/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/maha-panchayat.jpg)
નવી સંસદ સુધી કૂચ કરતા પહેલવાનો
New Parliament Building inauguration : નવી સંસદ પર મહાપંચાયત કરવા જઇ રહેલા પહેલાવનોને દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. સાક્ષી મલિક અને મેના પતિ સત્યવ્રત કાદિયાનને બસમાં બેસાડીને ડિટેન કરી લીધા હતા. સત્યવ્રતે કહ્યું કે સાક્ષીને ગંભીર ઇજાઓ પહોંચી છે. તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ ખેલાડીઓ જંતર-મંતર ઉપર હાજર હતા. ત્યાંથી નવી સંસદ સુધી કૂચ કરવા જઈ રહ્યા હતા. દરેકને જંતર મંતર પર રોકવામાં આવ્યા છે. બજરંગે કહ્યું કે તેમને જબદસ્તીથી રોકવામાં આવી રહ્યા છે. તેઓ માત્ર શાંતિપૂર્ણ મહાપંચાય કરવા જઈ રહ્યા હતા.
નવા સંસદ ભવન પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. સંસદમાં પૂજા અર્ચનાનો કાર્યક્રમ શરુ થયો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર છે. તમિલનાડુના વિવિધ મઠોના પૂજારીઓ પૂજા અર્ચના કરાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડના વિવિધ મઠોના પૂજારીઓના આશિર્વાદ લઇને તમિલનાડુના ઐતિહાસિક સેંગોલની નવા સંસદ ભવનમાં સ્થાપના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તકતીનું અનાવરણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું લોકાર્પણ કર્યું છે. જોકે, હજી પણ રાજકીય બબાલ ચાલું જ છે. જેડીએએ જણાવ્યું હતું કે દેશના કલંકનો ઇતિહાસ લખાઇ રહ્યો છે.
વિપક્ષના વિરોધ વચ્ચે વડાપ્રધન નરેન્દ્ર મોદી આજે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઇ રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહ બે તબક્કામાં થવા જઈ રહ્યો છે. જેમાં ઉદ્ઘાટનની શરુઆત શરૂઆત હવન અને પૂજાથી થશે અને પીએમ મોદીના ભાષણ સાથે સમાપ્ત થશે.આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવા માટે સાત કલાકનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. નવા સંસદ ભવનની ઇમારતમાં ભારતના લોકશાહી વારસાને દર્શાવવા માટે વિશાળ બંધારણીય હોલ, સંસદના સભ્યો માટે એક લાઉન્જ, એક પુસ્તકાલય, વિવિધ કમિટી રૂમ, ખાવા માટેની જગ્યાઓ અને પાર્કિંગ વગેરેની ભવ્ય સુવિધા હશે.
- May 28, 2023 17:02 IST
New Parliament Inauguration : નવા સંસદ ભવન માટે કઇ જગ્યાએથી લાવવામાં આવ્યો કયો સામાન? દરેક વસ્તુની છે પોતાની ખાસિયત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/new-parliament-construction-1.jpg)
New Parliament Inauguration: નવી સંસદના નિર્માણ માટે દેશના વિવિધ ભાગોમાંથી સામગ્રી લાવવામાં આવી છે. અજમેર નજીકના લાખાથી લાલ ગ્રેનાઇટ અને સફેદ આરસપાણ અંબાજી અને રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
- May 28, 2023 14:53 IST
નવી સંસદ જઇ રહેલા પહેલવાનોની અટકાયત, પતિ સત્યવ્રતનો દાવોઃ સાક્ષી મલિકને થઈ ગંભીર ઈજા
નવી સંસદ પર મહાપંચાયત કરવા જઇ રહેલા પહેલાવનોને દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. સાક્ષી મલિક અને મેના પતિ સત્યવ્રત કાદિયાનને બસમાં બેસાડીને ડિટેન કરી લીધા હતા. સત્યવ્રતે કહ્યું કે સાક્ષીને ગંભીર ઇજાઓ પહોંચી છે. તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ ખેલાડીઓ જંતર-મંતર ઉપર હાજર હતા. ત્યાંથી નવી સંસદ સુધી કૂચ કરવા જઈ રહ્યા હતા. દરેકને જંતર મંતર પર રોકવામાં આવ્યા છે. બજરંગે કહ્યું કે તેમને જબદસ્તીથી રોકવામાં આવી રહ્યા છે. તેઓ માત્ર શાંતિપૂર્ણ મહાપંચાય કરવા જઈ રહ્યા હતા.
