/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/nishikant-dubey.jpg)
ભાજપના સાંસદ નિશિકાંત દુબે (Sansand tv)
No Confidence Motion : મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર મંગળવારે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આ ચર્ચામાં ભાગ લેતી વખતે કોંગ્રેસના નેતાઓના અવિશ્વાસ પ્રસ્તાવ પર સવાલ ઉઠાવ્યા હતા. નિશિકાંત દુબેએ કહ્યું કે પીએમે કહ્યું કે આ અવિશ્વાસ પ્રસ્તાવ નથી, પરંતુ વિપક્ષમાં વિશ્વાસનો પ્રસ્તાવ છે, જેથી જાણી શકાય કે વિપક્ષમાં કોણ કોની સાથે છે. તેમણે સોનિયા ગાંધી વિશે દાવો કર્યો હતો કે તેઓ બે કામ કરવા માંગે છે, એક પુત્રને સેટ કરવા અને જમાઈને ભેટ આપવી છે.
આ પહેલા કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીની ચર્ચા શરૂઆત કરશે, પરંતુ અચાનક જ ગૌરવ ગોગોઈને આ જવાબદારી સોંપવામાં આવી હતી. તેના પર નિશિકાંત દુબેએ કટાક્ષ કરતા કહ્યું કે કદાચ રાહુલ જી મોડા ઉઠ્યા હશે, તૈયાર થઇ શક્યા નહીં હોય, તેથી તે બોલ્યા નહીં. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી સ્ટે મળ્યો છે, અંતિમ ચુકાદો નહીં. તેઓ વારંવાર કહે છે કે માફી નહીં માંગું. તો બીજી તરફ કહે છે કે હું સાવરકર નથી. નિશિકાંત દુબેએ કહ્યું કે રાહુલ ગાંધી મોદીની માફી કેમ માંગે, તેમની નજરમાં મોદી એક નાની જાતિના છે. તેઓ સાવરકર પણ ન હોઈ શકે. સાવરકરે 28 વર્ષ જેલમાં વિતાવ્યા છે.
તેમણે પૂછ્યું હતું કે કેટલાક વિપક્ષી નેતાઓને બાદ કરતા બધાને I.N.D.I.A ના નામથી રચાયેલા ગઠબંધનનું ફુલ ફોર્મ પણ ખબર હશે નહીં. પરંતુ તેઓ 'ઇન્ડિયા-ઇન્ડિયા'ની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે I.N.D.I.A માં જેટલા પણ પક્ષો છે કોંગ્રેસે તેનો ક્યારેક ને ક્યારેક વિરોધ કર્યો છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે, તેમના નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ કોંગ્રેસ સાથે તેમનો કોઈ વિવાદ નથી, તેમને અમારી સાથે વિરોધ છે. અમે શું કર્યું છે?
આ પણ વાંચો - Video: અમિત શાહે AAPને ગણાવી સોપારી જેવડી પાર્ટી, રાઘવ ચઠ્ઠાએ કર્યો વળતો પ્રહાર
નિશિકાંત દુબેએ કહ્યું કે કોંગ્રેસના સભ્યો મણિપુરની વાત કરી રહ્યા છે, પરંતુ વિપક્ષી દળને શહાદત વિશે કંઈ જ ખબર નથી. તેમણે કહ્યું કે હું મણિપુરના ઇતિહાસનો ભોગ બન્યો છું. મારા મામા જ્યારે ત્યાં સીઆરપીએફના ડીઆઈજી હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમણે પગ ગુમાવવા પડ્યા હતા. એકબીજા સામે લડતા પક્ષો આજે પ્રધાનમંત્રી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. દુબેએ કહ્યું કે 1976માં કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપમાં ડીએમકે નેતા કરુણાનિધિની સરકારને બરખાસ્ત કરી દીધી હતી અને 1980માં ડીએમકેએ તત્કાલિન ઇન્દિરા ગાંધી સરકાર સાથે હાથ મિલાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની તપાસ કરનાર જૈન પંચે કહ્યું હતું કે એલટીટીઇને કરુણાનિધિની પાર્ટીનું સમર્થન છે, તેમ છતાં કોંગ્રેસ તેની સાથે છે.
તેમણે કહ્યું કે જે સિંગુર આંદોલનના આધારે પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ સરકાર બનાવી હતી તેને ભાજપનું સમર્થન હતું અને આ રીતે બંગાળમાં ટીએમસીની સરકાર બનાવવામાં ફાળો આપ્યો હતો. પરંતુ ટીએમસી કોંગ્રેસની સાથે છે જેણે નારદ અને સારદા કેસ સંબંધિત કેસ દાખલ કર્યા છે. ભાજપના સભ્યએ કહ્યું હતું કે આરજેડી નેતા લાલુ પ્રસાદને 1995માં તત્કાલીન કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર દરમિયાન જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, તો પછી તેઓ ભાજપ સાથે તેમનો વિરોધ શા માટે. આ જ રીતે સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ વિરુદ્ધ 2007માં કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા અપ્રમાણસર સંપત્તિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ અમે માનતા હતા કે સપાના સ્થાપક ઇમાનદાર છે અને ભાજપના શાસન દરમિયાન તેમની સામેના સીબીઆઈના કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. તો પણ આ પાર્ટી અમારી વિરુદ્ધ છે.
તેમણે કહ્યું કે 1980માં શરદ પવારની ચૂંટાયેલી મહારાષ્ટ્ર સરકારને કોંગ્રેસે બરતરફ કરી હતી, અમે નહીં. કારણ કે પવારે અલગ પાર્ટી બનાવી હતી. અમે પવાર પર આરોપ લગાવ્યો નથી. દુબેએ કહ્યું કે અમે શું કર્યું? તેમણે કહ્યું કે 1953થી 1975 સુધી શેખ અબ્દુલ્લાને કોંગ્રેસે જેલમાં રાખ્યા હતા અને બાદમાં બંને વચ્ચે સમાધાન થયું હતું, પરંતુ નેશનલ કોન્ફરન્સ ભાજપનો વિરોધ કરી રહી છે. તેમણે જનતા દળ (યુનાઇટેડ) પર પણ નિશાન સાધ્યું હતું.
નેશનલ હેરાલ્ડ કેસનો ઉલ્લેખ કરતા દુબેએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ ઈન્કમ ટેક્સ બચાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જાય છે. દુબેએ આરોપ લગાવ્યો હતો કે વૈચારિક વિરોધને કારણે ભાજપે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા-માર્ક્સવાદી (સીપીઆઇ-એમ) અને મુસ્લિમ લીગ જેવા પક્ષો સાથે ક્યારેય સમાધાન કર્યું નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us