નીતિન ગડકરીએ રાજસ્થાનમાં ખેડૂતોને આપી મોટી ગેરંટી, ‘…પેટ્રોલની કિંમત 15 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે’.

Nitin Gadkari farmers guarantee in rajasthan : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા નીતિન ગડકરીએ પ્રતાપગઢમાં ખેડૂતોને સંબોધતા કહ્યું કે, બીજેપી સરકાર મોટા પ્લાન પર કામ કરી રહી, જેનાથી પેટ્રોલની કિંમત 15 રૂપિયા થઈ જશે, જેનો ફાયદો ખેડૂતોને મળશે.

Written by Kiran Mehta
Updated : July 05, 2023 12:09 IST
નીતિન ગડકરીએ રાજસ્થાનમાં ખેડૂતોને આપી મોટી ગેરંટી, ‘…પેટ્રોલની કિંમત 15 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે’.
નીતિન ગડકરીએ રાજસ્થાનના ખેડૂતોને આપી મોટી ગેરંટી (ફોટો - નીતિન ગડકરી ટ્વીટર)

Niitin Gadkari Farmers guarantee in Rajasthan : રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરસભા કરી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, દેશનો ખેડૂત માત્ર અન્નદાતા જ આપનાર નથી પરંતુ ઉર્જા આપનાર પણ છે. આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની આ જાહેર સભા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

નીતિન ગડકરીએ કહ્યું કે, દેશની જનતાએ ફરી એકવાર ભાજપ સરકારને સત્તામાં લાવવાનું મન બનાવી લીધું છે. આ દરમિયાન રાજ્યના ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ, સાંસદો અને ધારાસભ્યો પણ મંચ પર હાજર હતા.

પેટ્રોલની કિંમત 15 રૂપિયા થઈ જશે

આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અમે એક એવા પ્લાન પર કામ કરી રહ્યા છીએ, જેનાથી પેટ્રોલની કિંમત માત્ર 15 રૂપિયા થઈ જશે. અને ખેડૂતોને આનાથી મોટો ફાયદો થશે.

નીતિ ગડકરીએ પેટ્રોલ વિશે શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમની સિદ્ધિઓ ગણાવતા કહ્યું કે, દેશમાં ફરી એકવાર ભાજપની સરકાર આવવા જઈ રહી છે. તેમણે કહ્યું, “અમારી સરકારની માનસિકતા એ છે કે, ખેડૂતોએ માત્ર અન્નદાતા જ નહીં પરંતુ ઉર્જા પ્રદાતા પણ બનવું જોઈએ”. તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં તમામ વાહનો ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઈથેનોલ પર ચાલશે. 60 ટકા ઇથેનોલ, 40 ટકા વીજળી અને પછી તેની સરેરાશ પકડવામાં આવે તો, પેટ્રોલનો ભાવ માત્ર 15 રૂપિયા જ રહેશે. તેમણે કહ્યું કે, આ 16 લાખનું ઈમ્પોટ છે, અને આ પૈસા ખેડૂતો પાસે જશે.

‘હું તમારી અપેક્ષાઓ પૂરી કરીશ’

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કેન્દ્રમાં ભાજપની સરકાર લાવવામાં રાજસ્થાને ઘણું યોગદાન આપ્યું છે. મંચ પર બેઠેલા ત્રણ સાંસદો સીપી જોશી, કનક મલ કટારા અને દિયા કુમારી તરફ ઈશારો કરીને તેમણે કહ્યું કે, તેઓ મારી પાસે ઘણી અપેક્ષાઓ સાથે આવે છે.

આ પણ વાંચોMaharashtra NCP Crisis : કોણ ધારાસભ્ય કોની સાથે? NCP બંને જૂથો આજે દેખાડશે તાકાત, બેઠક પહેલા લાગુ કરી ડબલ વ્હિપ

હું તમારી દરેક અપેક્ષા પૂરી કરવાનો પ્રયત્ન કરીશ. કેન્દ્રીય મંત્રીએ રાજસ્થાનમાં યુવાનોને સારી રોજગારીથી લઈને અનેક યોજનાઓ લાગુ કરવાની વાત કરી. કોંગ્રેસ પર નિશાન સાધતા નીતિન ગડકરીએ કહ્યું કે, કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે 60 વર્ષમાં દેશે ગરીબીનો જ સામનો કર્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