NIRF રેન્કિંગ 2025 જાહેર થતાં ગુજરાત મેનેજમેન્ટ ગુરુ તરીકે ઉભરી આવ્યું છે. IIM અમદાવાદ ઇન્ડિયા રેન્કિંગ 2025 મેનેજમેન્ટ વિભાગમાં 83.29 સ્કોર સાથે ટોપ પર છે. સાથોસાથ ગુજરાતની અન્ય ચાર શૈક્ષણિક સંસ્થાઓ MICA,નિરમા, IRM આણંદ અને ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટીએ ટોપ 100માં સ્થાન મેળવ્યું છે.
ગુજરાતની ટોપ 5 મેનેજમેન્ટ શૈક્ષણિક સંસ્થાઓ
ક્રમ સંસ્થા સ્થળ સ્કોર દેશમાં રેન્ક 1 IIM અમદાવાદ અમદાવાદ 83.29 1 2 MICA અમદાવાદ 59.22 33 3 નિરમા યુનિવર્સિટી અમદાવાદ 53.48 53 4 ઇન્સ્ટિટ્યૂટ ઓફ રુરલ મેનેજમેન્ટ આણંદ 53.33 54 5 પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગર 46.81 89
India Ranking 2025 ઓવરઓલ: ટોપ 100 માં ગુજરાતની માત્ર એક સંસ્થા
ભારતના શિક્ષણ મંત્રાલય દ્વારા વિવિધ પાસાઓને ધ્યાનમાં લઇ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે જાહેર કરેલ ઇન્ડિયા રેન્કિંગ 2025 ઓવરઓલ વિભાગમાં IIT, મદ્રાસ ટોપ પર છે. ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ માટે શરમજનક કહી શકાય એવી સ્થિતિ આ આંકડા દર્શાવી રહ્યા છે. ટોપ 10ની વાત જવાદો ટોપ 100 માં ગુજરાતની એક માત્ર IIT, ગાંધીનગર છે જે 39મા ક્રમે છે.
India Rankings 2025 ફાર્મસી : ટોપ 100 ગુજરાતની 7 કોલેજ
NIRF રેન્કિંગ 2025 ફાર્મસી વિભાગમાં દિલ્હીની જામીદ હમદર્દ કોલેજ 86.59 સ્કોર સાથે મોખરે રહી છે. જ્યારે ગુજરાતની સાત સંસ્થાઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું છે. જેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અમદાવાદ 64.44 સ્કોર સાથે 21મા ક્રમે છે.
ક્રમ સંસ્થા સ્થળ સ્કોર દેશમાં રેન્ક 1 નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અમદાવાદ 64.44 21 2 નિરમા યુનિવર્સિટી અમદાવાદ 57.08 32 3 પારુલ યુનિવર્સિટી વડોદરા 54.89 41 4 L M કોલેજ ઓફ ફાર્મસી અમદાવાદ 53.66 45 5 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા 53.45 46 6 ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી અમદાવાદ 49.72 58 7 રમણભાઇ પટેલ કોલેજ ઓફ ફાર્મસી આણંદ 41.56 98
India Ranking 2025 યુનિવર્સિટી: ટોપ 100માં એક માત્ર ગુજરાત યુનિવર્ટી
ઇન્ડિયા રેન્કિંગ 2025 ઓવરઓલ વિભાગની જેમ યુનિવર્સિટી વિભાગમાં પણ ગુજરાત શેઇમ શેઇમ જેવી સ્થિતિમાં છે. ‘ગુજરાત યુનિવર્સિટી’ 49.74 પોઇન્ટ્સ સાથે 74મા સ્થાને છે. જે ગુજરાતની એક માત્ર સંસ્થા છે જે ટોપ 100ની યાદીમાં છે. રાજ્યની અન્ય કોઇ યુનિવર્સિટી આ સફળતા મેળવી શકી નથી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ 85.05 પોઇન્ટ્સ સાથે આ વિભાગમાં મોખરે છે.