- May 28, 2023 14:46 IST
Dhirendra shastri in Ambaji : બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્રશાસ્ત્રી અંબાજીમાં, જગદંબા અંબે માતાની પૂજા-અર્ચના કરી, લીધા આશિર્વાદ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/amitabh-bachchan-6.jpg)
Bageshwar dham dhirendra shastri: બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે શક્તિપીઠ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી. જાણો તેમના આજના કાર્યક્રમ અંગે…
સપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો - https://gujarati.indianexpress.com/dharma/dhirendra-shastri-bageshwar-dham-ambaji-gujarat/128797/
- May 28, 2023 14:43 IST
New Parliament PM modi speech : ’28 મે, 2023 ઇતિહાસમાં લખાયેલો દિવસ’, અહીં વાંચો વડાપ્રધાન મોદીના સંબોધનની મહત્વની વાતો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/PM-modi-in-new-parliament-speech.jpg)
PM Narendra modi speech in New parliament : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનમાં પ્રવેશ કર્યા બાદ મોદીએ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત સાંસદો અને દેશ વાસીઓને સંબોધ્યા હતા.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો - https://gujarati.indianexpress.com/national-news/new-parliament-inauguration-address-of-prime-minister-narendra-modi/128796/
- May 28, 2023 14:10 IST
આજે ભારતે સંસ્થાનવાદી માનસિકતાને પાછળ છોડી દીધી છેઃ પીએમ નરેન્દ્ર મોદી
નવી સંસદના ઉદ્ઘાટન દરમિયાન બોલતા પીએમ મોદીએ કહ્યું, "ઘણા વર્ષો સુધી, બ્રિટિશ/વિદેશી શાસને આપણાથી આપણું ગૌરવ છીનવી લીધું. આજે ભારતે તે સંસ્થાનવાદી માનસિકતાને પાછળ છોડી દીધી છે"
- May 28, 2023 14:08 IST
કમલ હાસને ‘ધ કેરલા સ્ટોરી’ વિરૂદ્ધ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, લોકોએ પૂછ્યા સવાલ
Kamal Haasan On The Kerala Story: સુદીપ્તો સેનની ધ કેરલા સ્ટોરી વિરૂદ્ધ કમલ હસને અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ આ ફિલ્મને અલગ-અલગ પ્રતિસાદ મળ્યો હતો.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો - https://gujarati.indianexpress.com/entertainment/kamal-haasan-on-the-kerala-story-controversy-bollywood-news/128769/
- May 28, 2023 13:57 IST
"નવી સંસદ સમયની જરૂર છે... આવનારા વર્ષોમાં સંખ્યામાં વધારો થશે"
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી સંસદ એ સમયની જરૂરિયાત છે. "આવનારા વર્ષોમાં અમે સંસદમાં બેઠકો અને સાંસદોની સંખ્યામાં વધારો જોશું". મોદી 2026 પછીની સીમાંકન કવાયતનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં બેઠકોની સંખ્યા વધવાની શક્યતા છે.
