નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઇને વિવાદે જોર પકડ્યું છે. પહેલા વિપક્ષી દળોએ સરકારને એ વાતથી ઘેરી લીધી છે કે તે સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શું કામ કરવા દે છે. હવે એક એડવોકેટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે ન્યાયની માંગણી કરી છે.
એડવોકેટ સીઆર જયા સુકીને પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો છે કે તેઓ લોકસભા સચિવાલયને આદેશ રજૂ કરે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પીએમના બદલે રાષ્ટ્રપતિના હાથે કરવામાં આવે. તેમનું કહેવું છે કે રાષ્ટ્રપતિ બંધારણ રીતે સરકારના મુખ્ય હોય છે. આવામાં મોદી સરકાર નવા સંસદ ભવનું ઉદ્ઘાટનનું કામ દ્રૌપદી મુર્મુના હાથે કેમ નથી કરાવતી. એટલું જ નહીં તેમને સમારોહમાં બોલાવ્યા પણ નથી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે બંધારણના આર્ટિકલ 79 કહે છે કે પાર્લિયામેન્ટનો મતલબ રાષ્ટ્રપતિ અને બે સદનો થાય છે. રાષ્ટ્રપતિ દેશના પહેલા નાગરિક હોય છે. તેમના જ આમંત્રણ પર સંસદના બંને ગૃહનું કામ શરુ કરવાનું હોય છે. એટલું જ નહીં પ્રધાનમંત્રી અને સરકારના તમામ મંત્રીઓને નિયુક્ત કરવાનું કામ પણ રાષ્ટ્રપતિની જવાબદારી હોય છે. સરકાર પોતાના બધા જ કામ રાષ્ટ્રપતિના નામ પર જ કરે છે. કારણ કે બિલ જે સંસદ પસાર કરે છે તે રાષ્ટ્રપતિની સહીં વગર કાયદો બનતો નથી. કુલ મળીને સરકાર રાષ્ટ્રપતિના નામ પર ચાલે છે. તેમનું કહેવું છે કે ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને ન બોલાવવા એક પ્રકારે તેમનું અપમાન છે. આ ભારતના બંધારણનું સીધી રીતે અપમાન છે.
19 વિપક્ષી દળ પહેલાથી જ કરી ચૂક્યા છે ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર
નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને વિવાદ વધી રહ્યો છે. મોટી સંખ્યામાં વિપક્ષી દળોએ 28 મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદભવનના પ્રસ્તાવિત ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાર્ટી સહિત 19 વિરોધ પક્ષોએ નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. 19 પક્ષો દ્વારા બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે લોકશાહીની આત્મા સંસદમાંથી ચૂસી લેવામાં આવી છે, ત્યારે અમને નવી ઇમારતની કોઈ કિંમત દેખાતી નથી.
કોંગ્રેસ, TMC, DMK, આમ આદમી પાર્ટી, ઉદ્ધવ જૂથ, સમાજવાદી પાર્ટી, CPI, JMM, કેરળ કોંગ્રેસ (મણિ), VCK, RLD, JDU, CPI(M), RJD, જેમણે સંસદના ઉદ્ઘાટન સત્રનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. IUML, નેશનલ કોન્ફરન્સ, RSP અને MDMK. આ મુદ્દે મીડિયા સાથે વાત કરતા બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે, અમે આ અંગે તમામ લોકો સાથે ચર્ચા કરી છે. અમે તેનો બહિષ્કાર કરીશું. અમે માનીએ છીએ કે રાષ્ટ્રપતિએ નવી સંસદનું ઉદ્ઘાટન કરવું જોઈએ. સંસદના વડા રાષ્ટ્રપતિ હોય છે. તેમના હાથે ઉદ્ઘાટન ન કરાવીને તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે, તમામ વિરોધ પક્ષો તેનો બહિષ્કાર કરે.