New parliament building: નવા સંસદ ભવનની દિવાલોને 5000 કલાકૃતિથી સુશોભિત કરાશે, ભારતની આઝાદીની કહાણી કહેશે

New parliament building Art gallery : નવા સંસદ ભવનના પહેલા માળે બે ગેલેરી હશે, જેમાં એકમાં દેશના વિકાસમાં મહિલાઓનું યોગદાન અને બીજીમાં સ્વતંત્રતા આંદોલનમાં આદિવાસીઓના યોગદાનને પ્રદર્શિત કરાશે.

Written by Ajay Saroya
July 02, 2023 14:04 IST
New parliament building: નવા સંસદ ભવનની દિવાલોને 5000 કલાકૃતિથી સુશોભિત કરાશે, ભારતની આઝાદીની કહાણી કહેશે
સમુદ્ર મંથનની કલાકૃતિથી નવા સંસદ ભવનની દિવાલને સુશોભિત કરાશે.

(દિવ્યા એ.) New parliament building Art gallery : દેશના નવા સંસદ ભવનમાં 5 હજારથી વધુ કલાકૃતિઓ અંકિત કરવામાં આવી છે. સદનની કલાકૃતિના આગામી તબક્કાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી રહી છે, જેમાં દેશની સ્વતંત્રતા ચળવળ અને ભારતીય પરંપરાને ધ્યાનમાં રાખવામાં આવશે. નવા આર્ટવર્કની ડિઝાઇન અને દરખાસ્ત તૈયાર છે, જેને અમલમાં આવતા હજુ એક વર્ષ લાગી શકે છે. આગામી તબક્કામાં, ડાઇનિંગ હોલને સુશોભિત કરવા માટે આર્ટવર્ક ઉપરાંત લગભગ આઠ નવી ગેલેરીઓ બનાવવામાં આવશે, જે લોકસભા અને રાજ્યસભાના ફોયર્સ વચ્ચે સમાન રીતે વિભાજિત છે.

સંસદના ફેઝ-2માં શું-શું બનાવવામાં આવશે

ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પહેલા માળે બે ગેલેરી હશે, એક દેશના વિકાસમાં મહિલાઓના યોગદાનને સમર્પિત અને બીજી સ્વતંત્રતા ચળવળમાં આદિવાસી નેતાઓને સમર્પિત. ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ (IGNCA) ના સભ્ય સચિવ સચ્ચિદાનંદ જોશીએ જણાવ્યું હતું કે 1857 પહેલા ભારતના સન્માનની લડાઈને સમર્પિત ગેલેરી લોકસભાના ફોયરના ઉપરના ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવવામાં આવશે. આ ઉપરાંત વધુ એક ગેલેરી બનાવવામાં આવશે, જે સ્વતંત્રતા સંગ્રામ (1857 થી 1947) પર પ્રકાશ ફેંકશે. IGNCA આ પ્રોજેક્ટને સંસ્કૃતિ મંત્રાલયના નેજા હેઠળ અમલમાં મૂકશે.

નવા સંસદ ભવનના પ્રથમ માળે બે આર્ટ ગેલેરીહશે – જેમાં એકમાં રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓની ભૂમિકા અને બીજામા સ્વતંત્રતા આંદોલનમાં આદિવાસી નેતાઓના યોગદાનને દર્શાવવામાં આવશે.

જોશીએ જણાવ્યું હતું કે રાજ્યસભા ફોયરમાં કુલ 4 ગેલેરીઓ બનાવવામાં આવશે, જેમાંથી બે ગેલેરી ઉપરના ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવવામાં આવશે અને બે ગેલેરી પહેલા માળે હશે, જેમાં ભારતીય પરંપરાઓ અને પ્રકૃતિ તેમજ પરંપરાગત રમતગમત સાથે ભારતીયોના જોડાણને દર્શાવવામાં આવશે. બાકીના દીવાઓ પર શ્લોકો અને અન્ય પવિત્ર ચિહ્નો કોતરવામાં આવશે.

જોશીએ વધુમાં જણાવ્યુ કે, તેમણે ફેબ્રુઆરી 2022માં આર્ટવર્કના બીજા તબક્કાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, તે તેમને એક વર્ષની અંદર પૂરો કરવા જણાવ્યું હતુ. તેમણે ઉમેર્યુ કે, ભારતની મૂળ વિચારધારાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવા નિર્દેશ આપ્યો હતોઅને ભારતની સભ્યતાને નવી સંસદની ડિઝાઇનમાં પ્રદર્શિત કરવા માટે જણાવ્યુ હતુ.

તેમને ભારતના તમામ પ્રદેશો અને રાજ્યોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તેની ખાતરી કરવા પણ કહેવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ફોયરમાં એક દિવાલનું શીર્ષક જન જનનિ જન્મભૂમિ છે, જ્યાં 75 મહિલા કારીગરોએ 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતી હસ્તકલા બનાવી હતી.

શિલ્પ દીર્ઘા નામની વધુ એક આર્ટ ગેલેરીમાં દેશભરના 400 કારીગરો પાસેથી મેળવેલા 250થી વધુ હસ્તકલાના નમૂનાઓ છે. ભારતીય પરંપરાઓ અને પીઢ કલાકારોને રજૂ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. લોકસભાની દિવાલ પર સમુદ્ર મંથન દેખાડવામાં આવ્યુ છે, જે લોક કલ્યાણ માટેના વિચારોના મંથનનું પ્રતીક છે. નવી સંસદના નિર્માણમાં રૂ. 1,200 કરોડનો ખર્ચ થયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