/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/nitish-kumar-bihar.jpg)
Nitish Kumar : નીતિશ કુમાર બિહારના મુખ્ય મંત્રી છે. (Express Photo)
Nitish Kumar And Bihar Politics Crisis : નીતિશ કુમારની રાજનીતિથી બિહારના રાજકારણમાં ફરી ગરમાવો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર ભાજપ સાથે મળીને સરકાર બનાવી શકે છે. જો આમ થાય છે અને નીતિશ ફરીથી મુખ્યમંત્રી બનશે તો તેઓ નવમી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. નીતિશ કુમાર છેલ્લા 23 વર્ષમાં 8 વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે.
ભાજપ સાથે લાંબા સમય સુધી રહ્યું ગઠબંધન
અલબત્ત નીતિશ કુમારનું સૌથી લાંબુ ગઠબંધન ભાજપ સાથે જ ચાલ્યુ છે. પરંતુ તેઓ ઘણી વખત ભાજપનો પણ સાથ છોડી ચૂક્યા છે. નીતીશ કુમારે વર્ષ 2000માં પહેલીવાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભાજપે તેમને સમર્થન આપ્યું હતું પરંતુ તેમણે 7 દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી 2005માં બિહારમાં બીજેપી-જેડીયુ ગઠબંધનને બહુમતી મળી અને નીતિશ કુમાર બીજી વખત મુખ્યમંત્રી બન્યા. 2010માં બીજેપી-જેડીયુ ગઠબંધને રેકોર્ડ બહુમતી હાંસલ કરી અને નીતિશ કુમાર ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Bihar-Politics.jpg)
મોદીના કારણે 2013માં ભાજપ સાથે છેડો ફાડ્યો
2013માં નીતીશ કુમારથી NDAથી અલગ થયા. આ દરમિયાન નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પણ છોડી દીધું હતું અને પોતાની પાર્ટીના નેતા જીતન રામ માંઝીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ ત્યાર પછી તેમણે ફરી ફેબ્રુઆરી 2015માં કમાન સંભાળી અને ચોથી વખત સીએમ તરીકે શપથ લીધા.
2015માં નીતીશ કુમારે આરજેડી સાથે મળીને ચૂંટણી લડી હતી અને ગઠબંધનની જીત થઈ હતી. ત્યારબાદ તેમણે પાંચમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 2017માં નીતિશ કુમારનો ફરી એકવાર આરજેડીથી મોહભંગ થયો અને ગઠબંધન તોડી નાખ્યું. આ પછી, તેમણે ફરીથી ભાજપ સાથે સરકાર બનાવી અને છઠ્ઠી વખત મુખ્યમંત્રી બન્યા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/bihar-politics-nitish-kumar-lalu-yadav.jpg)
સરકારમાં કોઈ પણ હોય, સીએમ નીતિશ કુમાર જ રહ્યા
બિહારમાં 2020માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને ભાજપ અને જેડીયુએ એનડીએ ગઠબંધન હેઠળ સાથે મળીને ચૂંટણી લડી હતી. ગઠબંધનને બહુમતી મળી અને નીતિશ કુમારે સાતમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જો કે, ઓગસ્ટ 2022માં નીતીશ કુમારના ભાજપ સાથેના સંબંધો ફરી બગડ્યા અને તેમણે આરજેડી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી. આ વખતે પણ નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા અને તેમણે આઠમી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. આવી સ્થિતિમાં 2005થી લઈને અત્યાર સુધી બિહારમાં ઘણી ગઠબંધન સરકારો બની, પરંતુ મુખ્યમંત્રીની ખુરશી નીતીશ કુમાર પાસે જ રહી.
આ પણ વાંચો | બિહાર રાજકારણ : પાર્ટી બ્રેકઅપ કે બીજું કંઈક… 2022માં કેમ નીતિશ કુમારે એનડીએ છોડ્યું? હવે આ કારણે તે આરજેડીથી નારાજ
નીતિશ કુમાર એક નવો રેકોર્ડ બનાવશે
જો નીતિશ કુમાર ભાજપ સાથે ફરી સરકાર બનાવે છે અને મુખ્યમંત્રી બને છે તો તેઓ નવમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આવી સ્થિતિમાં તેઓ એક નવો રેકોર્ડ પણ બનાવશે. નીતિશ કુમાર પછી સૌથી વધુ વખત સીએમ બનેલા નેતા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક છે. તેઓ છેલ્લા 23 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે. નવીન પટનાયકે કુલ પાંચ વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us