/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/navjot-kaur.jpg)
કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ પંજાબના રાજકારણને લઈને ચોંકાવનારો દાવો કર્યો (Express photo by Rana Simranjit Singh)
bhagwant mann vs navjot singh sidhu: કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ પંજાબના રાજકારણને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. નવજોત કૌરે કહ્યું કે તેમના પતિએ ભગવંત માનને મુખ્યમંત્રીની ખુરશી ભેટમાં આપી છે. કૌરે તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. કૌરે દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ઇચ્છતા હતા કે પંજાબનું નેતૃત્વ પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ કરે. પરંતુ તેમણે પોતાની પાર્ટી (કોંગ્રેસ) સાથે દગો ન કરવાનો નિર્ણય કર્યો હતો.
'કેજરીવાલ ઈચ્છતા હતા કે નવજોત સિદ્ધુ પંજાબનું નેતૃત્વ કરે'
નવજોત કૌરનો આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે નવજોત સિંહ સિદ્ધુ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. કૌરે શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને કહ્યું કે મુખ્યમંત્રી ભગવંત માન આજે હું તમારા છુપાયેલા રહસ્યો ખોલી રહી છું. તેમણે આગળ લખ્યું છે કે તમને ખબર હોવી જોઇએ કે તમે જે મહત્વપૂર્ણ ખુરશી પર બેઠા છો તે તમારા મોટાભાઇ નવજોત સિદ્ધુએ તમને ભેટ આપી છે. તમારા પોતાના સૌથી વરિષ્ઠ નેતા ઇચ્છતા હતા કે નવજોત પંજાબનું નેતૃત્વ કરે.
કેજરીવાલે ઘણા માધ્યમોથી કર્યો હતો સંપર્ક
કૌરે એવો દાવો પણ કર્યો હતો કે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે રાજ્યનું નેતૃત્વ કરવા માટે વિવિધ માધ્યમો દ્વારા સિદ્ધુનો સંપર્ક કર્યો હતો. પંજાબમાં ફેબ્રુઆરી 2022માં ચૂંટણી થઈ હતી અને આપની પ્રચંડ જીત બાદ ભગવંત માન મુખ્યમંત્રી બન્યા હતા.
કૌરે કહ્યું કે કેજરીવાલ પંજાબ રાજ્ય પ્રત્યેના તેમના જુસ્સાથી વાકેફ છે. આ જ કારણ હતું કે પંજાબનું નેતૃત્વ કરવા માટે તેમણે વિવિધ માધ્યમો દ્વારા તેમનો સંપર્ક કર્યો, પરંતુ તેઓ તેમના પક્ષને દગો આપવા માંગતા ન હતા.
આ પણ વાંચો - લોકસભા 2024 માટે એનડીએને પુનઃજીવિત કરવાનો ભાજપનો પ્લાન : JD(S), TDP નું ગઠબંધન થઇ શકે
સિદ્ધુનું ગોલ્ડન પંજાબ રાજ્યનું સપનું
તેમણે વધુમાં કહ્યું કે નવજોત સિદ્ધુની એકમાત્ર ચિંતા પંજાબનું કલ્યાણ છે. તેના માટે તેમણે બધું જ બલિદાન કરી દીધું છે. તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે તમે સત્યના માર્ગ પર ચાલશો તો તે તમને ટેકો આપશે, પરંતુ જે ક્ષણે તમે વિચલિત થશો, તે તમને નિશાન બનાવશે.. ગોલ્ડન પંજાબ રાજ્ય તેમનું સ્વપ્ન છે અને તે તેને ૨૪ કલાક જીવે છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રવિવારે જાલંધરમાં હતા. આ દરમિયાન તેમણે એક પંજાબી દૈનિકના સંપાદકના સમર્થનમાં એકઠા થવા બદલ વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. નવજોત સિદ્ધુએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જે લોકો દિલ્હીના ઇશારે રિમોટ કંટ્રોલવાળા પ્યાદાની જેમ પંજાબ ચલાવે છે તેઓ હવે નૈતિક પ્રવચનો આપી રહ્યા છે.
જણાવી દઈએ કે પાર્ટી લાઇનથી ઉપર ઉઠીને ઘણા નેતા 1 જૂને જાલંધરમાં પંજાબી સમાચારપત્ર 'અજિત' ના કાર્યલયમાં તેના એડિટર-ઇન-ચીફ બરજિંદર સિંહ હમદર્દના સમર્થનમાં ભેગા થયા હતા. જે જાલંધરમાં 315 કરોડ રૂપિયાના જંગ-એ-આઝાદી સ્મારકના નિર્માણ માટે ભંડોળના કથિત દુરુપયોગ બદલ વિજિલન્સ બ્યુરોના નિશાને છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us