FM Nirmala Sitharaman Present White Paper In Parliament : કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેત પત્ર રજૂ કર્યું છે. હવે આ અંગે આવતીકાલે ચર્ચા થશે. મોદી સરકારે વચગાળાના બજેટમાં જાહેરાત કરી હતી કે તે એનડીએ સરકારના દસ વર્ષોના યુપીએ સરકારના દસ વર્ષ સાથે સરખામણી કરવા માટે શ્વેત પત્ર લાવશે. ચાલો તમને જણાવીએ કે શ્વેત પત્ર શું છે અને મોદી સરકાર તેને સંસદમાં શા માટે રજૂ કરી રહી છે.
શ્વેત પત્ર શું છે? (What Is White Paper)
શ્વેત પત્ર એક સરકારી દસ્તાવેજ છે. આ દ્વારા સરકાર પોતાની નીતિઓ અને સિદ્ધિઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરશે અને તેમની પ્રતિક્રિયા જાણવાનો પણ પ્રયાસ કરશે. ઇન્ટરિમ બજેટ 2024 રજૂ કરતી વખતે નાણાં મંત્રી નિર્મલા સીતારામને દાવો કર્યો હતો કે, વર્ષ 2024માં પીએમ નરેન્દ્ર મોદીએ દેશની જવાબદારી સંભાળી, ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કટોકટીમાં હતી. આ સ્થિતિ માટે તેમણે મનમોહન સિંહ સરકારના મિસ મેનેજમેન્ટને જવાબદાર ગણાવ્યું હતું.

શ્વેત પત્રમાં કોંગ્રેસની યુપીએ સરકાર પર આકરા પ્રહાર
મોદી સરકારે શ્વેત પત્ર દ્વારા યુપીએ સરકારના 10 વર્ષ દરમિયાન અર્થવ્યવસ્થાની સ્થિતિની એનડીએ સરકારના સમયગાળા સાથે સરખામણી કરશે. શ્વેત પત્રમાં સંભવતઃ નાણાંકીય નીતિ, મોનેટરી પોલિસી, વેપાર નીતિ અને એક્સચેન્જ રેટ પોલિસી જેવી વિવિધ પેટાનીતિઓને આવરી લઇને છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત સરકારની સંપૂર્ણ આર્થિક નીતિનું વર્ણન, મૂલ્યાંકન અને વિશ્લેષણ કરવામાં આવે છે.
સરકારે શ્વેતપત્રમાં જણાવ્યું છે કે, વર્ષ 2014માં અર્થવ્યવસ્થા સંકટમાં હતી, જો તે સમયે શ્વેતપત્ર રજૂ કરવામાં આવ્યું હોત તો તેનાથી નકારાત્મક વાતાવરણ સર્જાઈ શક્યું હોત અને રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો હોત. ઉપરાંત શ્વેત પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઝડપી ઉકેલને બદલે NDA સરકારે સાહસિક સુધારા કર્યા. રાજકીય અને નીતિગત સ્થિરતાથી સજ્જ, એનડીએ સરકારે, તેની અગાઉની યુપીએ સરકારથી વિપરીત, મોટા આર્થિક લાભો માટે આકરાં નિર્ણયો લીધા.
યુપીએ શાસન દરમિયાન જાહેર સંસાધનો (કોલસો અને ટેલિકોમ) ની બિન-પારદર્શક હરાજી હાથ ધરવામાં આવી હતી. કેગ (CAG)ના અનુમાન મુજબ કોલ ગેટ કૌભાંડથી સરકારી તિજોરીને 1.86 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. CWG કૌભાંડે વધતી જતી રાજકીય અનિશ્ચિતતાના વાતાવરણનો સંકેત આપ્યો હતો અને રોકાણના સ્થળ તરીકે ભારતની છબીને પ્રતિકૂળ અસર કરી હતી.
કોલસા કૌભાંડે 2014માં દેશની અંતરાત્માને હચમચાવી દીધો હતો. 2014 પહેલા, કોલસાના ખાણની ફાળવણી પારદર્શક પ્રક્રિયાને અનુસર્યા વિના મનસ્વી ધોરણે કરવામાં આવી હતી. આ ક્રિયાઓની તપાસ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને 2014માં સુપ્રીમ કોર્ટે 1993 થી ફાળવેલ 204 કોલસાની ખાણો/બ્લોકની ફાળવણી રદ કરી હતી.
યુપીએ સરકાર દરમિયાન ભ્રષ્ટાચાર અને કૌભાંડોને કારણે સંરક્ષણ ક્ષેત્રમાં નિર્ણયો લઈ શકાયા ન હતા. જેના કારણે સંરક્ષણ તૈયારીઓ ખોરવાઈ ગઈ હતી. સરકારે આર્ટિલરી અને એન્ટી એરક્રાફ્ટ ગન, ફાઈટર પ્લેન, સબમરીન, નાઈટ ફાઈટીંગ ગિયર અને અન્ય ઘણા સાધનો ખરીદવામાં વિલંબ કર્યો.





