Air Force Mig 29K Fighter Crashed in Goa News: સેનાના એક મિગ 29K ફાઈટર વિમાન તટ ઉપર નિયમિત ઉડાન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ભારતીય નૌસેનાએ જાણકારી આપી હતી કે ટેક્નિકલ ખામીના કારણે મિગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જોકે, પાટલટ સુરક્ષિત બહાર નીકળી ગયો હતો.
ભારતીય નૌસેના પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ‘એક મિગ 29 કે ફાઇટર વિમાન ગોવા તટ ઉપર નિયમિત ઉડાન દરમિયાન સમુદ્રની ઉપર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. બેસ પર પરત ફરતા સમયે ટેક્નિકલ ખામીના કારણે આવું થયું હતું. પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. પાયલટને શોધવાનું અને બાચવ અભિયાન ચાલું છે. પાયલટની હાલત સ્થિ હોવાનું માનવામાં આવી રહ્યું છે.’
ક્રેશનું કારણ જાણવા તપાસના આદેશ
પ્રાપ્ત માહિતી પ્રમાણે જેટ ફાઈટરમાં ક્રેશ થયાના થોડી મિનિટો પહેલા પાયલટે એરક્રાફ્ટમાંથી કૂદીને સમુદ્રમાં છલાંગ લગાવી હતી. જેના કારણે તેનો જીવ બની ગયો હતો. નૌસેનાએ સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને પાયલટને સમુદ્રમાંથી કાઢ્યો હતો. ભારતીય નૌસેનાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. નૌસેનાનું કહેવું છે કે આ ઘટનાના કારણોની તપાસ માટે એક ઈન્ક્વાયરી બોર્ડને આદેશ આપવામાં આવ્યો છે.