય સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે, બોમ્બ નદીમાં પડ્યો હતો. ચંફઈ જિલ્લામાં સ્થિત મિઝોરમ સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હુમલામાં સરહદની ભારતીય બાજુએ એક ટ્રકને નુકસાન થયું હતું. અધિકારીએ કહ્યું કે, તેઓ આ વિસ્તાર પર નજીકથી નજર રાખી રહ્યા છે પરંતુ કોઈ તાત્કાલિક અસર થઈ નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