- May 28, 2023 13:55 IST
અમારી પ્રેરણા લોકોનો, દેશનો વિકાસ છેઃ પીએમ મોદી
નવી દિલ્હીમાં નવી સંસદનું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "પંચાયત ભવનથી લઈને સંસદ ભવન સુધી આપણી પ્રેરણા આપણા દેશ અને તેના લોકોનો વિકાસ છે. આજે આપણે આ નવી સંસદના નિર્માણ પર ગર્વ અનુભવીએ છીએ. જ્યારે હું ટી વિશે વિચારું છું ત્યારે પણ મને અપાર સંતોષ આપે છે
- May 28, 2023 13:54 IST
નવી સંસદમાં બનેલો દરેક કાયદો ભારતને વિકસિત દેશ બનાવશેઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આ સંસદમાં પસાર થયેલ દરેક કાયદો ભારતને વિકસિત દેશ બનાવશે અને આગામી 25 વર્ષમાં ગરીબી દૂર કરશે."
- May 28, 2023 13:54 IST
PM મોદીએ સંસદની નવી ઇમારતમાં ભાષણ પછી વિવિધ નેતાઓ સાથે વાતચીત કરી
#WATCH | Prime Minister Narendra Modi interacts with several leaders after concluding his speech in Lok Sabha in the new Parliament. pic.twitter.com/NWiWZA1WRW
— ANI (@ANI) May 28, 2023
- May 28, 2023 13:47 IST
નવી સંસદ ભવન નિર્માણથી 60,000 કામદારોને રોજગારી મળીઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી સંસદ ભવન અદ્યતન ગેજેટ્સ સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. મોદીએ કહ્યું, "તેનાથી 60,000 થી વધુ મજૂરોને રોજગાર મળ્યો છે અને અમે તેમની મહેનતનું સન્માન કરવા માટે ડિજિટલ ગેલેરી બનાવી છે."
- May 28, 2023 13:20 IST
28 મે, 2023 ઇતિહાસમાં લખાયેલો દિવસઃ પીએમ મોદી
નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે બોલતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, "ઇતિહાસમાં કેટલીક તારીખો અંકિત છે. 28 મે, 2023 એવો દિવસ છે".
- May 28, 2023 13:19 IST
PM મોદી કહે છે, 'માત્ર સંસદ ભવન જ નહીં, પરંતુ 140 કરોડ લોકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે,'
પીએમ મોદી કહે છે, "આ માત્ર સંસદ ભવન નથી, પરંતુ 140 કરોડ લોકોની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ છે."
- May 28, 2023 13:17 IST
લોકશાહી અમારા માટે પરંપરા, સંસ્કૃતિ અને 'વિચાર' છેઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "લોકશાહી આપણા માટે માત્ર એક વ્યવસ્થા નથી. તે પરંપરા, સંસ્કૃતિ અને આપણા વિચારોનો એક ભાગ છે."
- May 28, 2023 13:15 IST
જ્યારે સંસદમાં કાર્યવાહી શરૂ થશે, 'સેંગોલ' અમને પ્રેરણા આપશે: PM મોદી
નવી દિલ્હીમાં નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન દરમિયાન બોલતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, "આ અમારું સૌભાગ્ય છે કે અમે પવિત્ર 'સેંગોલ'નું ગૌરવ પુનઃસ્થાપિત કરવામાં સફળ રહ્યા છીએ. જ્યારે પણ આ ગૃહમાં કાર્યવાહી શરૂ થાય છે ત્યારે 'સેંગોલ' અમને પ્રેરણા આપશે"
- May 28, 2023 13:14 IST
નવી સંસદ ભારતના તેમજ વિશ્વના વિકાસની ઘોષણા કરશેઃ PM મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નવી સંસદ ભવન ભારતના તેમજ વિશ્વના વિકાસની ઘોષણા કરશે.
- May 28, 2023 13:12 IST
વડાપ્રધાન મોદીએ વીર સાવરકરને શ્રદ્ધાંજલિ આપી
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેન્ટ્રલ હોલમાં વીર સાવરકરને શ્રદ્ધાંજલિ આપી હતી. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન બાદ લોકસભા સ્પીકર ઓમ બીરલા અને અન્ય મંત્રીઓએ પણ વીર સાવરકરને શ્રદ્ધાંજલિ આપી હતી.
