/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Narendra-Modi-Birthday-1.jpg)
પીએમ નરેન્દ્ર મોદી જન્મ દિવસ
Narendra Modi Birthday : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એટલે કે 17 સપ્ટેમ્બરે 73 વર્ષના થઈ ગયા. પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ના રોજ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. 2001 માં નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. બરાબર 13 વર્ષ પછી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. અને પીએમ બન્યા પછી નરેન્દ્ર મોદીએ એવા ઘણા સુધારા કર્યા, જેને દેશવાસીઓએ ખૂબ પસંદ કર્યા.
જાણીએ મોદી સરકારના પાંચ સૌથી મોટા સુધારા
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)
GST એ મોદીના સુધારાનું સર્વોચ્ચ બિંદુ છે. 1 જુલાઈ, 2017 થી અમલમાં આવેલ છ વર્ષ જૂના GST એ 13 લાખ કરદાતાઓને એકીકૃત પરોક્ષ કર પ્રણાલીમાં લાવ્યા. શરૂઆતના દિવસોમાં જીએસટીમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. જો કે પાછળથી તે મહિના-દર-મહિનાના આધારે રેકોર્ડ કલેક્શન સાક્ષી બનતો રહ્યો. વિરોધ પક્ષોએ જીએસટીનો વિરોધ કર્યો હતો, પરંતુ મોદી સરકાર પોતાના નિર્ણય પર અડગ રહી હતી.
UPI
UPI એ ભારતની બિઝનેસ કરવાની રીતમાં ક્રાંતિ લાવી દીધી છે. ચા ના સ્ટોલથી લઈ સુપરમાર્કેટમાં કરિયાણું ખરીદવા સુધી, મોંઘી કે સસ્તી વસ્તુઓ માટે ચૂકવણી કરવા અને પૈસા ટ્રાન્સફર કરવા માટે, UPI એ પસંદગીનો ચુકવણી વિકલ્પ બની ગયો છે. તેની ભારે લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં UPI દ્વારા ટ્રાન્ઝેક્શન વોલ્યુમની દ્રષ્ટિએ રૂ. 19.65 બિલિયન અને મૂલ્યની દ્રષ્ટિએ રૂ. 32.5 લાખ કરોડથી વધુ હતા. આંકડા અનુસાર, આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કુલ ડિજિટલ વ્યવહારોમાં UPI નો હિસ્સો 42 ટકા હતો.
JAM ટ્રિનિટી
આર્થિક સર્વે 2014-15 માં સૌપ્રથમ પ્રસ્તાવિત, જન ધન-આધાર-મોબાઇલ (JAM) એ મોદી સરકારનો બીજો મોટો સુધારો છે. તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ 2016માં જન ધન યોજના, આધાર અને તમામ લાભાર્થીઓના મોબાઈલ નંબરને લિંક કરવાની જાહેરાત કરી હતી. આનાથી સરકારને સબસિડીના લીકેજને રોકવામાં મદદ મળી અને ગરીબોને તેમના માટે બનાવવામાં આવેલી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે તેની ખાતરી કરી. તો સાથે ઘણા લોકોને બેંકિંગ ક્ષેત્રમાં લાવ્યા જેઓ આર્થિક રીતે વંચિત હતા. આ યોજના કોવિડના સમયમાં ગેમ ચેન્જર સાબિત થઈ કારણ કે, સરકાર લોકોને સીધી મદદ કરી શકે છે.
ગતિ શક્તિ
મોદી સરકારે ઓક્ટોબર 2021 માં પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન લોન્ચ કર્યો હતો. રૂ. 100 લાખ કરોડના મેગા પ્લાનથી કનેક્ટિવિટીમાં સુધારો કરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રચના દ્વારા વ્યવસાયિક કામગીરીમાં લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા સુનિશ્ચિત થવાની અપેક્ષા છે. 2040 સુધીમાં 20 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના ભારતના ધ્યેયના એક અભિન્ન ભાગ તરીકે ઓળખાતા, માસ્ટર પ્લાનથી મોટા પાયે રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો - સાપ્તાહિક રાશિફળ 18 થી 24 સપ્ટેમ્બર 2023: કોનું બેંક બેલેન્સ વધશે, કોણે સાવધાન રહેવું? જાણો રાશિ પ્રમાણે ભવિષ્ય
PLI યોજના
ઉત્પાદન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના 2020-21 માં 14 મુખ્ય ઉત્પાદન ક્ષેત્રોમાં શરૂ કરવામાં આવી હતી, જેથી મેક ઇન ઇન્ડિયા પહેલને ખૂબ જ જરૂરી પ્રોત્સાહન મળે. PLI યોજના વ્યૂહાત્મક વૃદ્ધિના ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, જ્યાં ભારતને તુલનાત્મક ફાયદો છે. આમાં સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવું, સપ્લાય ચેનનું નિર્માણ કરવું, ભારતીય ઉદ્યોગોને વધુ સ્પર્ધાત્મક બનાવવું અને નિકાસની સંભાવના વધારવાનો સમાવેશ થાય છે. PLI સ્કીમથી MSME ઇકો-સિસ્ટમને ફાયદો થવાની અપેક્ષા છે અને ઉત્પાદન અને રોજગારમાં પણ વધારો થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us