Nitish Kumar Bihar Political Crisis : નીતિશ કુમાર બિહારના મુખ્ય મંત્રી છે. ત્રણ દાયકાથી વધુ સમયથી બિહારના રાજકારણમાં નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રમાં રહ્યા છે. આ બંને નેતાઓએ 1974ના બિહાર વિદ્યાર્થી આંદોલન દરમિયાન રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવ 1977મા સંસદ સભ્ય બની ગયા હતા, પરંતુ નીતિશ કુમારને વિધાનસભા પહોંચવા લાંબી રાહ જોવી પડી હતી. નીતિશ 1985માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા, પરંતુ બિહારના રાજકારણમાં નીતિશની પકડ મજબૂત રહી છે.
એવું પણ માનવામાં આવે છે કે 1990માં જ્યારે લાલુ પ્રસાદ યાદવ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા. તે દરમિયાન નીતિશ કુમારે લાલુ પ્રસાદ યાદવને મુખ્યમંત્રી બનાવવામાં મદદ કરી હતી. જો કે આ પછી બંને નેતાઓ વચ્ચેના સંબંધો સતત બગડતા ગયા. એવા ઘણા પ્રસંગો હતા જ્યારે બંને નેતાઓએ એકબીજાને ભાઈ પણ કહ્યા હતા. વર્ષ 1990માં લાલુ પ્રસાદ યાદવ રામ સુંદર દાસને હરાવીને પહેલીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. કહેવાય છે કે લાલુ પ્રસાદની આ સફળતા પાછળ નીતીશ કુમારનો હાથ હતો. જો કે ત્યાર પછીના દિવસોમાં નીતિશ અને લાલુ વચ્ચેના સંબંધો વણસ્યા હતા.
નીતિશ કુમારે લાલુ પર ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો. આ પછી વર્ષ 1994માં નીતિશે પટનાના ગાંધી મેદાનમાં ‘કુર્મી રાઈટ્સ રેલી’નું આયોજન કર્યું હતું. થોડા દિવસો પછી, તે તત્કાલીન જનતા દળથી અલગ થઈ ગયા.
નીતિશ કુમારે નવી રાજકીય પાર્ટીની રચના કરી
વર્ષ 1994માં જ નીતિશે સમાજવાદી નેતાઓ જ્યોર્જ ફર્નાન્ડિસ અને લલન સિંહ સાથે મળીને સમતા પાર્ટીની રચના કરી હતી. 1995ની ચૂંટણીમાં તેઓ અન્ય પક્ષો સાથે મળીને ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને વધારે સફળતા મળી ન હતી. આ પછી નીતીશે સીપીઆઈ સાથે ગઠબંધન તોડી નાખ્યું અને એનડીએનો હિસ્સો બન્યા હતા.
લોકસભા ચૂંટણી 1996ના થોડા સમય પહેલા નીતીશ કુમાર એનડીએનો હિસ્સો બન્યા હતા. ભાજપ સાથે તેમનો રાજકીય સંબંધ 2010ની બિહાર વિધાનસભા ચૂંટણી સુધી ચાલુ રહ્યા હતા. આ ચૂંટણીમાં NDAને મોટી જીત હાંસલ થઇ હતી.
નીતિશ કુમારે 2014માં એનડીએ સાથે છેડો ફાડ્યો
આ દરમિયાન રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઇ રહ્યા હતા. આ વાત વર્ષ, 2012ની છે જ્યારે ભાજપમાં નરેન્દ્ર મોદીનું કદ વધવા લાગ્યુ હતુ. મોદીના વધતા કડને જોઇ નીતિશ કુમારને એનડીએની અંદર ગભરામણ થવા લાગી. આ કારણસર જ 2014ની લોકસભા ચૂંટણીમાં નીતિશ કુમારે એટલા ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી.
આ લોકસભા ચૂંટણીનું પરિણામ એ આવ્યું કે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. કેમ કે જેડીયુને માત્ર બે જ બેઠકો કેમ મળી હતી. આ પછી નીતિશ કુમારે લાલુ પ્રસાદ યાદવ સાથે મહાગઠબંધન કર્યું અને 2015ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બન્યા. આ ગઠબંધનને વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત મળી હતી.
લગભગ અઢી વર્ષ પછી 2017માં નીતીશ કુમારે ફરી ચોંકાવી દીધા. નીતિશ કુમારને મહાગઠબંધનમાં જ ખામીઓ દેખાવા લાગી. IRCTC કૌભાંડમાં ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવનું નામ સામે આવ્યું હતું. આ ઘટના બાદ નીતીશ કુમારે ‘અંતરાત્મા’નો અવાજ સાંભળીને મહાગઠબંધનનો અંત લાવ્યો અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. તેઓ સીએમ પદ છોડ્યા બાદ તરત જ ભાજપમાં જોડાયા હતા. સાથે ગઠબંધન કરીને સરકાર પણ બનાવી લીધી હતી.
આ પછી 2020માં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. નીતિશ કુમાર ભાજપ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. આ ચૂંટણીમાં નીતિશની પાર્ટી જેડીયુને માત્ર 43 સીટો મળી છે. ભાજપને 74 અને આરજેડીને 75 બેઠકો મળી હતી, પરંતુ આ બધું હોવા છતાં માત્ર નીતિશ કુમાર જ મુખ્યમંત્રી પદ પર રહ્યા.
આ પણ વાંચો | શું નીતિશ કુમાર ફરી યૂ ટર્ન મારશે? લાલુ યાદવની પુત્રીના ટ્વિટથી મોટી હલચલના સંકેત
તેના બે વર્ષ બાદ 2022માં નીતિશ કુમારે ફરી એકવાર વાપસી કરી હતી. હવે નીતીશને ભાજપ સાથે સમસ્યા થવા લાગી. વિવિધ કારણોને ટાંકીને નીતીશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને ભાજપ સાથેના સંબંધો પણ ખતમ કરી દીધા. આ સાથે નીતિશ કુમારે આરજેડી, કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે મળીને સરકાર બનાવી લીધી અને રાજ્યના નાયબ સીએમ તેજસ્વી યાદવને બનાવ્યા હતા.