લોરેન્સ બિશ્નોઈ સહિત 10થી 12 ગેંગસ્ટરને ઉત્તર ભારતની જેલમાંથી આંદામાન મોકલવા NIAનું ગૃહ મંત્રાલયને સૂચન

NIA ask gangsters shift Andamans : સૂત્રોના જણાવ્યા અનુસાર, NIA ગેંગસ્ટરોને આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરવાના વિકલ્પ અંગે પણ વિચારણા કરી રહી છે, જ્યાં વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ અને તેના સાથીઓ હાલમાં બંધ છે.

NIA ask gangsters shift Andamans : સૂત્રોના જણાવ્યા અનુસાર, NIA ગેંગસ્ટરોને આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરવાના વિકલ્પ અંગે પણ વિચારણા કરી રહી છે, જ્યાં વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ અને તેના સાથીઓ હાલમાં બંધ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
NIA ask gangsters shift Andamans jails

આ અગાઉ ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં NIAએ ઉત્તર ભારતની જેલોમાંથી ઓછામાં ઓછા 25 કુખ્યાત અપરાધીઓને દક્ષિણના રાજ્યોમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. આ યાદીમાં પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના મુખ્ય આરોપી લોરેન્સ બિશ્નોઈનો પણ સમાવેશ થાય છે.

મહેન્દ્રસિંહ મનરાલ) NIA ask gangsters shift to Andamans : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દિલ્હી, પંજાબ અને હરિયાણાની જેલોમાં બંધ 10-12 ગેંગસ્ટરોને અન્ય જેલોમાં ખસેડવા માટે ગૃહ મંત્રાલય (MHA) સાથે ચર્ચા કરી છે. આ મોસ્ટ વોન્ટેડ અપરાધીઓને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી છે. આ ગેંગસ્ટરો જેલમાં રહેની તેમની અપરાધિક ગેંગ ચલાવતા હોવાની શંકા છે.

Advertisment

આ અગાઉ ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં NIAએ ઉત્તર ભારતની જેલોમાંથી ઓછામાં ઓછા 25 કુખ્યાત અપરાધીઓને દક્ષિણના રાજ્યોમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. આ યાદીમાં પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના મુખ્ય આરોપી લોરેન્સ બિશ્નોઈનો પણ સમાવેશ થાય છે.

ડિબ્રુગઢ જેલમાં થઇ શકે છે ટ્રાન્સફર

ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રારંભિક દરખાસ્ત ગેંગસ્ટરોને દક્ષિણ ભારતની જેલોમાં ખસેડવાનો હતો, પરંતુ તે લાંબી પ્રક્રિયા હશે કારણ કે રાજ્ય સરકારો પાસેથી પરવાનગી લેવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, “આંદામાન અને નિકોબાર ટાપુઓ કેન્દ્રશાસિત પ્રદેશ હોવાથી અને તેનો વહીવટ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે, તેથી આ પ્રક્રિયામાં ઓછો સમય લાગશે. એજન્સી હાલમાં કાયદાકીય અભિપ્રાય પણ મેળવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NIA ગેંગસ્ટરોને આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરવાના વિકલ્પ અંગે પણ વિચારણા કરી રહી છે, જ્યાં વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ અને તેના સાથીઓ હાલમાં બંધ છે.

જેલમાંથી અપરાધિક ગેંગ ચલાવતા હતા

ઓગસ્ટ 2022માં, NIA એ ઉત્તરન રાજ્યોમાં ઘણા ગેંગસ્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી. તેમાં ભારત અને વિદેશમાં રહેલા અપરાધિક ગેંગ દ્વારા નાણાંકીય ભંડોળ એકઠું કરવા અને આતંકવાદી હુમલાઓ અને સનસનાટીભર્યા ગુનાઓ આચરવા અને યુવાનોની ભરતી કરવા માટે ષડયંત્ર રચવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ગુનાઓમાં લોકોના મનમાં આતંક પેદા કરવાના ઈરાદાથી જાણીતી વ્યક્તિઓની ટાર્ગેટ કિલિંગનો પણ સમાવેશ થાય છે.

Advertisment

જેલમાં રહીને હત્યાનું ષડયંત્ર રચ્યું

સૂત્રોએ જણાવ્યું કે, આ કેસની તપાસ દરમિયાન NIAને જાણવા મળ્યું કે આમાંના મોટાભાગના ગેંગસ્ટરો જેલના સળિયા પાછળ રહીને પણ ગેંગને ઓપરેટ કરી રહ્યા હતા. NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે ઘણા રાજ્યોની જેલોમાં ઘણી હત્યાઓ કરવામાં આવી હતી અને વિદેશમાં રહેલા ગેંગટ્સના એક સંગઠિત નેટવર્ક દ્વારા તેને અંજામ આપવામાં આવ્યો હતો. NIAના એક અધિકારીએ કહ્યું કે અમે આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ્સના દાણચારો વચ્ચેના વધતા જોડાણને તોડવા અને તેમના ફંડિંગ અને નેટવર્કને નષ્ટ કરવા માટે કામગીરી કરી રહ્યા છીએ.

મે મહિનામાં, તિહાર જેલ પ્રશાસને દિલ્હી સરકારના ગૃહ વિભાગને એક લેખિત પ્રસ્તાવ પણ મોકલ્યો હતો, જેમાં સુરક્ષાના કારણોસર અન્ડરટ્રાયલને અન્ય રાજ્યોમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. તેમાં કેદીના ટ્રાન્સફર એક્ટમાં સુધારો કરવાની પણ માંગ કરી હતી જેથી જેલ સત્તાવાળાઓ રાજ્યની પરવાનગી વિના ગેંગસ્ટરને અન્યત્ર ટ્રાન્સફર કરી શકશે.

ગુજરાતી ન્યૂઝ india ક્રાઇમ ન્યૂઝ દેશ