News Click : નેવિલ રોય સિંઘમ કોણ છે, જે ચીન પાસેથી પૈસા લઇ ભારતને કરે છે બદનામ

News Click and Neville Roy Singham : ન્યૂયોર્ક ટાઈમ્સે એક રિપોર્ટમાં ન્યૂઝ ક્લિકને ચીન ફંડિંગ આપી રહ્યુ હોવાનો ખુલાસો કર્યો છે, જે ભારત અને પીએમ નરેન્દ્ર મોદી વિરુ્ધ અને ચીનની તરફેણમાં માહોલ ઉભો કરે છે

News Click and Neville Roy Singham : ન્યૂયોર્ક ટાઈમ્સે એક રિપોર્ટમાં ન્યૂઝ ક્લિકને ચીન ફંડિંગ આપી રહ્યુ હોવાનો ખુલાસો કર્યો છે, જે ભારત અને પીએમ નરેન્દ્ર મોદી વિરુ્ધ અને ચીનની તરફેણમાં માહોલ ઉભો કરે છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
News Click | eville Roy Singham | American businessman | thoughtworks

અમેરિકાના ઉદ્યોગપતિ નેવિલ રોય સિંઘમ (Twitter/@thoughtworks)

News Click and Neville Roy Singham spread Chinese propaganda : લોકસભામાં મીડિયામાં ચીનના ફંડિંગનો મુદ્દે ભારે હોબાળો થયો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો છે કે ચીનના પૈસાથી દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ન્યૂઝ પોર્ટલ ન્યૂઝ ક્લિકમાં ચીનના નાણાંનું રોકાણ કરવામાં આવ્યું છે અને તે રાષ્ટ્ર વિરોધી છે.

Advertisment

ચીનનું ન્યૂઝ ક્લિકમાં રોકાણ

તમને જણાવી દઈએ કે ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે, ન્યૂઝ ક્લિકને ચીન ફંડિંગ કરી રહ્યું છે. આ રિપોર્ટ અનુસાર ભારત વિરુદ્ધ માહોલ બનાવવા માટે ચીન તરફથી પૈસા આપવામાં આવ્યા હતા. ન્યૂઝ ક્લિકના પ્રમોટરના ઈમેલથી ખુલાસો થયો કે, ચીન તરફથી 38 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ભાજપે ન્યૂઝ ક્લિક પર ચીનની છબી ચમકાવવાનો અને દેશમાં ચીનનો પ્રચાર પ્રસાર કરવાનો આરોપ લગાવ્યો છે.

કોણ છે નેવિલ રોય સિંઘમ?

નેવિલ રોય સિંઘમ એક અમેરિકન ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર છે. તેઓ આઇટી કન્સલ્ટિંગ કંપની થોટવર્ક્સના (Thoughtworks) સંસ્થાપક અને પૂર્વ ચેરમેન છે. નેવિલ પર વિવિધ સંસ્થાઓને ફંડિંગ આપવાનો આરોપ છે, જે ચીની સરકારી મીડિયાના પ્રોપોગેંડાને પ્રોત્સાહન આપે છે. નેવિલ રોય સિંઘમનો જન્મ 1954માં અમેરિકામાં થયો હતો.

Advertisment

નેવિલ રોય સિંઘમે હાવર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે અને 1993માં થોટવર્ક્સની સ્થાપના પહેલા વર્ષો સુધી એક સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યુ હતુ. નેવિલ રોય સિંઘમે 2009માં ફોરેન પોલિસી મેગેઝિન દ્વારા Top 50 Global Thinkersમાં સ્થાન મેળવ્યુ હતુ.

નેવિલ રોય સિંઘમે તાજેતરના વર્ષોમાં રાજકીય પ્રવૃત્તિઓમાં વધુને વધુ રસ દાખવ્યો છે. તે ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના સ્પષ્ટ સમર્થક છે અને ચીનના સરકારી મીડિયાના મંતવ્યોનો પ્રચાર કરતા જૂથોને લાખો ડોલરનું દાન આપ્યું છે. તેણે ચીનમાં ઉઇધુર નરસંહારનો પણ ઇનકાર કર્યો છે અને રશિયન સામ્રાજ્યવાદની હિમાયત કરી છે.

ભાજપના ગંભીર આરોપ

ભાજપ સાંસદ નિશિકાંત દબે આરોપ મૂક્યા કે, News Click એ ગોતમ નવલખાને 20.53 લાખ ટ્રાન્સફર ક્યા છે. ગૌતમ નવલખા પર માઓવાદી સાથે જોડાણ હોવાનો આરોપ મૂક્યો છે અને તે ભીમા- કોરેગાંવ કેસમાં પણ આરોપી છે. ઉપરાંત એવો પણ આરોપ મૂક્યો કે, ન્યૂઝ ક્લિકની કંપનીએ સીપીએમના આઇટી સેલ મેમ્બરને 52 લાખ રૂપિયા આપ્યા હતા. ન્યૂઝ ક્લિકમાં કામ કરનાર પત્રકારોને ચીનનું ફંડિંગ કરાયુ હોવાનો વાત કહી છે.

આ પણ વાંચો | શું છે ન્યૂઝ ક્લિક? ભાજપ લગાવી રહ્યું છે ગંભીર આરોપ, ન્યૂયોર્ક ટાઇમ્સના ઇન્વેસ્ટિગેશન પછી ભારતમાં બબાલ

લાખો ટ્રેનોમાં મુસાફરી કરી છે. ગૌતમ નવલખા પર માઓવાદી સંબંધોનો આરોપ છે અને તે ભીમા-કોરેગાંવ કેસમાં પણ આરોપી છે. આ સિવાય તેણે આરોપ લગાવ્યો કે ન્યૂઝ ક્લિકની કંપનીએ સીપીએમના આઈટી સેલના સભ્યને 52 લાખ રૂપિયા આપ્યા હતા. ન્યૂઝ ક્લિકમાં કામ કરતા પત્રકારોને પણ ચીની ફંડ વિશે જણાવવામાં આવ્યું છે.

અમેરિકા ચીન ટ્રેન્ડિંગ ન્યૂઝ india politics વિશ્વ દેશ ભાજપ PM Narendra Modi