- May 28, 2023 13:10 IST
નવા સંસદ ભવનમાં સર્વધર્મ પ્રાર્થનાની ગૂંજી
નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 ધર્મોના ગુરુ નવા સંસંદમાં પ્રાર્થના કરી હતી. ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદો સહિત દરેક રાજ્યોના મુખ્યમંત્રી સામેલ થયા હતા.
#WATCH | 'Sarv-dharma' prayers are underway at the new Parliament building as the inauguration ceremony is led by PM Modi pic.twitter.com/6NyADeDZoM
— ANI (@ANI) May 28, 2023
- May 28, 2023 13:08 IST
નવા રસ્તે ચાલીને જ નવા કીર્તિમાન રચી શકાય છે, આ ભવન વિકસિત ભારતના સંકલ્પોની સિદ્ધીનો સાક્ષી બનશેઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી સંસદથી દેશને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ ભવન સંકલ્પને સિદ્ધી સાથે જોડનાર મહત્વની કડી સાબિત થશે. નવું ભવન આપણી સ્વતંત્રતા સેનાનિયોના સંપનોને સાકાર કરવાનો માર્ગ બનશે. આ ભવન વિકસિત ભારતના સંકલ્પોને સિદ્ધ થતાં જોશે. નવા રાસ્તે ચાલીને જ નવા કીર્તિમાન રચી શકાય છે. આજના નવા ભારત નવું લક્ષ્ય નક્કી કરી રહ્યું છે. નવા રસ્તા બનાવી રહ્યા છે, નવો જોશ છે, નવો ઉમંગ છે. નવો વિચાર છે, નવા રસ્તા છે સંકલ્પ નવો છે.
- May 28, 2023 12:40 IST
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો નવી સંસદમાં પ્રવેશ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન ઉદ્ઘાટનને 'રાજ્યાભિષેક' સમજી રહ્યા છે
પીએમ મોદી નવા સંસદ ભવન પર પહોંચ્યા ત્યારેકોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઉદ્ઘાટનને "PM મોદીના રાજ્યાભિષેક" જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, "વડાપ્રધાન સંસદ ભવનના ઉદ્ઘાટનને રાજ્યાભિષેક તરીકે સમજી રહ્યા છે."
संसद लोगों की आवाज़ है!
प्रधानमंत्री संसद भवन के उद्घाटन को राज्याभिषेक समझ रहे हैं।— Rahul Gandhi (@RahulGandhi) May 28, 2023
- May 28, 2023 12:15 IST
અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના આ ગુણથી પ્રભાવિત થઇને લગ્ન કર્યા? જાણો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/amitabh-bachchan-4.jpg)
Anushka Sharma: તાજેતરમાં અનુષ્કા શર્માએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. જેમાં તેણે તેની વિરાટ કોહલી (Virat Kohli) વિશે ખાસ વાત કરી છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો - https://gujarati.indianexpress.com/entertainment/anushka-sharma-and-virat-kohli-love-story-latest-bollywood-news/128680/
- May 28, 2023 11:30 IST
અમિતાભ બચ્ચન નવા સંસદ ભવનને જોવા ઉત્સુક, જાણવા માગે છે તેનું પૌરાણિક અને ધાર્મિક મહત્વ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/amitabh-bachchan-3.jpg)
Amitabh Bachchan: અમિતાભ બચ્ચને નવા સંસદ ભવનને લઇને એક બ્લોગ લખ્યો છે. પ્રતિદિન સુતા પહેલા અમિતાભ બચ્ચન ફેન્સ માટે પોસ્ટ લખે છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો - https://gujarati.indianexpress.com/entertainment/amitabh-bachchan-excited-about-new-parliament-importance-know-blog/128642/
- May 28, 2023 11:19 IST
New Parliament Inauguration : નવી સંસદ બહાર મહિલા પંચાયતની તૈયારી, પહેલવાનોના માર્ચ પહેલા દિલ્હીની દરેક બોર્ડ પર ચોકસી, MCD સ્કૂલમાં બનાવી અસ્થાયી જેલ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/new-parliament-protes.jpg)
