નરેન્દ્ર મોદી અને અમિત શાહ, કેમ બીજેપી બિગ ટૂ ઉપર વધુ નિર્ભર છે?

પીએમ નરેન્દ્ર મોદી ભાજપનો ચહેરો છે તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોઇપણ ચૂંટણી પહેલા પાર્ટીના સ્ટ્રક્ચરને દિશા, એકજુટતા અને ઉર્જા આપવા માટે પ્રમુખ સંગઠનાત્મક શક્તિ છે

Written by Ashish Goyal
November 14, 2022 17:51 IST
નરેન્દ્ર મોદી અને અમિત શાહ, કેમ બીજેપી બિગ ટૂ ઉપર વધુ નિર્ભર છે?
પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી પ્રમુખ જેપી નડ્ડા. (Express file photo)

લિઝ મૈથ્યુ : હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પહેલા 12 નવેમ્બરે સોલનમાં એક રેલી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સ્પષ્ટ ટિપ્પણી કરતા કહ્યું હતું કે યાદ રાખો ભાજપના ઉમેદવાર કોણ છે? તમારે કોઇને યાદ કરવાની જરૂર નથી બસ ફક્ત કમળને યાદ રાખજો. વોટ દેતા સમયે કમળનું ફૂલ જોવા મળે તો સમજી લેવું કે આ બીજેપી છે, આ મોદી છે જે તમારી પાસે આવ્યા છે. કમળના ફૂલ માટે તમારો દરેક વોટ આશીર્વાદ તરીકે સીધો મોદીના ખાતામાં જશે.

સત્તા વિરોધી લહેર વચ્ચે પ્રધાનમંત્રી મોદી મેદાનમાં

આ ચૂંટણીમાં ભાજપાના મુખ્યમંત્રીઓને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં ભાજપા પ્રચારના અંતિમ સપ્તાહોમાં વિશ્વાસ કરી રહી છે કે પ્રધાનમંત્રી આ દરમિયાન મેદાનમાં જોવા મળે. તે ભીડને યાદ અપાવે છે કે તે દિલ્હીમાં તેમના માટે હાજર છે. જ્યાં મોદી ભાજપનો ચહેરો છે તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોઇપણ ચૂંટણી પહેલા પાર્ટીના સ્ટ્રક્ચરને દિશા, એકજુટતા અને ઉર્જા આપવા માટે પ્રમુખ સંગઠનાત્મક શક્તિ છે. ઉદાહરણ તરીકે ગુજરાતને લઇ લો જ્યાં અમિત શાહ રાજ્ય ભાજપાના મામલાથી દૂર જોવા મળ્યા અને કેન્દ્રમાં પાર્ટીના વાસ્તવિક રાષ્ટ્રીય પ્રમુખના રુપમાં વધારે વ્યસ્ત હતા. ત્યાં સુધી કે રાજ્ય કાર્યકારિણીની બેઠક જે ગત વર્ષે મુખ્યમંત્રીના પરિવર્તનના થોડા દિવસ પહેલા થઇ હતી. જેમાં ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2021માં વિજય રૂપાણીના સ્થાને સીએમ બન્યા હતા. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભાગ લીધો હતો. જેમાં અમિત શાહ હાજર ન હતા.

આ પણ વાંચો – ભાજપ માટે ફરી જીતનો મદાર મોદી પર, જાતિનું રાજકારણ, આપ એક પડકાર!

અમિત શાહનું ચૂંટણી મેદાનમાં આવવું

અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીનો ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર જોતા અને ગંભીર દાવેદાર માનવામાં આવ્યા પછી અમિત શાહે મેદાનમાં આવવું પડ્યું છે. તે ઓક્ટોબરના મધ્યથી પાર્ટીના ચૂંટણી પ્રચાર પર નિયંત્રણ, બૂથો, જિલ્લાથી લઇને રાજ્ય સ્તર સુધીના નેતાએ સાથે મેરેથોન બેઠક કરી રહ્યા છે. તેનાથી એ ખબર પડે છે કે મોદી અને શાહની છાયામાં ભાજપાને દેશને ખૂણા-ખૂણામાં લઇ જવા માટે આક્રમક અભિયાનો અને આઉટરિચ કાર્યક્રમો છતા નેતાઓએ પાર્ટીને રાજ્ય ઇકાઇઓમાં ઉઠવા માટે સંઘર્ષ કર્યો છે. દર મહિને ભાજપાના પદાધિકારીઓ, કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને જમીન પર બન્યા રહેવા, મતદાતાઓ સુધી પહોંચવા અને મોદી સરકારના સારા કાર્યો વિશે બતાવવા માટે રાષ્ટ્રીય નેતૃત્વથી નિર્દેશ મળે છે.

હિમાચલ ચૂંટણીમાં પણ પીએમ મોદીની ભૂમિકા

હિમાચલમાં ભાજપને ઘણો વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો. માનવામાં આવે છે કે મોદીએ નારાજ ચાલી રહેલા નેતાઓમાંથી એક કૃપાલ પરમારને શાંત રાખવા માટે ફોન કર્યો હતો. કોલની રેકોર્ડિંગ વાયરલ થયા પછી વિપક્ષે બીજેપી પર પહાર કર્યો હતો. જોકે પાર્ટીએ ના તો આ વિશે કોઇ આધિકારિક પૃષ્ટી કરી છે કે ના કોઇ ઇન્કાર કર્યો છે. એક શીર્ષ નેતાએ કહ્યું કે ફોનમાં શું ખોટું હતું. આ દેખાડે છે કે મોદી પોતાના નેતાઓના સીધા સંપર્કમાં છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