Happy National Voters Day 2024 Wishes : રાષ્ટ્રીય મતદાતા દિવસ, આ સ્લોગન અને મેસેજ સાથે યુવાઓને મતદાન માટે કરો પ્રેરિત

National Voters Day 2024 Wishes, Images, Quotes : રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દર વર્ષે 25 જાન્યુઆરીએ કરવામાં આવે છે

National Voters Day 2024 Wishes, Images, Quotes : રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દર વર્ષે 25 જાન્યુઆરીએ કરવામાં આવે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
National Voters Day Wishes, National Voters Day

25 જાન્યુઆરીએ દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી કરવામાં આવે છે (File Photo)

Happy National Voters Day 2024 Wishes : ભારત એક લોકતાંત્રિક દેશ છે. ભારતનો નાગરિક પોતાના મતદાન દ્વારા સરકાર ચૂંટે છે. ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. 2011થી ચૂંટણી પંચના સ્થાપના દિવસની તારીખ 25 જાન્યુઆરીએ દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી કરવામાં આવે છે. ગુરુવારે ભારત તેનો 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવશે .

Advertisment

રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણીના ભાગરૂપે, તમામ સરકારી કચેરીઓ, સ્વાયત્ત સંસ્થાઓ અને સંસ્થાઓ આ દિવસે પ્રતિજ્ઞા લે છે. દેશભરની શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને મતદાતા દિવસની થીમ પર ચર્ચાઓ અને સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉદ્દેશ્ય યુવા મતદારોને પ્રોત્સાહિત અને સન્માનિત કરીને અને મતદાર નોંધણીમાં વધારો કરીને ચૂંટણીમાં લોકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે મતદાન પ્રત્યે લોકોને જાગૃત કરનાર કેટલાક મેસેજ અને સ્લોગન જણાવી રહ્યા છીએ.

આ પણ વાંચો - રાષ્ટ્રીય મતદાતા દિવસ શું છે? આ વખતે શું છે થીમ, દર વર્ષે 25 જાન્યુઆરીએ કેમ ઉજવાય છે?

Advertisment
National Voters Day 2024 Wishes
મતદાન પ્રત્યે લોકોને જાગૃત કરતા કેટલાક સ્લોગન

મતદાન પ્રત્યે લોકોને જાગૃત કરતા કેટલાક સ્લોગન

  • મારો મત, મારી તાકાત
  • તમારો મત લોકતંત્રનો પ્રાણ છે.
  • હું મતદાન કરીશ અને કરાવીશ.
  • મારો મત, મારું ભવિષ્ય
  • જાગો મતદાતા તમે છો ભારતના ભાગ્ય વિધાતા.
  • ઘર-ઘર મેં સંદેશ દો વોટ દો-વોટ દો.
  • બધા કામ છોડી દો, સૌથી પહેલા વોટ દો.
  • શિક્ષિત મતદાતાથી નેતા પણ ડરે છે.
  • લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાતા.
  • આ છે સૌની જવાબદારી, મત આપે સૌ નર-નારી.
  • યુવાશક્તિના છે ત્રણ કામ, શિક્ષા, સેવા અને મતદાન.
  • ના વ્યશનથી, ના ફેશનથી ભાગ્ય બદલાશે મતદાનથી.
  • મતદાન છે મહાદાન.
  • લોકશાહીની નમ્ર અરજ, મતદાન એ પવિત્ર ફરજ.
  • લોકશાહીનું મૂલ્ય ચુકવો, મતદાન માટે આગળ વધો.
  • મતદાર લોકશાહીનો રાજા છે.
  • મતદાતા જાગે, અધિકાર માંગે.
  • ચાલો કરીએ સૌ મતદાન, દેશને બનાવીએ મહાન.
  • મતદાન આપણી પવિત્ર ફરજ છે.
  • મતદાન લોકશાહીનો પ્રાણ છે.
  • મત આપો, લોકશાહી બચાવો.
  • ભૂલો ભલે બીજુ બધુ મતદાનને ભૂલશો નહીં.
ટ્રેન્ડિંગ ન્યૂઝ india દેશ