મણિપુર સીએમ બિરેન સિંહના રાજીનામાની માંગણી પર અમિત શાહે કહ્યું – તે પુરી રીતે સહકાર કરી રહ્યા છે, કેમ લઇએ રાજીનામું

Amit Shah Speech : અવિશ્વાસ ચર્ચા પર અમિત શાહે કહ્યું - નરેન્દ્ર મોદીએ દેશને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી. મને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે, 2027 સુધીમાં ભારત દેશની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે

Written by Ashish Goyal
August 09, 2023 19:37 IST
મણિપુર સીએમ બિરેન સિંહના રાજીનામાની માંગણી પર અમિત શાહે કહ્યું – તે પુરી રીતે સહકાર કરી રહ્યા છે, કેમ લઇએ રાજીનામું
બીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહે અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાના વાત રાખી (Photo: Screengrab from Sansad TV/Lok Sabha)

no confidence motion : અવિશ્વાસ ચર્ચા પર બીજા દિવસે પણ જોરદાર ચર્ચા ચાલી રહી છે. બીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહે અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાના વાત રાખી હતી. તેમના તરફથી એવો આગ્રહ રાખવામાં આવ્યો છે કે આ અવિશ્વાસની દરખાસ્ત માત્ર ભ્રમ ફેલાવવા માટે જ લાવવામાં આવી છે. કોઈએ પોતાના ભાષણમાં સરકારની કોઈ ખામીનો ઉલ્લેખ પણ કર્યો ન હતો, આ પ્રસ્તાવ માત્ર ગેરમાર્ગે દોરવા માટે જ લાવવામાં આવ્યો હતો.

અમિત શાહે કહ્યું કે દેશની જનતાએ સતત બે વખત પૂર્ણ બહુમતની સરકાર આપવાનું કામ કર્યું છે. આ પ્રધાનમંત્રી એવા છે જે આઝાદી પછીના સૌથી લોકપ્રિય પીએમ છે. ઘણા સર્વેક્ષણો એવું કહે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક પણ રજા લીધા વિના 17 કલાક કામ કરનારા પીએમ છે. આઝાદી બાદ દરેક રાજ્યમાં સૌથી વધુ કિલોમીટર અને દિવસ પ્રવાસ કરનાર પીએમ પણ નરેન્દ્ર મોદી છે. કેટલીક સરકારો ઘણા વર્ષો સુધી ચાલે છે પરંતુ 9 વર્ષમાં મોદી સરકારે પચાસથી વધુ એવા નિર્ણયો લીધા છે જે સુવર્ણ શબ્દોથી લખાશે.

અમિત શાહે આજના દિવસનો ઉલ્લેખ કરતા કહ્યું કે મહાત્મા ગાંધીએ ક્વિટ ઇન્ડિયાનો નારો આપ્યો હતો. પીએમ મોદીએ 9 વર્ષમાં નવા પ્રકારની રાજનીતિ શરૂ કરી છે. અગાઉ રાજકારણ ભ્રષ્ટાચાર અને પરિવારવાદથી ઘેરાયેલું હતું. પરંતુ નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણને બદલે કામગીરીની રાજનીતિને મહત્વ આપ્યું છે.

ખેડૂતોની વાત કરતા ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશના ખેડૂતો નક્કી કરશે કે 70 હજાર કરોડની લોલીપોપ આપનારી યુપીએ સરકારને મત આપવો કે પછી સન્માન સાથે ઇલેક્ટ્રોનિક રીતે 2 લાખ 40 હજાર રૂપિયા આપનારી એનડીએને. આ રેવડી નથી, આ કામ કરતા પહેલા અમે એક સર્વે કર્યો હતો. અઢી એકરથી ઓછી જમીનમાં ખેતી કરવાના ખર્ચને ધ્યાનમાં લેતા મોદી સરકાર દ્વારા 6000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. અમે ખેડૂતોને જીવનભર દેવામુક્ત કરવાનું કામ કર્યું છે.

આ પહેલા લોકો પોતાના પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતિત હતા. પરંતુ આયુષ્યમાન ભારત અંતર્ગત પાંચ લાખ સુધીની સારવાર મફત કરવામાં આવી હતી. જો કોઈના ઘરમાં કોઈ બીમારી હોય તો પાંચ લાખ સુધીની સારવાર મફત છે, તેમાં ટેસ્ટ કરાવવાથી લઈને ઓપરેશન સુધીનું બધું જ સામેલ છે. એ જ રીતે જ્યારે બેંકો ખાતા ખોલવા માટે જન ધન યોજના લઈને આવી હતી. નીતિશ કુમારે મજાકમાં કહ્યું હતું કે માત્ર ખાતા ખોલવાથી કંઇ નહીં થાય. પરંતુ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓના પૈસા જનધન યોજના હેઠળ આપવામાં આવે છે.

આ પણ વાંચો – ફ્લાઇંગ કિસ પર કઇ કલમ અંતર્ગત થઇ શકે છે FIR, કેટલી છે સજાની જોગવાઇ, જાણો બધું જ

અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન કોરોના કાળને પણ યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે કોરોનાનો સમય યાદ રાખો, બધાને સાથે રાખીને લડત શરૂ કરવામાં આવી હતી. હું હજી પણ માનું છું કે ભારત કોરોના સામે સફળતાપૂર્વક લડવામાં સક્ષમ હતું કારણ કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બધા એકજૂટ રહ્યા. રસીકરણ દરમિયાન સપા નેતા અને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ મોદી વેક્સીન છે. પરંતુ મોદી સરકારે ચા પીવડાવીને પીને રસી આપી, મફતમાં રસી આપી અને સમગ્ર દેશને કોરોનાથી બચાવવાનું કામ કર્યું. એ જ રીતે લોકડાઉનનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ગરીબ શું ખાશે. પરંતુ કોરોનાના પ્રસારને કેવી રીતે અટકાવવો તે અંગે આપણે વિચારવાનું હતું, તેથી જ અમે ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપ્યું. આજે પણ સરકાર તે યોજના ચલાવી રહી છે.

અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીએ દેશને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી. મને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે, 2027 સુધીમાં ભારત દેશની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તમામ સર્વેક્ષણો આ તરફ ઇશારો કરે છે. મોદીની ચોક્કસ નીતિઓએ ભારતના પાયાને મજબૂત કરવાનું કામ કર્યું છે. અંતરિક્ષથી લઈને ડિફેન્સ સુધી ઘણા ક્ષેત્રોમાં મજબૂત કામ કરવામાં આવ્યું છે. આ જ કારણે આવનારા પાંચ વર્ષમાં ભારત એક મોટી તાકાતના રૂપમાં સામે આવશે. આપણે એ ભૂલવું ન જોઈએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગતિ કેટલી ઝડપી બની ગઈ છે. 148 એરપોર્ટ બનાવવામાં આવ્યા છે, વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે, કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં વધારો થયો છે, મેટ્રો 27 રાજ્યોમાં પહોંચી ગઈ છે. ભારતમાં ઈન્ટરનેટ કનેક્શન સૌથી વધુ વધ્યા છે. આ સરકારે પૂર્વોત્તર માટે ઘણા એરપોર્ટ બનાવવાનું કામ પણ કર્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે પણ દેશની રક્ષા પર ખૂબ જ વિસ્તારથી વાત કરી હતી. તેમના તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, પહેલા આતંકવાદીઓ સરહદના પેલી પારથી આવતા હતા, સૈનિકોના માથા કાપીને લઈ જતા હતા. પરંતુ મોદી સરકાર દરમિયાન જ્યારે આતંકવાદીઓએ હિંમત કરી ત્યારે તેમને બે વાર પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવવામાં આવ્યો હતો. એ જ રીતે સીડીએસ અંગે પણ મહત્વનો નિર્ણય લેવાયો હતો, તેનો અમલ કરવામાં આવ્યો હતો. 2016માં સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી, પછી એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેટલા પણ કૌભાંડો થયા છે તેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર રક્ષાના ક્ષેત્રે થયો છે. પરંતુ મોદીજીના નેતૃત્વમાં આપણા રક્ષામંત્રીએ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવાનું કામ કર્યું છે. આજે રક્ષા ઉત્પાદન અનેક દેશો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આંતરિક સુરક્ષાની વાત કરતા અમિત શાહે વિસ્તારથી વાત કરી હતી. તેમણે કહ્યું કે હું દેશની આંતરિક સુરક્ષા વિશે વાત કરવા માંગુ છું. પીએફઆઈ ઘણા વર્ષોથી આતંકવાદના બીજ રોપીને દેશને તોડવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ માત્ર એક જ દિવસમાં 15 રાજ્યોમાં કાર્યવાહી કરીને આ સંગઠન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. દુનિયાથી ભાગી ગયેલા ગુનેગારોને પાછા લાવવામાં આવે છે. સચિન બિશ્નોઇ મુસેવાલાના હત્યારાને ભારત પરત લાવવામાં આવ્યો હતો.

કાશ્મીર વિશે વાત કરતા અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં પરિવર્તન લાવવા માટે ક્રાંતિકારી નિર્ણય લીધો. આ મહાન ગૃહે કલમ 370 નાબૂદ કરવાનું કામ કર્યું હતું. બે બંધારણો નાબૂદ કરવામાં આવ્યા, કાશ્મીર સંપૂર્ણપણે ભારતમાં એકીકૃત થઈ ગયું. કાશ્મીરના ઘણા લોકો કહે છે કે આપણે હુર્રિયત સાથે વાત કરવી જોઈએ, પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ સરકાર હુર્રિયત કે પાકિસ્તાન સાથે ચર્ચા નહીં કરે, ચર્ચા કરશે તો માત્ર કાશ્મીરના યુવાનો સાથે જ કરશે.

ગૃહમંત્રીએ મણિપુર હિંસા પર પણ વિસ્તૃત નિવેદન આપ્યું હતું, જેને લઈને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે હું તમને મણિપુરમાં બનેલી હિંસક ઘટનાઓ વિશે જણાવવા માંગુ છું. હું વિપક્ષ સાથે સંમત છું કે મણિપુરમાં હિંસા થઈ છે. આ હિંસાનું કોઈ સમર્થન કરી શકે તેમ નથી. આ ઘટના શરમજનક છે, પરંતુ તેના પર રાજનીતિ કરવી તેનાથી પણ વધુ શરમજનક છે. તમે અમને ચૂપ ન કરી શકો, 130 કરોડ ભારતીયોએ અમને ચૂંટ્યા.

સીએમ બિરેન સિંહના રાજીનામાની માંગ પર અમિત શાહે સ્પષ્ટ કર્યુ કે જે લોકો કોપરેટ નથી કરતા તેમની પાસેથી રાજીનામુ માંગવામાં આવે છે. બિરેન સિંહ શરૂઆતથી જ સહકાર આપી રહ્યા છે, તેમનું રાજીનામું શા માટે માંગવું જોઈએ. મણિપુરના વાયરલ વીડિયો પર પણ અમિત શાહે સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમણે પોતાના તરફથી આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે પાર્ટી કે વિપક્ષ, કોઇ પણ વ્યક્તિ આવી ઘટનાનું સમર્થન કરી શકે નહીં. તેમના તરફથી સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે આ વીડિયો કેમ વાયરલ કરવામાં આવ્યો, વીડિયો ડીજીપીને સમયસર કેમ આપવામાં આવ્યો નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