scorecardresearch

નાગાલેન્ડ ચૂંટણી 2023: વિપક્ષ સંપૂર્ણ લડત ચલાવવામાં નિષ્ફળ, NDPP-BJP ગઠબંધનને આશા

Nagaland polls 2023 update: સત્તારૂઠ ગઠબંધન સિવાય કોઇ પણ અન્ય પક્ષ 30થી વધુ બેઠક માટે રેસમાં નથી. જેમાં જેમાં એનપીએફનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાકે ભાજપને સમર્થન આપવાનું વચન આપ્યું છે.

Ngaland assembly election poll 2023, નાગાલેન્ડ ચૂંટણી 2023
Ngaland assembly election poll 2023, નાગાલેન્ડ ચૂંટણી 2023

Sukrita Baruah: મેઘાલય અને નાગાલેન્ડમાં આજે સોમવારે વિધાનસભાની ચૂંટણી છે. બંને રાજ્યોમાં બહુકોણીય હરીફાઈ છે. આજે સોમવારે 60માંથી કુલ 59 વિધાનસભા મતવિસ્તારો માટે મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી હાથ ધરાશે. બંને રાજ્યોમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સરહદો સીલ કરી દેવામાં આવી છે. મેઘાલયમાં CRPFની 119 અને નાગાલેન્ડમાં 305 કંપનીઓ તહેનાત કરાઈ છે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આગામી 2 માર્ચે આવશે.

ઉલ્લેખનીય છે કે, નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પક્ષ (NDPP) અને ભાજપ મતદાન થયા પછીની રેસમાં એકમાત્ર પૂર્વ-ચૂંટણી ગઠબંધન છે, અને તે મેદાનમાં રહેલા અન્ય પક્ષો કરતાં વધુ મજબૂત સ્થિતિમાં હોવાના સમાચાર છે.

વર્ષ 2018ની જેમ આ વખતે 40:20ના રેશિયો પ્રમાણે અને NDPP સાથે 40 બેઠકો પર ચૂંટણી મેદાને ઉતરીને બંને પક્ષોએ તેમની ભાગીદારીની મજબૂતાઇ પર ભાર મૂક્યો હતો. રાજ્ય બહારના ભાજપના નેતાઓએ પણ NDPP ઉમેદવારોને વિવિધ મતવિસ્તારોમાં સમર્થન આપ્યું હતુ.

નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સના સંયોજક અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા દીમાપુર-IIIમાં હેકાની જખાલુ, પશ્ચિમ અંગામીમાં સાલ્હૌતુઓનુઓ ક્રુસે અને પુગોબોટોમાં વિખેહો સ્વુ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્વ નાગાલેન્ડની તેમની પ્રથમ મુલાકાત અંતર્ગત NDPP નેતા અને સીએમ નેફિયુ રિયો સાથે, મોનમાં એક જાહેર સભાને સંબોધિત કરી, જિલ્લામાં ગઠબંધનના ચૂંટણી સંગ્રામમાં ઉતરેલા નવ ઉમેદાવારો માટે સંયુક્ત રૂપે પ્રચાર કર્યો હતો. આ નવ ઉમેદવારો પૈકી ત્રણ ભાજપના અને છ એનડીપપીમાંથી છે.

NDPP અને ભાજપના ગઠબંધનની એકતા તેમના દ્વારા જાહેર કરાયેલા એક સંયુક્ત અભિયાન ગીતમાં પણ જોવા મળી હતી. જે હિંદી પંક્તિઓથી ભરપૂર હતી અને ભાજપનું ટ્રેડમાર્ક સુત્ર ‘સબકા સાથ સબકા વિકાસ’ પણ હતું.

નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) જેણે 15 વર્ષ સુધી શાસન જમાવ્યુ હતુ અને વર્ષ 2018માં તેઓ વિધાનસભામાં સૌથી વધુ ધારાસભ્યા ધરાવતા હતાં, તેના 60માંથી માંડ 22 ઉમેદવારો આ સંગ્રામમાં ઉભા છે, એક સમયે એક જ બેઠક જીત્યા બાદ કોંગ્રેસ વર્ચ્યુઅલ પતન થઇ ગયુ છે. આવી પરિસ્થિતિમાં NDPP-BJP ગઠબંધન પાસે વિશ્વાસ રાખવાનું કારણ છે. કેટલાક વિપક્ષો એ હકીકતથી પણ નારાજ છે કે નાગા રાજકીય મુદ્દાના ઉકેલ લાવવા માટે દબાણ કરવા ગયા વર્ષે તમામ પક્ષો એક સંયુક્ત મંચ પર આવ્યા હતા.

રિયોએ દાવો કર્યો હતો કે ભાજપ અને NDPPના ગઠબંધનને લગભગ “40 થી 50 બેઠકો” મળશે. જ્યારે સરમાએ કહ્યું કે, ગઠબંધનના ઉમેદવારો સિવાય અન્ય ઉમેદવારોને મત આપવાનો કોઈ અર્થ નથી. 30થી વધુ બેઠકો માટે કોઈ અન્ય પક્ષ મેદાનમાં ન હોવાના તથ્ય પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, “તેઓએ વિપક્ષમાં બેસવાનું નક્કી કરી લીધું છે.” તેમાંથી, 15 બેઠકો પર ચૂંટણી લડી રહેલા એલજેપી (રામ વિલાસ), અને આરપીઆઈ (અઠવલે), નવ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, તેઓ પહેલેથી જ બીજેપીને સમર્થન આપવાનું વચન આપી ચૂક્યા છે, જે અન્ય રાજ્યોમાં તેમના સાથી છે.

વર્ષ 2018 ચૂંટણી પરિણામો

NPF: 38.78% વોટ શેર, 60 માંથી 26 બેઠકો જીતી

NDPP: 25.3% મત, 40 માંથી 17 બેઠકો જીતી, ભાજપ સાથે ગઠબંધન કરીને લડ્યા

BJP: 15.31% વોટ, 20 માંથી 12 સીટો જીતી

કોંગ્રેસ: 2.07% મત, 18માંથી 0 બેઠકો પર ચૂંટણી લડી

Web Title: Ngaland assembly election poll 2023 live update ndpp bjp alliance hopes

Best of Express