PM મોદીની અધ્યક્ષતામાં ચાલી રહી નીતિ આયોગની બેઠક, કેજરીવાલ, મમતા બેનરજી સહિત 10 CM ન થયા સામેલ

niti Aayog meeting : પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકાર (Central Goverment) દ્વારા નીતિ આયોગની બેઠક ચાલી રહી છે, જેમાં દેશના વિવિધ મહત્ત્વના મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલ (arvind kejriwal), મમતા બેનરજી (mamata banerjee), નીતિશ કુમાર (Nitish Kumar) સહિત 10 રાજ્યોના મુખ્યમંત્રી બેઠકમાં સામેલ ન થયા.

niti Aayog meeting : પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકાર (Central Goverment) દ્વારા નીતિ આયોગની બેઠક ચાલી રહી છે, જેમાં દેશના વિવિધ મહત્ત્વના મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલ (arvind kejriwal), મમતા બેનરજી (mamata banerjee), નીતિશ કુમાર (Nitish Kumar) સહિત 10 રાજ્યોના મુખ્યમંત્રી બેઠકમાં સામેલ ન થયા.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
niti Aayog meeting

નીતિ આયોગની બેઠકમાં 10 રાજ્યોના સીએમ ગેરહાજર રહ્યા

Niti Aayog meeting : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાનના નવા કન્વેન્શન સેન્ટર ખાતે 'વિકસીત ભારત @2047: ટીમ ઈન્ડિયાની ભૂમિકા' થીમ પર નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. પીએમ મોદી નીતિ આયોગના અધ્યક્ષ તરીકે બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. PM મોદી 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વાસ્થ્ય, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને માળખાગત વિકાસ સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે.

Advertisment

નીતિ આયોગે નિવેદનમાં જણાવ્યું હતું કે, “દિવસે ચાલેલી બેઠક દરમિયાન આઠ મુખ્ય વિષયો પર ચર્ચા કરવામાં આવશે. તેમાં વિકસિત ભારત @2047 પર ચર્ચા, MSME પર ભાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, અનુપાલન ઘટાડવું, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને પોષણ, કૌશલ્ય વિકાસ અને ક્ષેત્ર અને સામાજિક માળખાના વિકાસ માટે પ્રેરક બળનો સમાવેશ થાય છે.

આમ તો, નીતિ આયોગ વતી એવું કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો/લેફ્ટનન્ટ ગવર્નરો, કેન્દ્રીય પ્રધાનો પદાધિકારી સભ્યો તરીકે અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને સભ્યો બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ 10 વિપક્ષી પાર્ટીઓના સીએમ તેમાં ભાગ લઈ રહ્યા નથી. 6 રાજ્યોના મુખ્ય પ્રધાનોએ બેઠકનો બહિષ્કાર કર્યો છે, જ્યારે બે રાજ્યોના મુખ્ય પ્રધાનો (રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને કેરળના સીએમ પિનરાઈ વિજયન) તેમના વ્યસ્ત શેડ્યૂલને કારણે બેઠકમાં હાજર રહ્યા ન હતા. જ્યારે બેઠકનો બહિષ્કાર કરનારા મુખ્ય પ્રધાનોમાં તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનનો પણ સમાવેશ થાય છે.

તો, કોંગ્રેસ શાસિત 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં ભાગ લેશે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ અને કર્ણાટકના નવા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો સમાવેશ થાય છે.

Advertisment

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પીએમ મોદીને પત્ર લખ્યો છે. આમાં તેમને જણાવ્યું કે, તેઓ શા માટે મીટિંગનો બહિષ્કાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, “વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરે તો લોકો ન્યાય માટે ક્યાં જાય? વડાપ્રધાનને બિન-ભાજપ સરકારોનું કામ કરવા દો. જ્યારે સહકારી સંઘવાદ મજાક હોય ત્યારે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવાનો શું અર્થ છે?”

આ પણ વાંચો - નવા સંસદ ભવનના ઉદ્ઘાટન બાદ જુના સંસદ ભવનનું થશે? અહીં જાણો તમારા તમામ પ્રશ્નોના જવાબ

તો પશ્ચિમ બંગાળના મુખ્યમંતરી મમતા બેનરજી પહેલા તો બેઠકમાં હાજરી આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેમણે પોતાનું પગલું પાછું ખેંચ્યું. હવે તે મીટિંગમાં પણ હાજર નથી રહ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મમતા બેનર્જીએ કેન્દ્રને પત્ર લખીને રાજ્યના નાણામંત્રી અને મુખ્ય સચિવને બેઠકમાં હાજરી આપવા માટે કહ્યું હતું, પરંતુ કેન્દ્રએ તેમની વિનંતીને નકારી દીધી હતી. એટલે કે હવે આ બેઠકમાં પશ્ચિમ બંગાળનો કોઈ પ્રતિનિધિ હાજર રહેશે નહીં.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ નરેન્દ્ર મોદી Express Exclusive દેશ PM Narendra Modi