વિધાનસભામાં સીએમ નીતિશ કુમાર થયા ગુસ્સે, ઝેરી દારૂથી મોતના મામલે સદનમાં ભારે હંગામો

વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હાએ છપરામાં ઝેરી દારુથી થયેલા મોતના મામલે રાજ્ય સરકારની દારૂબંધી પર સવાલ ઉઠાવ્યો હતો

Written by Ashish Goyal
December 14, 2022 16:24 IST
વિધાનસભામાં સીએમ નીતિશ કુમાર થયા ગુસ્સે, ઝેરી દારૂથી મોતના મામલે સદનમાં ભારે હંગામો
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Image-Twitter/NitishKumar)

Bihar News: બિહારના છપરામાં 24 કલાકની અંદર 12 લોકોના સંદિગ્ધ હાલતમાં મોત થયા છે. આશંકા છે કે ઝેરી દારૂનું સેવન કરવાથી આ લોકોના જીવ ગયા છે. કેટલાક અન્ય લોકો બીમાર થયા છે તેવી પણ સૂચના છે. જે પછી બુધવારે પટનામાં બિહાર વિધાનસભાની બહાર ભાજપના ધારાસભ્યોએ ઘણા મુદ્દાને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિપક્ષના સવાલો પર સીએમ નીતિશ કુમાર (CM Nitish Kumar) ગુસ્સે ભરાયા હતા.

વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હાએ છપરામાં ઝેરી દારુથી થયેલા મોતના મામલે રાજ્ય સરકારની દારૂબંધી પર સવાલ ઉઠાવ્યો હતો. વિપક્ષના સવાલ પર ગુસ્સે થઇને બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું કે શું થઇ ગયું છે. જ્યારે દારૂબંધીનો કાયદો લાવવામાં આવી રહ્યો હતો ત્યારે બધા પક્ષમાં હતા કે નહીં જવાબ દો. તેમણે સદનના સદસ્યોને ભગાડવાની વાત પણ કહી. સીએમ નીતિશે સભાપતિ તરફ ઇશારો કરીને કહ્યું કે ભગાડો બધાને.

આ પણ વાંચો – ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ નીતિશ કુમારે કહ્યું- 2025માં તેજસ્વી યાદવ મહાગઠબંધનને લીડ કરશે

નીતિશ જી નો સમય ગયો – સુશીલ મોદી

ભાજપા સાંસદ સુશીલ મોદીએ નીતિશ કુમારના ગુસ્સા પર કહ્યું કે નીતિશ જી નો સમય ચાલ્યો ગયો છે. તેમની સ્મરણ શક્તિ પણ ચાલી ગઇ છે. તે વાત-વાત પર ગુસ્સે થઇ જાય છે. છેલ્લા એક વર્ષમાં અવી ડઝન ઘટના બની છે જેમાં તેઓ ગુસ્સે થયા છે અને તુ-તારી પર ઉતરી આવે છે. પ્રશાંત કિશોર, ભાજપા વિશે પણ તુમનો પ્રયોગ કરે છે.

બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે કહ્યું કે નશાબંધીને લાગુ કરવાની રીતને વધારે શાનદાર કરવાની જરૂર છે. તેને કડકાઇથી લાગુ કરવાની સાથે-સાથે દંડ આપવાની રીતને પણ બદલવાની જરૂર છે. નીતિશ કુમારે 2025 સુધી પોતાની ગાદી સુરક્ષિત કરી લીધી છે. હવે આરજેડી જેડીયૂને ઠગી રહી છે કે જેડીયૂ આરજેડીને ઠગી રહી છે તે ખબર પડી રહી નથી. જોકે જેડીયૂના લોકોને કહીશ કે 2025નું તેમનું ભવિષ્ય કોના હાથમાં છે તેની ચિંતા શરુ કરી દે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