new Parliament building, maha panchayat : નવા સંસદ ભવનનો વિરોધ કરનારા પહેલવાનોના માર્ચ પહેલા રાજધાનીમાં સુરક્ષા વધારવામાં આવી છે. શનિવારે પ્રદર્શનકારી પહેલવાનોએ કહ્યું હતું કે રવિવારે નવા સંસદ ભવન સામે મહિલા મહાપંચાયત કરવાનો નિર્ણય લીધો છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો - https://gujarati.indianexpress.com/national-news/parliament-building-inauguration-wrestlers-protest-maha-panchayat/128639/
- May 28, 2023 10:42 IST
શાહરૂખ ખાને નવા સંસદ ભવનનો વીડિયો શેર કર્યો, પીએમ મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું…’નવી ઇમારત લોકશાહીની તાકાત અને પ્રગતિનું પ્રતીક’
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/vaibhavi-upadhyay-6.jpg)
Shah Rukh khan: પરસ્ટાર શાહરૂખ ખાન, અક્ષય કુમાર સહિત રજનીકાંતે પીએમને નવા સંસદ ભવનનો વીડિયો રિટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.
આર્ટિકલ વાંચવા અને વીડિયો જોવા માટે લિંક પર ક્લિક કરો - https://gujarati.indianexpress.com/entertainment/shah-rukh-khan-akshay-kumar-rajnikanth-promote-new-parliament-building-prime-minister-narendra-modi/128618/
- May 28, 2023 10:30 IST
વિનેશ ફોગાટનું કહેવું છે કે દેશની દીકરીઓ સાથે ગુનેગારો જેવું વર્તન કરવામાં આવે છે
કુસ્તીબાજ વિનેશ ફોગાટે આક્ષેપ કર્યો હતો કે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થકોને આજે નવી સંસદ ભવન ખાતે આયોજિત 'મહિલા સન્માન મહાપંચાયત' પહેલા અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેણીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલ એક વિડિયોમાં, તેણીએ કહ્યું કે "લોકશાહીની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી રહી છે". તેણીએ એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્ર યાદ કરશે કે કેવી રીતે "નવી સંસદનું ઉદ્ઘાટન કરવામાં આવી રહી હતી ત્યારે તેમના અધિકારોની માંગ કરતી મહિલાઓને દબાવવામાં આવી હતી".
https://twitter.com/Phogat_Vinesh/status/1662672270345621506?
- May 28, 2023 10:15 IST
New Parliament Building : પીતળના કામ માટે સામગ્રી અમદાવાદથી લવાઈ, શું નવી સંસદ વિશે આ પાંચ મહત્વ પૂર્ણ ફેક્ટ જાણો છો તમે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/new-parliament-fact.jpg)
PM Modi to inaugurate new Parliament building : ભારતમાં કાયદાકીય સંસ્થાઓનો લાંબો ઈતિહાસ છે. 1601માં બ્રિટિશ સરકારે આપેલા ચાર્ટર હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારીઓને કાયદો બનાવવાની સત્તા હતી. કંપનીના વરિષ્ઠ અધિકારીઓની કાઉન્સિલ બોમ્બે, મદ્રાસ અને કલકત્તામાં કોર્પોરેશનનો વહીવટ કરતી હતી.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો - https://gujarati.indianexpress.com/national-news/five-fact-about-new-parliament-building-5-important-facts/128613/
- May 28, 2023 09:32 IST
વિરોધી પક્ષોએ રાજકારણ ન કરવું જોઈએ અને ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવો જોઈએ: કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા
કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડાએ રવિવારે જણાવ્યું હતું કે પીએમ મોદી દ્વારા નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરનાર વિપક્ષી પાર્ટીએ "રાજકારણ ન કરવું" અને "લોકશાહીને મજબૂત કરવા"માં ભાગ લેવો જોઈએ.
