/indian-express-gujarati/media/media_files/2026/03/05/nitish-kumar-ready-for-rajya-sabha-2026-03-05-11-49-36.jpg)
નીતિશ કુમાર બિહાર મુખ્યમંત્રી પદ છોડી રાજ્યસભા સભ્ય બનવા તૈયાર Photograph: (X)
બિહાર રાજકારણમાં ઉભી થયેલ રાજકીય ઉથલપાથલ વચ્ચે બિહાર મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે સોશિયલ પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેયર કરી લખ્યું છે કે, તે રાજ્યસભાના સભ્ય બનવા ઇચ્છે છે. વધુમાં તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, બિહારમાં જે પણ નવી સરકાર આવશે તેને એમનો પુરો સહયોગ રહેશે અને માર્ગદર્શન રહેશે.
બિહાર રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકીય માહોલ ગરમાયો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવાની વાત વહેતી થઇ હતી. જેને લીધે કેટલાક લોકો એવી અટકળો કરી રહ્યા હતા કે નીતીશ કુમારને બિહાર બહાર મોકલવા માટે આ બધુ થઇ રહ્યું છે. જેને પગલે બિહાર રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જોકે આજે નીતીશ કુમારે જાતે જ આ મામલે સ્પષ્ટતા કરતાં કેટલેક અંશે આ મામલો શાંત થતો દેખાઇ રહ્યો છે.
નીતીશ કુમારે X પોસ્ટમાં શું લખ્યું વાંચો?
છેલ્લા બે દસક કરતાં પણ વધુ સમયથી તમે મારામાં વિશ્વાસ મુક્યો અને સતત મને સમર્થન આપ્યું છે. જેના લીધે હું બિહાર અને તમારા બધાની પુરી નિષ્ઠાથી સેવા કરી શક્યો છું. તમારા વિશ્વાસ અને સમર્થનની તાકાતથી બિહાર આજે વિકાસ અને સન્માનનો એક નવો અધ્યાય પ્રસ્તૃત કરી રહ્યું છે. જેના માટે અગાઉ પણ ઘણી વખત હું તમારા બધાનો આભાર વ્યક્ત કરી ચૂક્યો છું.
રાજકીય જીવન શરુ કરતાં સમયે મારા મનમાં એક ઇચ્છા હતી કે, હું બિહાર વિધાનસભાના બંને સદન તેમજ સંસદના બંને સદનોનો સભ્ય બનું. જેને પગલે આ વખતે યોજાઇ રહેલ રાજ્યસભા ચૂંટણીમાં સભ્ય બનવાની ઇચ્છા રાખું છું.
હું તમને પુરી ઇમાનદારીથી વિશ્વાસ અપાવવા માગું છું કે, તમારી સાથે મારો આ સંબંધ ભવિષ્યમાં પણ જોડાયેલા રહેશે અને તમારી સાથે મળીને એક વિકસિત બિહાર બનાવવાનો મારો સંકલ્પ કાયમ રહેશે. જે પણ નવી સરકાર બનશે એને મારો પુરો સહયોગ અને માર્ગદર્શન રહેશે.
पिछले दो दशक से भी अधिक समय से आपने अपना विश्वास एवं समर्थन मेरे साथ लगातार बनाए रखा है, तथा उसी के बल पर हमने बिहार की और आप सब लोगों की पूरी निष्ठा से सेवा की है। आपके विश्वास और समर्थन की ही ताकत थी कि बिहार आज विकास और सम्मान का नया आयाम प्रस्तुत कर रहा है। इसके लिए पूर्व में…
— Nitish Kumar (@NitishKumar) March 5, 2026
આ પણ વાંચો | નીતિશ કુમારનો પુત્ર બની શકે છે નાયબ મુખ્યમંત્રી
બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમારે જાતે કરેલી આ પોસ્ટ બાદ બિહાર રાજકારણમાં ઉભી થયેલ અફરાતફરીનો માહોલ કેટલેક અંશે શાંત થતો દેખાઇ રહ્યો છે. હવે જોવાનું એ છે કે, બિહારમાં નવી સરકારમાં મુખ્યમંત્રી કોણ બને છે
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us