India Ranking 2025 કોલેજ: 101થી 200 રેન્ક બેન્ડમાં 2 કોલેજ
ઇન્ડિયા રેન્કિંગ 2025 કોલેજ વિભાગમાં ટોપ 100 માં ગુજરાતની એક પણ કોલેજને સ્થાન મળ્યું નથી. રેન્ક બેન્ડ 101થી 200 વચ્ચે ગુજરાતની 2 કોલેજ છે. જેમાં એક કડીની મણીબેન એમ.પી શાહ મહિલા આર્ટ્સ કોલેજ અને એક રાજકોટની શ્રી એમ.વી એન્ડ શ્રીમતી એન.વી વિરાણી સાયન્સ કોલેજ છે. જ્યારે રેન્ક બેન્ડ 201-300 વચ્ચે રાજકોટની એક માત્ર એચ એન્ડ એચ.બી કોટક ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ કોલેજ છે.
India Ranking 2025 રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ:
ભારત રેન્કિંગ 2025 રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિભાગમાં ગુજરાતની એક માત્ર આઇઆઇટી ગાંધીનગર ટોપ 100માં આવી છે. જે 49.61 પોઇન્ટ્સ સાથે 36મા ક્રમે છે. રાજ્યની અન્ય કોઇ શૈક્ષણિક સંસ્થા આ સફળતા મેળવી શકી નથી. IIT બેંગાલુરુ 85.01 પોઇન્ટ્સ સાથે આ યાદીમાં મોખરે રહી છે.
India Rankings 2025 એંજિનિયરિંગ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ (IIT Madras) 88.72 સ્કોર સાથે ઇન્ડિયા રેન્કિંગ 2025 એંજિનિયરિંગ વિભાગમાં દેશમાં મોખરે રહી છે. ગુજરાતની ત્રણ શૈક્ષણિક સંસ્થાઓએ આ વિભાગમાં મેદાન માર્યું છે. IIT ગાંધીનગર 62.31 સ્કોર સાથે આ યાદીમાં 25મા ક્રમે છે. સુરતની સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી 50.77 સ્કોર સાથે આ યાદીમાં 66મા ક્રમે છે. જ્યારે ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી 45.97 સ્કોર સાથે આ યાદીમાં 98મા ક્રમે છે.
NIRF રેન્કિંગ 2025: IIT મદ્રાસ સતત 10મા વર્ષે મોખરે
આ ઉપરાંત ગુજરાતની ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ આ યાદીમાં 201થી300 રેન્ક બેન્ડમાં સ્થાન પામી છે. જેમાં ગાંધીનગરની ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને મારવાડી યુનિવર્સિટી રાજકોટનો સમાવેશ થાય છે.
India Rankings 2025 મેડિકલ : ટોપ 100માં ગુજરાતની 2 કોલેજ
ઇન્ડિયા રેન્કિંગ 2025 મેડિકલ વિભાગમાં દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ 91.80 સ્કોર સાથે સમગ્ર દેશમાં મોખરે રહી છે. આ વિભાગમાં ગુજરાતની બે મેડિકલ સંસ્થાઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ 44મા ક્રમે અને બી જે મેડિકલ કોલેજ 45મા ક્રમે આવી છે.
India Rankings 2025 ડેન્ટલ : ટોપ 40માં ગુજરાતની એક કોલેજ
ઇન્ડિયા રેન્કિંગ 2025 ડેન્ટલ વિભાગમાં ટોપ 40માં ગુજરાતની એક માત્ર સરકારી ડેન્ટલ કોલેજ, અમદાવાદ 54.13 સ્કોર સાથે 37મા ક્રમે આવી છે. આ વિભાગમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ, દિલ્હી 89.12 સ્કોર સાથે સમગ્ર દેશમાં મોખરે રહી છે.
India Rankings 2025 લો : ટોપ 100માં ગુજરાતની 2 કોલેજ
લો વિભાગમાં ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી 76.23 સ્કોર સાથે સમગ્ર દેશમાં 5મા ક્રમે આવી છે. જ્યારે નિરમા યુનિવર્સિટી 53.70 સ્કોર સાથે 33મા ક્રમે રહી છે. આ વિભાગમાં બેંગાલુરુ સ્થિત નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા 82.97 સ્કોર સાથે સમગ્ર દેશમાં મોખરે રહી છે.