scorecardresearch

New Parliament Inauguration: કોંગ્રેસ સહિત 19 પાર્ટીઓ ઉદ્ઘાટનથી દૂર રહેશે, જાણો નવી અને જૂની સંસદ વચ્ચેનો તફાવત

New Parliament Inauguration : નવા સંસદ ભવનના ઉદ્ધાટનને લઈ વિવાદ વકર્યો છે. કોંગ્રેસ (Congress) સહિત 19 વિપક્ષ પાર્ટીઓ (opposition parties) એ ઉદ્ધાટનનો બહિસ્કાર કરી કહ્યું કે, પીએમ મોદી (PM Modi) એ નહીં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu) એ નવી સંસદનું ઉદ્ઘાટન કરવું જોઈએ.

New Parliament Inauguration
નવા સંસદ ભવનના ઉદ્ધાટનનો વિપક્ષોએ શા માટે કર્યો બહિસ્કાર?

New Parliament Inauguration : નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને વિવાદ વધી રહ્યો છે. મોટી સંખ્યામાં વિપક્ષી દળોએ 28 મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદભવનના પ્રસ્તાવિત ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાર્ટી સહિત 19 વિરોધ પક્ષોએ નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. 19 પક્ષો દ્વારા બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે લોકશાહીની આત્મા સંસદમાંથી ચૂસી લેવામાં આવી છે, ત્યારે અમને નવી ઇમારતની કોઈ કિંમત દેખાતી નથી.

કોંગ્રેસ, TMC, DMK, આમ આદમી પાર્ટી, ઉદ્ધવ જૂથ, સમાજવાદી પાર્ટી, CPI, JMM, કેરળ કોંગ્રેસ (મણિ), VCK, RLD, JDU, CPI(M), RJD, જેમણે સંસદના ઉદ્ઘાટન સત્રનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. IUML, નેશનલ કોન્ફરન્સ, RSP અને MDMK.

આ મુદ્દે મીડિયા સાથે વાત કરતા બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે, અમે આ અંગે તમામ લોકો સાથે ચર્ચા કરી છે. અમે તેનો બહિષ્કાર કરીશું. અમે માનીએ છીએ કે રાષ્ટ્રપતિએ નવી સંસદનું ઉદ્ઘાટન કરવું જોઈએ. સંસદના વડા રાષ્ટ્રપતિ હોય છે. તેમના હાથે ઉદ્ઘાટન ન કરાવીને તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે, તમામ વિરોધ પક્ષો તેનો બહિષ્કાર કરે.

એનસીપીના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું છે કે, એનસીપી નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. પાર્ટીએ નિર્ણય કર્યો છે કે, તે આ મુદ્દે અન્ય સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ઉભા રહેશે. ઉદ્ધવ જૂથના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, આ પ્રોજેક્ટ માત્ર પીએમની ઈચ્છા માટે બનાવવામાં આવ્યો હતો, શું તેની જરૂર હતી? તેમણે કહ્યું કે, તમામ વિરોધ પક્ષોએ નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. અમે પણ તેમની સાથે છીએ.

PM 60 હજાર મજૂરોનું સન્માન કરશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવનિર્મિત સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે. લગભગ 60,000 શ્રમ યોગીઓએ રેકોર્ડ સમયમાં આ નવી રચના બનાવવા માટે યોગદાન આપ્યું છે. આ પ્રસંગે પીએમ તમામ શ્રમ યોગીઓનું સન્માન પણ કરશે.

નવી સંસદનું કામ 2021માં શરૂ થયું

નવી સંસદનો શિલાન્યાસ PM નરેન્દ્ર મોદી દ્વારા 10 ડિસેમ્બર 2020 ના રોજ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેનું કામ જાન્યુઆરી 2021 માં શરૂ થયું હતું. નવી સંસદ વર્તમાન સંસદ ભવનને સમાંતર સ્થિત છે. તે ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા બાંધવામાં આવ્યું છે, જ્યારે તેની ડિઝાઇન અમદાવાદ સ્થિત વિમલ પટેલના અંડરમાં એચસીપી ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

ચાલો જાણીએ નવી અને જૂની સંસદ વચ્ચેનો તફાવત

1 – નવી સંસદ ભવન જૂની સંસદ કરતાં વધુ સાંસદોને સમાવી શકે છે. નવા સંસદ ભવનમાં, લોકસભામાં 888 સાંસદો બેસી શકે છે જ્યારે રાજ્યસભામાં 300 સાંસદો બેસી શકે છે. વર્તમાન સંસદમાં 543 લોકસભા અને 250 રાજ્યસભા સાંસદોની બેઠક વ્યવસ્થા છે.

2 – નવી સંસદની ઇમારત 64,500 ચોરસ મીટરમાં ફેલાયેલી હશે, જ્યારે જૂની સંસદ એક ગોળાકાર ઇમારત છે, જેનો વ્યાસ 560 ફૂટ છે, તેનો પરિઘ 536.33 મીટર છે અને તે લગભગ 24,281 ચોરસ મીટરના વિસ્તારને આવરી લે છે.

3 – સંસદના નવા બિલ્ડિંગમાં જૂના બિલ્ડિંગની જેમ સેન્ટ્રલ હોલ નહીં હોય. સેન્ટ્રલ હોલની જગ્યાએ સંયુક્ત સત્ર માટે લોકસભા ચેમ્બરનો ઉપયોગ કરવામાં આવશે.

4 – સેન્ટ્રલ વિસ્ટા વેબસાઈટ અનુસાર, જૂની ઈમારતમાં આગ સલામતી એક મુખ્ય સમસ્યા હતી કારણ કે, તે વર્તમાન ફાયર સેફ્ટી નિયમો અનુસાર ડિઝાઇન કરવામાં આવી ન હતી. તેમાં ઘણા ઈલેક્ટ્રીક કેબલ લગાવવામાં આવ્યા હતા, જેના કારણે આગ લાગવાનો ભય હતો. નવી ઇમારતમાં બાયોમેટ્રિક્સ, ડિજિટલ ભાષા અનુવાદ સિસ્ટમ અને મતદાનની સરળતા માટે માઇક્રોફોન સહિતની અત્યાધુનિક ટેકનોલોજી છે.

Web Title: New parliament inauguration congress and 19 opposition parties contrariness difference new and old parliament

Best of Express