New Parliament Inauguration : નવા સંસદ ભવન માટે કઇ જગ્યાએથી લાવવામાં આવ્યો કયો સામાન? દરેક વસ્તુની છે પોતાની ખાસિયત

New Parliament Inauguration: નવી સંસદના નિર્માણ માટે દેશના વિવિધ ભાગોમાંથી સામગ્રી લાવવામાં આવી છે. અજમેર નજીકના લાખાથી લાલ ગ્રેનાઇટ અને સફેદ આરસપાણ અંબાજી અને રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો છે

New Parliament Inauguration: નવી સંસદના નિર્માણ માટે દેશના વિવિધ ભાગોમાંથી સામગ્રી લાવવામાં આવી છે. અજમેર નજીકના લાખાથી લાલ ગ્રેનાઇટ અને સફેદ આરસપાણ અંબાજી અને રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
New Parliament Inauguration:

New Parliament Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સંસદનું ઉદ્ઘાટન વિધિ વિધાન સાથે કર્યું (તસવીર - નીતિન ગડકરી ટ્વિટર)

New Parliament Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સંસદનું ઉદ્ઘાટન વિધિ વિધાન સાથે કર્યું છે. નવું સંસદ ભવન પહેલેથી જ ઘણું ભવ્ય છે. દરેક નાની-નાની વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્રિકોણીય આકાર ધરાવતું નવું સંસદ ભવન 64,500 ચોરસ મીટરમાં બનાવવામાં આવ્યું છે. ચાર માળની આ ઇમારતમાં ત્રણ મુખ્ય દરવાજા હશે. તેમના નામ જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર રાખવામાં આવ્યા છે. નવી સંસદમાં વીઆઈપી માટે અલગથી એન્ટ્રી આપવામાં આવી છે. સાંસદો અને મુલાકાતીઓ માટે અલગ પ્રવેશ દ્વાર રહેશે. નવી સંસદ પોતે જ એકદમ અનોખી છે. તેને ગ્રાન્ડ લુક આપવા માટે દેશભરમાં અલગ અલગ જગ્યાએથી સામાન મંગાવવામાં આવ્યો છે.

Advertisment

ક્યાંથી મંગાવ્યો કયો સામાન?

નવી સંસદને ભવ્ય દેખાવ આપવા માટે નોઈડાથી પથ્થરની જાળી લાવવામાં આવી છે. આ ઉપરાંત રાજસ્થાનના રાજનગરમાંથી પણ જાળી મંગાવવામાં આવી છે. સંસદ ભવનના નિર્માણ માટે હરિયાણા અને ઉત્તર પ્રદેશથી ફ્લાય એશ ઇંટોની આયાત કરવામાં આવી હતી. નવા સંસદ ભવન માટે કાર્પેટ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરથી મંગાવવામાં આવ્યા હતા. સાથે જ સંસદ ભવનના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલું સાગનું લાકડું મહારાષ્ટ્રના નાગપુરથી લાવવામાં આવ્યું છે. સંસદ ભવન માટે લાલ અને સફેદ બલુઆ પત્થર રાજસ્થાનના સરમથુરાથી લાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો - ’28 મે, 2023 ઇતિહાસમાં લખાયેલો દિવસ’, અહીં વાંચો વડાપ્રધાન મોદીના સંબોધનની મહત્વની વાતો

રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો પત્થર

નવી સંસદ માટે અજમેર નજીકના લાખાથી લાલ ગ્રેનાઇટ અને સફેદ આરસપાણ અંબાજી અને રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો છે. આ સાથે જ ઉદયપુરથી ગ્રીન સ્ટોન લાવવામાં આવ્યો હતો. પથ્થરની કોતરણીનું કામ આબુ રોડ અને ઉદેપુરના શિલ્પકારો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પથ્થરો રાજસ્થાનના કોટપુતલીથી લાવવામાં આવ્યા હતા. હરિયાણાના ચરખી દાદરી ખાતે ઉત્પાદિત રેતી અથવા 'એમ-રેતી'નો ઉપયોગ સંસદની નવી ઇમારતમાં બાંધકામ પ્રવૃત્તિઓ માટે નક્કર મિશ્રણ બનાવવા માટે કરવામાં આવ્યો હતો. 'એમ રેતી' એ એક પ્રકારની કૃત્રિમ રેતી છે. તે મોટા સખત પત્થરો અથવા ગ્રેનાઇટને સૂક્ષ્મ કણોમાં તોડીને બનાવવામાં આવે છે. નવી સંસદમાં ત્રિપુરાના વાંસથી બનેલા ફ્લોર અને રાજસ્થાનની પથ્થરની કોતરણી ભારતની સાંસ્કૃતિક વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. પિત્તળના કામ માટેની સામગ્રી અને "પ્રિ-ફેબ્રિકેટેડ મોલ્ડ" ગુજરાતના અમદાવાદથી લાવવામાં આવ્યા હતા.

Advertisment

મુંબઈમાં તૈયાર કરાયું ફર્નિચર

નવી સંસદમાં મોટાભાગનું ફર્નિચર સાગના લાકડાનું બનેલું છે. તેને મુંબઈમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે જ સંઘપ્રદેશ દમણ અને દીવથી 'ફાલ્સ સીલિંગ' માટેનું સ્ટીલનું માળખું આયાત કરવામાં આવ્યું છે. અશોક ચિહ્ન માટેની સામગ્રી મહારાષ્ટ્રના ઓરંગાબાદ અને રાજસ્થાનના જયપુરથી લાવવામાં આવી હતી. આ અશોક ચિન્હને સંસદના બંને ગૃહોમાં આસનની બરાબર ઉપર મુકવામાં આવ્યા છે. આ સાથે જ સંસદ ભવનના બહારના ભાગોમાં લગાવવામાં આવેલી સામગ્રી મધ્યપ્રદેશના ઇન્દોરથી આયાત કરવામાં આવી હતી. ચાંદીથી બનેલો અને સોનાની પરત વાળો ઐતિહાસિક રાજદંડ (સેંગોલ) તામિલનાડુ સાથે સંબંધિત છે. જે લોકસભાના અધ્યક્ષની ખુરશી પાસે સ્થાપિત કરવામાં આવ્યો છે.

સંસદ ટ્રેન્ડિંગ ન્યૂઝ નરેન્દ્ર મોદી PM Narendra Modi