Prashant Kishor on Nitish Kumar: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor) ફરી એક વખત મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે જે દિવસથી નીતિશ કુમાર મહાગઠબંધનમાં આવ્યા છે હું તેને રાજ્ય વિશિષ્ઠ ઘટના માનું છું. નીતિશ કુમારની વિશ્વસનિયતા આજની તારીખમાં એવી છે કે તેમનું પ્રધાનમંત્રી બનવાનું તો છોડી દો તેમનું બિહારના મુખ્યમંત્રી બન્યા રહેવા ઉપર પણ સંકટ છે.
પ્રશાંત કિશોરે શિવહરમાં બોલતા કહ્યું કે મારી સલાહ છે કે વર્ષ 2025ની રાહ જોવાની શું જરૂર છે, બિહારની સત્તામાં આજે જે ગઠબંધન છે તેમાં સૌથી મોટું દળ આરજેડી છે. આવામાં નીતિશ કુમારે અત્યારથી જ તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ. જેથી 3 વર્ષ તેજસ્વી પાસે કામ કરવાની તક રહે અને જનતા પણ જોઈ શકશે કે તેજસ્વી યાદવે 3 વર્ષમાં કેટલું સારું કામ કર્યું છે.
આ પણ વાંચો – દારૂ બનાવનારને પણ ખબર નથી હોતી કે દારૂ ક્યારે ઝેરી બની જાય, જાણો કેવી રીતે બને છે દેશી દારૂ?
દારૂની હોમ ડિલિવરી કરાવી રહ્યા છે નીતિશ કુમાર – પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોર છેલ્લા કેટલાક દિવસોથી બિહારના શહેરોમાં જન સુરાજ રેલી દરમિયાન નીતિશ કુમાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. એક જનસભાને સંબોધિત કરતા પ્રશાંત કિશોરે ભોજપુરિયા અંદાજમાં નીતિશ કુમારની દારૂબંધીને લઇને પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે નીતિશ કુમાર એન્જીનિયર છે. તેમની બુદ્ધિનો ઉપયોગ કરીને બિહારમાં દારૂબંધી કરાવી દીધી અને ફ્લિપકાર્ટ, અમેઝોનની જેમ ઘરે-ઘરે હોમ ડિલિવરી પણ શરુ કરાવી દીધી છે.
દારૂબંધી પર સીએમ નીતિશ કુમાર થયા હતા ગુસ્સે
વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હાએ છપરામાં ઝેરી દારુથી થયેલા મોતના મામલે રાજ્ય સરકારની દારૂબંધી પર સવાલ ઉઠાવ્યો હતો. વિપક્ષના સવાલ પર ગુસ્સે થઇને બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું કે શું થઇ ગયું છે. જ્યારે દારૂબંધીનો કાયદો લાવવામાં આવી રહ્યો હતો ત્યારે બધા પક્ષમાં હતા કે નહીં જવાબ દો. તેમણે સદનના સદસ્યોને ભગાડવાની વાત પણ કહી. સીએમ નીતિશે સભાપતિ તરફ ઇશારો કરીને કહ્યું કે ભગાડો બધાને.