દિલ્હી પહોંચેલા નીતિશ કુમારની ના કોઇ સાથે વાત ના મુલાકાત, શું ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડ પડી?

I.N.D.I.A Alliance : અહેવાલો અનુસાર નીતીશ કુમાર દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને અન્ય ઘણા વિપક્ષી નેતાઓને મળવાના હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દિલ્હીમાં રોકાણના પહેલા જ દિવસે તેઓ I.N.D.I.A ગઠબંધનના કોઈ નેતાને મળ્યા નથી

I.N.D.I.A Alliance : અહેવાલો અનુસાર નીતીશ કુમાર દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને અન્ય ઘણા વિપક્ષી નેતાઓને મળવાના હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દિલ્હીમાં રોકાણના પહેલા જ દિવસે તેઓ I.N.D.I.A ગઠબંધનના કોઈ નેતાને મળ્યા નથી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
nitish kumar | india alliance

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બે દિવસના દિલ્હીના પ્રવાસે છે (File)

Nitish Kumar Delhi Visit : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બે દિવસના દિલ્હીના પ્રવાસે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બુધવારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. જોકે આ સિવાય બિહારના સીએમ કોઇ જનસભામાં દેખાયા ન હતા.

Advertisment

બુધવારે સીએમ નીતિશ પોતાની આંખની સારવાર માટે દિલ્હી એમ્સ ગયા હતા. એવા અહેવાલો આવ્યા હતા કે નીતિશ કુમાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળશે, પરંતુ તે પહેલાં બે પાર્ટીઓમાં પેંચ ફસાયો હતો. આવી સ્થિતિમાં, આજે સીએમ નીતીશ અને કેજરીવાલને મળવાનો કોઈ કાર્યક્રમ નથી. અહેવાલો અનુસાર નીતીશ કુમાર દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને અન્ય ઘણા વિપક્ષી નેતાઓને મળવાના હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દિલ્હીમાં રોકાણના પહેલા જ દિવસે તેઓ I.N.D.I.A ગઠબંધનના કોઈ નેતાને મળ્યા નથી.

શું છે નીતીશ કુમારની દિલ્હી મુલાકાતનો એજન્ડા?

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બે દિવસની દિલ્હીની મુલાકાતે છે, પરંતુ તેમની દિલ્હી મુલાકાતનો એજન્ડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. આ દરમિયાન ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજી ઉગ્ર બની રહી છે. મહારાષ્ટ્રમાં શરદ પવાર અને અજિત પવારની વારંવારની બેઠકોએ ઇન્ડિયા ગઠબંધનને મૂંઝવણમાં મૂકી દીધું છે. આ દરમિયાન બધાની નજર નીતિશ કુમારના દિલ્હી પ્રવાસ પર છે.

આ પણ વાંચો - INDIA સામે બેવડો પડકાર? પવારની ગુપ્ત બેઠક અને દિલ્હીમાં AAP સાથે કોંગ્રેસની લડાઈ, શું સાચી પડશે અમિત શાહની ભવિષ્યવાણી?

Advertisment

આ વખતે નીતિશ કુમાર એકલા દિલ્હી કેમ આવ્યા?

જોકે કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીના પ્રવાસ પર નીતિશ કુમાર પોતાની આંખના રૂટીન ચેકઅપ માટે ગયા છે. પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આગામી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ઇન્ડિયા એલાયન્સની બેઠક પહેલા પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા માંગે છે. સાથે જ સવાલ એ પણ થાય છે કે દર વખતે તેજસ્વી યાદવની સાથે વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરનારા નીતિશ કુમાર આ વખતે એકલા દિલ્હી કેમ આવ્યા?

આપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ સર્જાયો

વાસ્તવમાં નીતિશ કુમારની દિલ્હી મુલાકાત અને ઇન્ડિયા ગઠબંધનમાં ભ્રમના સમાચાર ત્યારે પણ સામે આવ્યા જ્યારે બુધવારે બિહાર કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથેની બેઠક રદ કરવામાં આવી. આ સાથે જ રાહુલ ગાંધી નીતિશના દિલ્હી પ્રવાસની વચ્ચે લદ્દાખ પ્રવાસ પર ગયા હતા. આ દરમિયાન બિહારના સીએમના દિલ્હી પ્રવાસ વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે એક નવો વિવાદ શરૂ થયો હતો.

કોંગ્રેસની પ્રવક્તા અલકા લાંબાએ દિલ્હીની તમામ સાતેય લોકસભાની બેઠકો પર ચૂંટણી લડવાના સંકેત આપ્યા ત્યારે અરવિંદ કેજરીવાલની પાર્ટીએ કહ્યું હતું કે આપણે મુંબઈમાં યોજાનારી વિપક્ષી એકતાની ત્રીજી બેઠકમાં શા માટે જવું જોઈએ? આપ પ્રવક્તા પ્રિયંકા કક્કડે બુધવારે કહ્યું હતું કે જો આ જ સ્થિતિ છે તો પછી આપણે મુંબઈની બેઠકમાં શા માટે જવું જોઈએ? પાર્ટી નેતૃત્વ નક્કી કરશે કે મુંબઈ જવું કે નહીં.

ભાજપ વિરુદ્ધ બનાવ્યું છે INDIA ગઠબંધન

બિહારમાં ભાજપ સાથે સંબંધો તોડ્યા બાદ સપ્ટેમ્બર 2022માં નીતિશ કુમારે ભાજપ વિરુદ્ધ મજબૂત ગઠબંધન રચવાનું અભિયાન શરૂ કર્યું હતું. નીતિશ કુમારે કોંગ્રેસને સાથે લઈને ભાજપ સામે રાષ્ટ્રીય સ્તરે મજબૂત ગઠબંધન રચવાનું અભિયાન શરૂ કર્યું હતું. તેમાં તેઓ સફળ પણ થયા, ત્રણ-ચાર પ્રાદેશિક પક્ષોને બાદ કરતાં લગભગ તમામ વિરોધ પક્ષો આઈ.એન.ડી.આઈ.એ ગઠબંધનનો ભાગ બની ગયા છે. પરંતુ I.N.D.I.A ગઠબંધનની રચના અને બે મહત્વની બેઠકો બાદ નીતિશ કુમારનો દિલ્હીમાં બીજા દિવસે પણ કોઈ પણ મોટા નેતાને મળવાનો કાર્યક્રમ નક્કી ના થતા રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઉભા કરી રહ્યો છે.

ઇન્ડિયા ગઠબંધન ટ્રેન્ડિંગ ન્યૂઝ politics દેશ