/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Nicaragua-flight.jpg)
ડંકી ફ્લાઇટ 22 ડિસેમ્બરે દુબઈથી રવાના થઈ હતી. બાદમાં આ ફ્લાઈટમાં સવાર 276 મુસાફરોને ભારત મોકલી દેવામાં આવ્યા હતા (Express Photo by Pradip Das)
Kamaldeep Singh Brar : પંજાબના એક ટ્રાવેલ એજન્ટે આરોપ લગાવ્યો હતો કે લિજેન્ડ એરલાઇન્સની ફ્લાઇટ જે 303 ભારતીયો સાથે નિકારાગુઆ જઇ રહી હતી અને માનવ તસ્કરીની શંકાના આધારે ફ્રાન્સમાં ઉતારવામાં આવી હતી. તે કથિત રીતે આ વર્ષે મધ્ય અમેરિકન રાષ્ટ્ર માટે આવી ત્રીજી ફ્લાઇટ હતી. લગભગ 600 ભારતીયો આવી જ ફ્લાઈટ્સ પકડવા માટે દુબઈમાં રાહ જોઈ રહ્યા છે. લિજેન્ડ એરલાઇન્સની ફ્લાઇટ 22 ડિસેમ્બરે દુબઈથી રવાના થઈ હતી. બાદમાં આ ફ્લાઈટમાં સવાર 276 મુસાફરોને ભારત મોકલી દેવામાં આવ્યા હતા.
એજન્ટે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ફ્લાઈટ માત્ર ફ્યુઅલ રિફિલ માટે ફ્રાન્સના એરપોર્ટ પર જ રોકાઈ હતી. કોઈક રીતે, એવી માહિતી લીક થઈ ગઈ કે તે 'ડંકી ફ્લાઇટ' હતી. આ પછી તપાસ હાથ ધરી હતી, જેમાં 12 સગીર સહિત 300થી વધુ મુસાફરો હતા. અગિયાર લોકોએ ફ્રાન્સમાં આશ્રય માંગ્યો હતો. બે મુસાફરો પાસે બનાવટી પાસપોર્ટ હતા. આશ્રય માંગનાર અને બનાવટી પાસપોર્ટ ધરાવતા લોકોને બાદ કરતા તમામ મુસાફરો ભારત પરત ફર્યા હતા.
એજન્ટે જણાવ્યું હતું કે ડંકી ફ્લાઇટ્સનો ઉપયોગ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમની પસંદગીના દેશમાં પાછલા દરવાજેથી પ્રવેશ મેળવવામાં મદદ કરવા માટે કરવામાં આવે છે. આવી જ રીતે બે ફ્લાઈટો ઊતરી હતી. એવું લાગે છે કે કેટલાક એજન્ટોએ વધુ પૈસા કમાવવા માટે આ માર્ગનો ઉપયોગ કરવા માટે વધુ યુવાનોને આકર્ષિત કરવા માટે મોડસ ઓપરેન્ડી વિશેની માહિતી લીક કરી હતી.
આ પણ વાંચો - નિકારાગુઆ : કબુતરબાજી માટે ડંકી કન્ટ્રી, ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માંગતા ભારતીયો કેમ જાય છે અહીં?
એજન્ટના જણાવ્યા પ્રમાણે દુબઈમાં પણ આવી જ ફ્લાઈટ્સ પકડવા માટે વધુ ભારતીયો રાહ જોઈ રહ્યા છે. એજન્ટે જણાવ્યું હતું કે હવે જ્યારે મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે, ત્યારે એજન્ટોએ તેમને ભારત પાછા ફરવાનું કહ્યું છે. મારી જાણકારી મુજબ 500થી 600 ઈમિગ્રન્ટ્સ દુબઈમાં છે. આ જ ફોર્મ્યુલાનું પુનરાવર્તન કરી શકાતું નથી તેથી જ્યાં સુધી એજન્ટો કંઈક નવું ન લાવે ત્યાં સુધી આ યુવાનોને પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.
'ડંકી ચાર્જિસ' 40 લાખથી 45 લાખ સુધીના હોય છે
'ડંકી ચાર્જિસ' 40 લાખથી 45 લાખ સુધીના હોય છે, પરંતુ બધા પૈસા અગાઉથી ચૂકવવામાં આવતા નથી. જ્યારે ઇમિગ્રન્ટ અમેરિકાની સરહદે પહોંચે છે ત્યારે મોટી રકમ ચૂકવવામાં આવે છે.એજન્ટના જણાવ્યા અનુસાર એક વખત વિમાન નિકારાગુઆમાં લેન્ડ થયું તો ઓન અરાઇવલ વિઝાની વ્યવસ્થા કરવામાં આવી હોત. ત્યારબાદ ઇમિગ્રન્ટ્સ અમેરિકાની સરહદ સુધી પહોંચવા માટે તેમની મુસાફરીનો આગલો ભાગ શરૂ કરશે.
એજન્ટે દાવો કર્યો હતો કે અગાઉ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ભારતથી અલ સાલ્વાડોરની સીધી ફ્લાઇટમાં મોકલવામાં આવતા હતા. પરંતુ અલ સાલ્વાડોરના સત્તાવાળાઓએ આવા ઇમિગ્રન્ટ્સ પર તેમના દેશમાં ઉતરાણ માટે 1,000 ડોલરની ભારે ફી લગાવ્યા બાદ ફ્લાઇટ્સ બંધ થઈ ગઈ હતી.
નિકારાગુઆ અને અલ સાલ્વાડોર શા માટે
નિકારાગુઆ અને અલ સાલ્વાડોર જેવા દેશોમાં ઉતરવાથી ઇમિગ્રન્ટ્સ ડારિયન ગેપને ટાળી શકે છે, જે કોલંબિયા અને પનામા વચ્ચેનો એક ખતરનાક જંગલી માર્ગ છે. જ્યાં ઘણા ઇમિગ્રન્ટ્સ ખતરનાક મુસાફરી અને ગુનેગારોને કારણે મૃત્યુ પામે છે. આવા દેશોમાં સીધી ફ્લાઇટ્સથી ઇમિગ્રન્ટ્સ સલામત રીતે અમેરિકાની સરહદે પહોંચવાની સંભાવના વધારે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us