બિહાર વિધાનસભામાં સીએમ નીતિશ કુમારનું વિવાદાસ્પદ નિવેદન, મહિલા ધારાસભ્યોને આવી શરમ

Nitish Kumar Statement : બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે નીતિશ કુમાર બીમાર છે. કોઈના કોઇ મુખ્યમંત્રીને ખોટી દવાઓ આપી રહ્યું છે. આ તપાસનો વિષય છે

Nitish Kumar Statement : બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે નીતિશ કુમાર બીમાર છે. કોઈના કોઇ મુખ્યમંત્રીને ખોટી દવાઓ આપી રહ્યું છે. આ તપાસનો વિષય છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
nitish kumar | bihar vidhansabha

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (તસવીર - Twitter/ANI)

Nitish Kumar Controversial Statement : મંગળવારે સીએમ નીતિશ કુમારે બિહાર વિધાનસભામાં અનામતને લઈને પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરમિયાન તેમણે વસ્તી નિયંત્રણ અંગે તેમના દ્વારા કહેવામાં આવેલી એક વાતને લઈને વિધાનસભામાં વિવાદ થયો હતો. નીતિશના નિવેદન પર વિપક્ષના ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે.

Advertisment

બિહાર વિધાનસભામાં વસ્તી નિયંત્રણ પર બોલતા, નીતિશ કુમારે કહ્યું કે જો છોકરી ભણશે… અને જ્યારે છોકરા અને છોકરી વચ્ચે લગ્ન થશે અને જ્યારે લગ્ન થાય છે ત્યારે પુરુષ દરરોજ રાત્રે તેની સાથે આવું કરે છે… તેમાં વધારે બાળકો પેદા થઈ જાય છે. જો છોકરી ભણી લેશે તો તેની અંદર…..તેને….કરી દો. તેમાં વસતી ઘટી રહી છે.

બિહાર વિધાનસભામાં જ્યારે નીતીશ કુમાર આ વાતો કહી રહ્યા હતા ત્યારે સત્તાધારી પક્ષના મોટાભાગના ધારાસભ્યો હસતા હતા જ્યારે મહિલા ધારાસભ્યો શરમ અનુભવતા હતા. બિહારમાં બીજેપીના મહિલા ધારાસભ્ય નિક્કી હેમ્બ્રમેએ નીતિશ કુમારના નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે.

નિક્કી હેમ્બ્રમેએ કહ્યું- સીએમ મર્યાદિત રીતે કહી શક્યા હોત

બીજેપી ધારાસભ્ય નિક્કી હેમ્બ્રમેએ નીતિશ કુમારના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે નીતિશ કુમાર જે કહી રહ્યા હતા તે વધુ મર્યાદિત રીતે કહી શક્યા હોત પરંતુ તેઓ મહિલાઓ પ્રત્યે અસંવેદનશીલ છે. તેમની આંખોમાં સ્ત્રીઓ માટે કોઈ સન્માન નથી.

Advertisment

આ પણ વાંચો - બિહારમાં અનામતનો વ્યાપ વધીને 75 ટકા થશે, જાણો કોને કેટલી અનામત અપાશે?

ભાજપે વિરોધ વ્યક્ત કર્યો હતો

બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે તે સંપૂર્ણ રીતે સાર્થક છે કે નીતિશ કુમાર બીમાર છે. ભારતનું બંધારણ કહે છે કે જે વ્યક્તિ બીમાર છે તેને ગાદી પર બેસી રહેવાનો કોઈ અધિકાર નથી. આ દુર્ભાગ્યપૂર્ણ છે. કોઈના કોઇ મુખ્યમંત્રીને ખોટી દવાઓ આપી રહ્યું છે. આ તપાસનો વિષય છે.

ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે શું કહ્યું?

તેજસ્વી યાદવે કહ્યું કે જો કોઈ આ નિવેદનનું ખોટું અર્થઘટન કરે છે તો તે ખોટું છે. મુખ્યમંત્રીનું નિવેદન સેક્સ એજ્યુકેશનને લઈને હતું. જ્યારે પણ સેક્સ એજ્યુકેશનની વાત કરવામાં આવે છે ત્યારે લોકો શરમાય અને ખચકાટ અનુભવે છે, જેને ટાળવું જોઈએ. હવે તો શાળાઓમાં ભણાવવામાં આવે છે. તેમણે કહ્યું કે વસ્તી વધારાને રોકવા માટે વ્યવહારિક રીતે શું કરવું જોઈએ. તેને ખોટી રીતે ન લેવું જોઈએ.

નીતિશ કુમાર bihar દેશ