/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-2023-06-16T220910.282.jpg)
નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (file photo)
(દિવ્યા એ) Nehru Memorial Museum prime Ministers Museum Teen Murti history : દિલ્હીમાં આવેલા નહેરુ મેમોરિયલ એન્ડ લાઇબ્રેરી (NNML)નું નામ બદલીને પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ સોસાયટી (PMML) કર્યુ છે. કેન્દ્ર સરકારે નહેરુ મેમોરિયલનું નામ બદલતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફરી મોટો વિવાદ સર્જાયો છે. ખડગેથી લઇને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરાં શાબ્દિક પ્રહાર કર્યા છે. જાણો જાણીયે નહેરુ મેમોરિયલ મ્યુઝિમનો ઇતિહાસ
આઝાદી પૂર્વે ત્રણ મૂર્તિ ભવનના નામ ઓળખાતું
દેશની રાજધાની નવી દિલ્હીના મધ્યમાં આવેલુ પ્રતિષ્ઠિત તીન મૂર્તિ ભવન 90 વર્ષ પહેલાં ભારતમાં બ્રિટિશ આર્મીના કમાન્ડર-ઈન-ચીફના નિવાસસ્થાન તરીકે ઓળખવામાં આવતુ હતુ અને 1947માં દેશની આઝાદી બાદ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અહીં રહેતા હતા. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ 27 મે, 1964ના રોજ તેમના નિધન સુધી આજ ત્રણ મૂર્તિ ભવનમાં રહ્યા હતા. નેહરુના વારસાને કાયમ રાખવા માટે તેમના નિધન બાદ આ ત્રણ મૂર્તિ ભવનને પાછળથી એક સ્મારકમાં ફેરવવામાં આવ્યું.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-2023-06-16T221431.646.jpg)
નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી સોસાયટીની રચના
1 એપ્રિલ, 1966ના રોજ, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી સોસાયટી (NMML) નામની એક સ્વાયત્ત સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી અને તેને આ સ્મારક ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સ્મારકમાં સંગ્રહાલયની સાથે સમૃદ્ધ પુસ્તકાલય પણ છે.
બ્રિટિશ આર્મીના વડાનું નિવાસસ્થાન હતુ નહેરુ મેમોરિયલ
લગભગ એક વર્ષ પહેલા તીન મૂર્તિ ભવન સંકુલમાં વડાપ્રધાનના સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગનું નિર્માણ વર્ષ 1929-30માં કરવામાં આવ્યુ હતુ, અને તેની ડિઝાઇન રોબર્ટ ટોર રસેલ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેમણે શહેરના પ્રખ્યાત કનોટ પ્લેસની પણ ડિઝાઈન તૈયાર કરી હતી. આ ઇમારતને શરૂઆતમાં ફ્લેગસ્ટાફ હાઉસ કહેવામાં આવતું હતું અને બ્રિટિશ આર્મીના કમાન્ડર-ઇન-ચીફ તેમાં રહેતા હતા.
'આઝાદીના અમૃત મહોત્સવ' વેબસાઇટ અનુસાર વર્ષ 1947માં સ્વતંત્રતા બાદ, એવું નક્કી કરવામાં આવ્યુ કે આઝાદ ભારતના વડાપ્રધાન ત્રણ મૂર્તિ ભવનમાં નિવાસ કરશે. તત્કાલિન કમાન્ડર-ઇન ચીફ ફીલ્ડ માર્શલ (સર ક્લાઉડ) ઔચિનલેકને તે સમયે અન્ય મકાન આપવામાં આવ્યુ હતુ.
આઝાદી બાદ નામ બદલાયું
આઝાદી બાદ આ ઈમારતનું નામ બદલીને ત્રણ મૂર્તિ ભવન કરવામાં આવ્યું હતું. બ્રિટિશ શિલ્પકાર લિયોનાર્ડ જેનિંગ્સ દ્વારા બનાવવામાં આવેલી ત્રણ કાંસ્ય મૂર્તિઓ પરથી તેનું નામ ત્રણ મૂર્તિ ભવન રાખવામાં આવ્યું હતું. ત્રણેય પ્રતિમાઓ જોધપુર, હૈદરાબાદ અને મૈસુર લાન્સર્સની યાદમાં બનાવવામાં આવી હતી, જે 1918માં 15મી ઈમ્પીરીયલ સર્વિસ કેવેલરી બ્રિગેડનો હિસ્સો હતા.
પથ્થર અને પ્લાસ્ટરમાંથી બનેલું આ ત્રણ મૂર્તિ ભવન વિક્ટોરિયન અને ફ્રેન્ચ આર્કિટેક્ચરના મિશ્રણનું સુંદર સ્થાપત્ય છે. 30 એકરના સંકુલમાં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરી, નેહરુ પ્લેનેટોરિયમ અને વડાપ્રધાનનું મ્યુઝિયમ પણ છે. વડાપ્રધાન મ્યુઝિયમ 21 એપ્રિલ, 2022ના રોજ જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us