/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/textbooks.jpg)
ટૂંક સમયમાં NCERT પુસ્તકોમાં INDIA શબ્દને બદલે ભારત શબ્દનો દરેક જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે (પ્રતિકાત્મક તસવીર)
NCERT textbooks : વિપક્ષી ગઠબંધન દ્વારા પોતાનું નામ I.N.D.I.A. રાખ્યા પછી આ મામલે સતત ચર્ચા ચાલી રહી છે. હવે સમાચાર છે કે ટૂંક સમયમાં NCERT પુસ્તકોમાં INDIA શબ્દને બદલે ભારત શબ્દનો દરેક જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે. NCERT પેનલ સમક્ષ આ વિશે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતોં
ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પેનલના અધ્યક્ષ સી.આઈ. ઇસાકે કહ્યું કે NCERT કમિટીએ સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં ઇન્ડિયાને બદલે ભારત લખવાની ભલામણ કરી છે.
તેમણે કહ્યું કે NCERT સમિતિએ પાઠ્યપુસ્તકોમાં 'પ્રાચીન ઇતિહાસ'ની જગ્યાએ ક્લાસિકલ હિસ્ટ્રી શરૂ કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત NCERT સમિતિએ તમામ વિષયો માટે અભ્યાસક્રમમાં ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) શરૂ કરવાની પણ ભલામણ કરી છે.
NCERT Committee recommends replacing India with 'Bharat' in all school textbooks. pic.twitter.com/prFn1s5wGZ
— ANI (@ANI) October 25, 2023
આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – આગામી રામ નવમી રામલલા મંદિરમાં મનાવવામાં આવશે
ઇતિહાસને હવે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિકમાં વિભાજિત કરવામાં આવશે નહીં. અંગ્રેજોએ ભારતના ઇતિહાસને પ્રાચીન, મધ્યકાલિન અને આધુનિકમાં વહેંચ્યો હતો. એંશિએંટનો મતલબ પ્રાચીન થાય છે તે દખાડે છે કે દેશ અંધારામાં હતો, જેમ કે તેમાં કોઇ વૈજ્ઞાનિક જાગરુકતા ન હતી.
ઇસાકે કહ્યું કે અસલમાં ઇન્ડિયા શબ્દો ઉપયોગ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને 1757ના પ્લાસી યુદ્ધ પછી શરુ થયો છે. જ્યારે ભારત શબ્દનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણ જેવા પ્રાચીન લેખોમાં મળે છે, જે 7 હજાર વર્ષ જૂના છે. આવામાં સહમતિએ સામાન્ય સહમતિથી ભલામણ કરી છે કે બધા ક્લાસની બુકમાં ભારતના નામનો ઉપયોગ થવો જોઈએ.
નવી શિક્ષા નીતિ 2022 આવ્યા પછી NCERT પોતાના સિલેબસમાં ફેરફાર કરી રહ્યું છે. જે અંતર્ગત સિલેબસમાં ઘણા પ્રકારના સંશોધન કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સિલેબસમાં ફેરફારને લઇને 19 સભ્યોની કમિટી પણ બનાવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us