#WATCH | Union Tribal Affairs Minister Arjun Munda says the opposition parties should not do politics and take part in the inauguration ceremony of the new Parliament building to strengthen democracy pic.twitter.com/jtEgQuyA01
— ANI (@ANI) May 28, 2023
- May 28, 2023 08:47 IST
PM મોદીએ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા માટે તકતીનું અનાવરણ કર્યું
#WATCH | PM Modi unveils the plaque to mark the inauguration of the new Parliament building pic.twitter.com/quaSAS7xq6
— ANI (@ANI) May 28, 2023
- May 28, 2023 08:44 IST
New Parliament Building Inauguration : એક રૂમથી એક સંસ્થા સુધીઃ પ્રથમ વિધાનસભા કાર્યાલયના ઇતિહાસ પર એક નજર
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/new-parliament-inauguration-history-1.jpg)
PM Modi to inaugurate new Parliament building : ભારતમાં કાયદાકીય સંસ્થાઓનો લાંબો ઈતિહાસ છે. 1601માં બ્રિટિશ સરકારે આપેલા ચાર્ટર હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારીઓને કાયદો બનાવવાની સત્તા હતી. કંપનીના વરિષ્ઠ અધિકારીઓની કાઉન્સિલ બોમ્બે, મદ્રાસ અને કલકત્તામાં કોર્પોરેશનનો વહીવટ કરતી હતી.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - https://gujarati.indianexpress.com/national-news/new-parliament-building-inauguration-house-history-legal-institutions/128596/
- May 28, 2023 08:00 IST
New Parliament Building inauguration live updates : પીએમ મોદીએ સંસદની નવી ઇમારતમાં તમિલનાડુના ઐતિહાસિક ‘સેંગોલ’નું સ્થાપન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડના વિવિધ મઠોના પૂજારીઓના આશિર્વાદ લઇને તમિલનાડુના ઐતિહાસિક સેંગોલની નવા સંસદ ભવનમાં સ્થાપના કરી હતી
- May 28, 2023 07:56 IST
નવી સંસદ ભવનનાં પૂજન સમારોહ દરમિયાન પીએમ મોદીએ તમિલનાડુ મઠમાંથી અધીનામના આશીર્વાદ લીધા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/pm-modi-asirvad.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી સંસદ ભવનનાં પૂજા સમારોહમાં ભાગ લઈ રહ્યા છે. આ તસવીરોમાં પીએમ મોદી ઐતિહાસિક 'સેંગોલ' પકડીને દેખાઈ રહ્યા છે, જે સંસદની અંદર મૂકવામાં આવશે અને તમિલનાડુના મઠોના મહંતોના આશીર્વાદ લઈ રહ્યા છે. (Source: Youtube/@narendramodi)
- May 28, 2023 07:11 IST
New Parliament Building inauguration live updates : બીજો તબક્કો 12 વાગ્યે શરૂ થશે
સમારોહનો બીજો તબક્કો બપોરે 12 વાગ્યે રાષ્ટ્રગીત સાથે શરૂ થશે. આ મહત્વપૂર્ણ પ્રસંગનું મહત્વ દર્શાવતી બે ટૂંકી ફિલ્મો દર્શાવવામાં આવશે. ત્યારબાદ, રાજ્યસભાના ઉપસભાપતિ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવેલા સંદેશાઓનું વાંચન થશે અને ઔપચારિક કાર્યવાહી આગળ ધપાવાશે. આ પ્રસંગે સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવશે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે સંબોધન કરશે. કાર્યક્રમ બપોરે 2:00 થી 2:30 દરમિયાન સમાપ્ત થશે.
