ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં એકલા હાથે લડશે. તેમણે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી બીજુ જનતા દળ (બીજેડી) પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે અને આ તેમની યોજના હંમેશાથી રહી છે. મુખ્યમંત્રી નવીન પટનાયક આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેને શિષ્ટાચાર ભેટ ગણાવી હતી.
શું નવીન પટનાયકની જાહેરાત વિપક્ષી એકતા માટે આંચકો છે?
પટનાયકની એકલા ચૂંટણી લડવાની જાહેરાત નીતીશ કુમાર અને વિપક્ષ માટે એક ઝટકા તરીકે જોવામાં આવે છે. કારણ કે નીતિશ કુમાર દેશમાં વિપક્ષોને એક કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. પીએમ મોદી સાથે થયેલી મુલાકાત વિશે વાત કરતા નવીન પટનાયકે કહ્યું કે પીએમે અમારા મુદ્દાઓને લઈને પીએમે દરેક સંભવ મદદની વાત કરી છે.
દિલ્હી પહોંચેલા પટનાયકે કહ્યું કે આ મુલાકાત દરમિયાન અન્ય કોઈપણ દળના નેતાને મળવાની તેમની કોઈ યોજના નથી. જોકે નવીન પટનાયકે આ પહેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી, જે ભાજપના કટ્ટર ટિકાકારોમાં સામેલ છે.
આ પણ વાંચો – લોકતંત્રની જીત થઈ, ઉદ્ધવને નૈતિકતા પર બોલવાનો કોઈ અધિકાર નથી: દેવેન્દ્ર ફડણવીસ
સતત વિપક્ષી એકતાથી અંતર
2008માં નવીન પટનાયક ભાજપના નેતૃત્વવાળા એનડીએમાંથી બહાર થયા ત્યારથી જ તેઓ એનડીએ કે વિપક્ષને સમર્થન આપવા પર અડગ રહ્યા છે. આ સાથે જ તેમની પાર્ટીએ વિપક્ષની બેઠકો છોડી દીધી છે. મંગળવારે નીતિશ કુમારને મળ્યા બાદ પટનાયકે ગઠબંધન પર કોઈ પણ પ્રકારની ચર્ચાનો ઇન્કાર કરી દીધો હતો.
તેમણે કહ્યું હતું કે અમારી મિત્રતા જાણીતી છે અને અમે ઘણા વર્ષો પહેલા સહયોગી હતા. આજે કોઈ પણ ગઠબંધન પર ચર્ચા થઈ ન હતી. વિપક્ષની ચાલ વચ્ચે નીતિશ કુમારને મળવા માટે તૈયાર થવું એક મહત્વપૂર્ણ પરિવર્તન તરીકે જોવામાં આવ્યું હતું. નીતીશ કુમાર 18 મેના રોજ દિલ્હીમાં વિપક્ષી નેતાઓની બેઠકની યોજના બનાવી રહ્યા છે.