Nagaland Elections Result: નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં શું સ્થિતિ રહેશે અને કયો પક્ષ સત્તામાં આવશે, તે તો સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. શું નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને બીજેપીનું ગઠબંધન નાગાલેન્ડમાં સત્તા જાળવી રાખવામાં સફળ થશે? પાંચ વર્ષ પહેલા સત્તા પરથી દૂર થયેલા કટોકટીગ્રસ્ત નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ને કેટલી બેઠકો મળશે? આ પ્રશ્નોના જવાબો ગુરુવારે વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાતના સ્વરૂપમાં મળી જશે.
છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસ નબળી પડી છે અને NPFની તાકાત પણ ઘટી છે. પ્રાદેશિક અને બિન-પ્રાદેશિક પક્ષોનો સમૂહ દાવો કરે છે કે, તેઓ ચૂંટણી પછી સંભવિત “કિંગમેકર” બની શકે છે. 60 સીટોના જંગમાં આ પાંચ સીટો પર રહેશે ખાસ નજર
ઉત્તરીય અંગામી-I (Northern Angami-I)
મુખ્ય પ્રધાન નેફિયુ રિયો અહીંથી ચૂંટણી લડી રહ્યા છે અને NDPP-BJP ગઠબંધનના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે, તેમની નજર ટોચના પદ પર પાંચમી ટર્મ પર રહેશે. 1989 થી, રિયો આ સીટ પરથી લડાયેલી તમામ રાજ્યની ચૂંટણીઓ જીતી ચૂક્યા છે. જો કે, 2018 થી વિપરીત, જ્યારે તેઓ તેમના પ્રતિસ્પર્ધીએ ઉમેદવારી પાછી ખેંચી લીધા પછી ચૂંટાયા હતા, ત્યારે તેઓ આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસના સેવિલી સચુનો સામનો કરી રહ્યા છે.
તૂઇ (Tyui)
આ મતવિસ્તાર વોખા જિલ્લામાં આવેલો છે. તે નાયબ મુખ્યમંત્રી વાય પૈટનનો ગઢ છે અને તેઓ અહીંથી ભાજપના ઉમેદવાર છે. આ સીટ હંમેશા હોટ રહી છે. આ વખતે પણ વાઈ પૈટન જનતા દળ (યુ)ના પ્રદેશ અધ્યક્ષ સેનચુમો લોથા, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વાય કિકોણ અને અપક્ષ ઉમેદવાર હાયથુંગ ટુન્ગો લોથા સાથે ચતુષ્કોણીય હરિફાઈમાં છે.
ફેક (Phek)
આ બેઠક પરની હરીફાઈ NPF માટે નિર્ણાયક બની રહેશે કારણ કે તેના ધારાસભ્ય પક્ષના નેતા અને સેકન્ડ-ઈન-કમાન્ડ કુઝોલુઝો અઝો નીનુ અહીંથી પાંચમી ટર્મ માટે જીત ઈચ્છી રહ્યા છે. NPFના લગભગ તમામ અગ્રણી ચહેરાઓ NDPPમાં જોડાઈ ગયા છે અને પાર્ટી માત્ર 22 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીના મનોબળ માટે નીનુનું ભાગ્ય મહત્વપૂર્ણ રહેશે. નીનુનો મુકાબલો એનડીપીપીના કુપોતા ખેસોહ અને કોંગ્રેસના ઝચિલ્હુ રિંગા વાડેઓ સામે છે.
આ પણ વાંચો – ચૂંટણી 2023ના તમામ પરિણામ તથા અપડેટ જોવા માટે અહીં ક્લિક કરો
એટોઇઝુ (Atoizu)
બીજેપીની એકમાત્ર મહિલા ઉમેદવાર કહુલી સેમા અહીંથી ઉમેદવાર છે અને તેઓ પ્રબળ દાવેદાર હોવાનું કહેવાય છે. નોંધપાત્ર વાત એ છે કે, રાજ્યમાં ક્યારેય મહિલા ધારાસભ્ય રહી નથી. જાહેર બાંધકામ વિભાગના પૂર્વ મુખ્ય ઇજનેર અને મેદાનમાં ત્રીજા ક્રમના સૌથી ધનિક ઉમેદવાર સેમા, પિક્ટો સામે ચૂંટણી લડી રહી છે, જેમણે છેલ્લી બે ચૂંટણીઓમાં આ મતવિસ્તારમાં જીત મેળવી છે. જ્યારે પિક્ટો 2018 માં NPF ટિકિટ પર જીત્યા હતા, તે 21 ધારાસભ્યોમાંથી એક છે, જે 2021 માં NDPP માં જોડાઈ ગયા હતા, પરંતુ પાર્ટી દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી ન હતી, ત્યારબાદ તેઓ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે.
આ પણ વાંચો – Nagaland Election 2023 Result LIVE: નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામ, મતગણતરી શરુ, કોની બનશે સરકાર?
દીમાપુર III (Dimapur III)
તે ચાર બેઠકોમાંથી એક છે જ્યાં એક મહિલા ચૂંટણી લડી રહી છે. અહીં પાંચ ઉમેદવારો વચ્ચે જંગ છે. ડીપીપીના ઉમેદવાર હેકાની જાખલુને શાસક ગઠબંધનના સમર્પિત ઝુંબેશ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે, પરંતુ તેમના પ્રાથમિક હરીફ વર્તમાન ધારાસભ્ય એઝેટો ઝિમોમી છે. બે વખતના ધારાસભ્ય ઝિમોમીને NDPP દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા ન હતા અને હવે તે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. અન્ય ત્રણ ઉમેદવારો વાટેત્સો લાસુહ (કોંગ્રેસ), લોકપ્રિય કાર્યકર કહુતો ચિશી (અપક્ષ) અને લુન તુંગનુંગ (અપક્ષ) ઉમેદવાર છે.