- May 28, 2023 07:11 IST
New Parliament Building inauguration live updates : સવારે 7,30 વાગ્યાથી સમારોહની શરુઆત થશે
28 મે, 2023 ના રોજ યોજાનાર સમારોહની શરૂઆત સવારે 7.30 થી 8.30 સુધી હવન અને પૂજાથી થશે. મહાત્મા ગાંધીની મૂર્તિ પાસે વિશેષ રીતે શણગારવામાં આવેલ પંડાલ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને અન્ય કેટલાક મંત્રીઓ પૂજા દરમિયાન હાજર રહેશે. પૂજા બાદ લોકસભા સ્પીકરની ખુરશી પાસે સેંગોલ લગાવવામાં આવશે. શંકરાચાર્ય સહિત નામાંકિત વિદ્વાનો, પંડિતો અને સંતોની હાજરીમાં સવારે 9.00 કલાકે પ્રાર્થના સભા શરૂ થશે.
- May 28, 2023 07:10 IST
New Parliament Building inauguration live updates : કાર્યક્રમમાં 19 પક્ષોની જોવા મળશે ગેરહાજરી!
19 પક્ષો દ્વારા બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે લોકશાહીની આત્મા સંસદમાંથી ચૂસી લેવામાં આવી છે, ત્યારે અમને નવી ઇમારતની કોઈ કિંમત દેખાઈ રહી નથી. આ મામલાને લગતી એક જાહેર હિતની અરજી પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે શુક્રવારે (26 મે) ના રોજ ફગાવી દીધી હતી.
- May 28, 2023 07:07 IST
New Parliament Building inauguration live updates : નવા સંસદ ભવનની ઇમારતમાં ભારતના લોકશાહી વારસાની ઝલક
નવા સંસદ ભવનની ઇમારતમાં ભારતના લોકશાહી વારસાને દર્શાવવા માટે વિશાળ બંધારણીય હોલ, સંસદના સભ્યો માટે એક લાઉન્જ, એક પુસ્તકાલય, વિવિધ કમિટી રૂમ, ખાવા માટેની જગ્યાઓ અને પાર્કિંગ વગેરેની ભવ્ય સુવિધા હશે.
- May 28, 2023 07:06 IST
નવું સંસદ ભવન તૈયાર આજે થશે ઉદ્ઘાટન, વિપક્ષ વિવાદ અને હવે રચાશે ઈતિહાસ, કેવો રહેશે કાર્યક્રમ? જાણો બધું
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/New-Parliament-Inauguration-schedule.jpg)
New Parliament Inauguration schedule : નવા સંસદ ભવનનું રવિવારે ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના હાથે ઉદ્ધાટન થશે. 28 મે, 2023 ના રોજ યોજાનાર સમારોહની શરૂઆત સવારે 7.30 હવનથી શરૂ થશે અને બપોરે પીએમ મોદીના ભાષણ બાદ 2.00 વાગે કાર્યક્રમ સમાપ્ત થશે.સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો - https://gujarati.indianexpress.com/national-news/new-parliament-house-inaugurated-sunday-history-created-how-program-everything/128552/
- May 28, 2023 07:05 IST
New Parliament Building inauguration live updates : આજે સવારે 7.30 વાગ્યાથી શરુ થશે ઉદ્ઘાટન કાર્યક્રમ, સાત કલાક સુધી ચાલશે
વડાપ્રધન નરેન્દ્ર મોદી આજે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઇ રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહ બે તબક્કામાં થવા જઈ રહ્યો છે. જેમાં ઉદ્ઘાટનની શરુઆત શરૂઆત હવન અને પૂજાથી થશે અને પીએમ મોદીના ભાષણ સાથે સમાપ્ત થશે.આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવા માટે સાત કલાકનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us